Get The App

IND vs SA : અભિમન્યુ ઇશ્વરનને ઋતુરાજની જગ્યાએ ટીમમાં મળ્યું સ્થાન, રિંકુ સિંહને ભારત-Aમાં કર્યો સામેલ

ઋતુરાજ સાઉથ આફ્રિકા સામે રમાયેલી વનડે સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
IND vs SA : અભિમન્યુ ઇશ્વરનને ઋતુરાજની જગ્યાએ ટીમમાં મળ્યું સ્થાન, રિંકુ સિંહને ભારત-Aમાં કર્યો સામેલ 1 - image
Image:Twitter

Abhimanyu Easwaran Replaced Ruturaj Gaikwad : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26મી ડિસેમ્બરથી 2 મેચોની ટેસ્ટ સિરીઝ શરુ થવાની છે. આ સિરીઝ પહેલા ઋતુરાજ ગાયકવાડ ભારતીય ટીમમાંથી બહાર થઇ ગયો છે. BCCI તેના સ્થાને અભિમન્યુ ઇશ્વરનને ટીમમાં સામેલ કર્યો છે. હાલ તે ભારત-A ટીમનો ભાગ છે અને મુખ્ય ટીમ સાથે સાઉથ આફ્રિકામાં જ છે. BCCIએ ભારત-A ટીમમાં રિંકુ સિંહને સામેલ કર્યો છે.

ઋતુરાજના સ્થાને અભિમન્યુ ઈશ્વરને ટેસ્ટ ટીમમાં મળ્યું સ્થાન

ઋતુરાજ સાઉથ આફ્રિકા સામે રમાયેલી વનડે સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે અત્યાર સુધી સંપૂર્ણ રીતે ફિટ થઇ શક્યો નથી, જેના કારણે તેને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ ઇશ્વરનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યો છે. BCCI ટ્વિટ દ્વારા અંગે માહિતી આપી હતી.

અભિમન્યુને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી

BCCIએ ભારત-A ટીમમાં રિંકુ સિંહ, સરફરાજ ખાન, રજત પાટીદાર અને આવેશ ખાનને સામેલ કર્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં આ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રિંકુ સિંહ ભારત માટે T20 અને વનડે રમી ચુક્યો છે. પરંતુ હજુ તેને ટેસ્ટમાં ડેબ્યુ કરવાની તક મળી નથી. જો કે તે ચાર દિવસીય મેચ માટે ભારત-A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમની કેપ્ટનશીપ અભિમન્યુને સોંપવામાં આવી છે. આ ટીમમાં આકાશ ડીપ અને સાઈ સુદર્શન પણ સામેલ છે. કુલદીપ યાદવને ટીમથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

ભારત-A ટીમ 

અભિમન્યુ ઇશ્વરન (C), સાઇ સુદર્શન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, તિલક વર્મા, ધ્રુવ જુરેલ (wkt), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, આવેશ ખાન, નવદીપ સૈની, આકાશ દીપ, વિધાથ કવરપ્પા, માનવ સુથાર, રિંકુ સિંહ

IND vs SA : અભિમન્યુ ઇશ્વરનને ઋતુરાજની જગ્યાએ ટીમમાં મળ્યું સ્થાન, રિંકુ સિંહને ભારત-Aમાં કર્યો સામેલ 2 - image


Google NewsGoogle News