આ ખેલાડી તો ડીઝલ એન્જિન જેવો, ક્યારેય ખતમ જ નથી થતું : ડિ વિલિયર્સ
IPLની 17મી સિઝનની શરૂઆત 22 માર્ચના રોજ થવા જઈ રહી છે
બધાને એવુ લાગતું હતું કે, ટ્રોફી જીત્યા બાદ ધોની ટૂર્નામેન્ટને અલવિદા કહી દેશે, પરંતુ એવું થયું નહીં.
Image Twitter |
IPL 2024, MS Dhoni: IPLની 17મી સિઝનની શરૂઆત 22 માર્ચના રોજ થવા જઈ રહી છે. ત્યારે હાલમાં મહેન્દ્ર સિંહ ધોની પણ IPL 2024ની તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. છેલ્લી સિઝન એટલે કે IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને ચેમ્પિયન બનાવ્યા બાદ ધોની ફરી એકવાર કેપ્ટનશીપ કરવા તૈયાર દેખાય છે. પરંતુ હાલમાં તેને જોઈને દરેકને એક સવાલ થઈ રહ્યો છે શું આ તેની છેલ્લી IPL સિઝન હશે? આ સવાલનો જવાબ RCB માટે રમતા દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે આપ્યો.
શું 42 વર્ષનો ધોની આ વખતે ટૂર્નામેન્ટને અલવિદા કરશે?
જોકે 2023ની સિઝન દરમિયાન પણ આ સવાલ ચર્ચાનો વિષય બન્યો હતો કે, શું ધોની આગામી સિઝનમાં રમશે? બધાને એવુ લાગતું હતું કે, ટ્રોફી જીત્યા બાદ ધોની ટૂર્નામેન્ટને અલવિદા કહી દેશે, પરંતુ એવું થયું નહીં. પરંતુ નવાઈની વાત એ છે કે, શું 42 વર્ષનો ધોની આ વખતે ટૂર્નામેન્ટને અલવિદા કરશે?
તે ડીઝલ એન્જિન જેવો છે, જે ક્યારેય અટકતો જ નથી: ડિ વિલિયર્સ
એબી ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતાં કહ્યું કે, "આ વાત પર ગયા વર્ષે ઘણી અટકળો ચાલતી હતી કે આ વખતે ધોની ટૂર્નામેન્ટને અલવિદા કરી દેશે, પરંતુ એવું થયુ નહીં.અને તે આ વખતે પણ પરત આવ્યો, હવે આ વર્ષ તેની છેલ્લી સિઝન હશે કે કેમ? તે કોઈ નથી જાણતું. તે ડીઝલ એન્જિન જેવો દેખાય છે, જે ક્યારેય અટકતો જ નથી. આ કેટલો મહાન ખેલાડી અને ઉત્તમ કેપ્ટન છે."
પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે
તમને જણાવી દઈએ કે IPL 2024ની શરુઆત આગામી 22 માર્ચ, શુક્રવારથી થઈ રહી છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. નોંધનીય છે કે, ચેન્નઈની ટીમ આ વખતે તેનું ટાઈટલ જીતવા મક્કમતાથી સાથે મેદાનમાં ઉતરશે.