Get The App

અભિષેક શર્માની સદીનું સિક્રેટ! બાળપણના ભાઈબંધના બેટથી કરી ફટકાબાજી, જોઈ લો VIDEO

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
abhishek sharma


Abhishek Sharma Lucky Charm: IPLના સ્ટાર બેટર અભિષેક શર્માએ (Abhishek Sharma) હવે ભારતીય ક્રિકેટ ટીમમાં (Indian Cricket Team) પણ એન્ટ્રી કરી લીધી છે. ત્યાર પછીથી હવે ઓપનિંગ કોમ્બિનેશનને લઈને ટીમની ચિંતા ઓછી થઈ ગઈ છે. કારણ કે 23 વર્ષનો એ બેટ્સમેન ભલભલા બોલર્સની દિશા અને દશા બગાડી નાખે એવી વિસ્ફોટક બેટિંગ કરી જાણે છે. 

અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20 મેચથી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તેની પ્રથમ મેચ ખરાબ રહી હતી. બીજું, ભારત આ મેચ પણ હારી ગયું હતું. પોતાની ડેબ્યૂ મેચમાં તો અભિષેક 0 સ્કોર પર આઉટ થઈ ગયો હતો પરંતુ ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં અભિષેકે પોતાના એવા રંગ દેખાડ્યા હતા કે જેના માટે ક્રિકેટ ચાહકો તેના દીવાના છે. રવિવારે રમાયેલી આ મેચમાં અભિષેકે માત્ર 46 બોલમાં સદી ફટકારી હતી. આ સદી ફટકાર્યા બાદ તેણે તેની પાછળનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે આ સદી તેણે ખાસ બેટથી ફટકારી છે. 

શુભમન ગિલના બેટથી બેટિંગ 

અભિષેકે કહ્યું કે તેણે આ મેચમાં શુભમન ગિલના બેટથી બેટિંગ કરી હતી. તેણે કહ્યું, 'આવું આજકાલથી નહીં, પરંતુ અંડર-14થી ચાલી રહ્યું છે. જ્યારે પણ મેં તેના બેટથી મેચ રમી છે, તે સારી જ રહી છે. હું બધાને કહેવા માંગુ છું કે આજે હું તેના બેટથી રમ્યો હતો, જો કે ગિલ કોઈને સરળતાથી બેટ નથી આપતો. પણ મારા માટે આ છેલ્લા વિકલ્પ જેવું છે. જ્યારે મને લાગે છે કે મારે પીઠ માટે તેના બેટથી રમવું પડશે. ત્યારે જ હું તેનું બેટ માગું છું. માટે શુભમનનો ખાસ આભાર, જેણે મને રમવા માટે તેનું બેટ આપ્યું.

અભિષેક શર્માએ બીજી મેચમાં પ્રથમ મેચનો હિસાબ પણ બરાબર કરી લીધો હતો અને જોરદાર સદી ફટકારી હતી. આ મેચમાં અભિષેકે 100 રન બનાવ્યા અને ભારતે આ મેચ 100 રને જીતી લીધી. 23 વર્ષના અભિષેક શર્માએ મેચ બાદ એક ખાસ વાત કહી હતી. 

સતત 3 સિક્સર ફટકારીને કર્યા 100 રન

ડાબોડી બેટ્સમેન અભિષેક શર્માની આ સદી બીજા પણ ઘણા કારણોસર ચર્ચામાં છે. આ ઇનિંગમાં તેણે સિક્સર વડે પોતાનું ખાતું ખોલાવ્યું અને સિક્સર વડે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આટલું જ નહીં, જ્યારે તે 82 રન પર રમી રહ્યો હતો ત્યારે તેણે સતત 3 સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.


Google NewsGoogle News