World Cup 2023 : 'બાબર આઝમ પાકિસ્તાનનો સચિન તેંડુલકર', પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન

બાબર આઝમે ભારત, અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા સામે ફિફ્ટી ફટકારી હતી

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
World Cup 2023 : 'બાબર આઝમ પાકિસ્તાનનો સચિન તેંડુલકર', પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન 1 - image
Image:File Photo

World Cup 2023 : પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ હાલ ખુબ જ મુશ્કેલીમાં છે. તે પાકિસ્તાનને ODI World Cup 2023માં પોતાના પ્રદર્શનથી જીત અપાવી શકી રહ્યો નથી. જેના કારણે પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ બાબરની બેટિંગ અને તેની કેપ્ટનશીપની ટીકા કરી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાન ટીમ(Abdul Razzaq Says Babar Azam Is Pakistan's Sachin Tendulkar)ના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે પણ તેની ટીકા કરી હતી. રઝાકે તેની સરખામણી સચિન તેંડુલકર સાથે કરી હતી.

બાબર આઝમ પાકિસ્તાનનો સચિન તેંડુલકર

અબ્દુલ રઝાકનું નિવેદન હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. રઝાકે એક શો દરમિયાન કહ્યું હતું કે, 'બાબર આઝમ પાકિસ્તાનનો સચિન તેંડુલકર છે.' પોતાની વાતને આગળ વધારતા તેણે કહ્યું કે સચિન વિશે ખબર નહીં કોણે કહ્યું હતું કે જ્યારે તે સદી ફટકારે છે ત્યારે ભારત હારે છે. રઝાકે કહ્યું કે તેને આ સાંભળીને દુખ થયું કારણ કે સચિન વર્લ્ડ ક્લાસ પ્લેયર છે.

બાબરે ભારત, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા સામે ફિફ્ટી ફટકારી

બાબર આઝમે ODI World Cup 2023માં જયારે પણ ફિફ્ટી ફટકારી છે ત્યારે પાકિસ્તાન હાર્યું છે. તેણે ભારત સામે 50 રન બનાવ્યા હતા અને તે મેચમાં પણ પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાન સામે તેણે 74 રન બનાવ્યા હતા તેમ છતાં ટીમ હારી ગઈ હતી. સાઉથ આફ્રિકા સામે પણ તેને ફિફ્ટી ફટકારી હતી અને તે મેચમાં પણ પાકિસ્તાન હાર્યું હતું. શોમાં આને લઈને એક સવાલ થયો હતો અને રઝાકે તેની સરખામણી સચિન સાથે કરી હતી.  

World Cup 2023 : 'બાબર આઝમ પાકિસ્તાનનો સચિન તેંડુલકર', પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન 2 - image


Google NewsGoogle News