ડ્રાઈવરને મારવા ટ્રક પર ચઢી ગયો હતો ગૌતમ ગંભીર: આકાશ ચોપડાએ શેર કર્યો કિસ્સો

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ડ્રાઈવરને મારવા ટ્રક પર ચઢી ગયો હતો ગૌતમ ગંભીર: આકાશ ચોપડાએ શેર કર્યો કિસ્સો 1 - image

Aakash Chopra On Gautam Gambhir: ભારતીય ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર તેના આક્રમક વલણ માટે જાણીતો છે. રાહુલ દ્રવિડની વિદાય બાદ ગૌતમ ગંભીરે ભારતીય ટીમ માટે કોચનું પદ સંભાળતાની સાથે જ ડ્રેસિંગ રૂમમાં ઘણાં ફેરફારો કર્યા હતા. રાહુલ દ્રવિડ તેના શાંત સ્વભાવ માટે જાણીતો હતો, ત્યારે ગંભીરનો આક્રમક અભિગમ તેના કોચિંગમાં એક નવું પાસું લાવશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ તાજેતરમાં ગૌતમ ગંભીરને લઈને એક કિસ્સો જણાવ્યો છે, જેની ખૂબ ચર્ચા થઇ રહી છે.

એક પોડકાસ્ટમાં આકાશ ચોપડાએ ગૌતમ ગંભીરના ક્રિકેટમાં શરૂઆતના દિવસોને યાદ કરતા એક રોચક કિસ્સો શેર કર્યો હતો. આકાશે જણાવ્યું હતું કે, ગંભીરની એક વખત રસ્તા વચ્ચે એક ટ્રક ડ્રાઈવર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગંભીર તેની કારમાંથી ઉતર્યો અને ડ્રાઈવરનો કોલર પકડવા માટે ટ્રક પર ચઢી ગયો હતો, કારણ કે તેણે ખોટો વળાંક લીધો હતો અને ગંભીરને અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું.' ત્યારે મેં તેને કહ્યું હતું કે, 'ગૌતી શું છે? તું આ શું કરી રહ્યી છે, તે ટ્રક ડ્રાઈવર છે, તું આટલો નાનો છે.'

આ પણ વાંચો : ‘ગૌતમ ગંભીર મારો દોસ્ત નહોતો, અમે તો ઓપનિંગ માટે લડતા હતા’ ભારતના પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો ખુલાસો

આ બંને ભૂતપૂર્વ ખેલાડીઓની કારકિર્દીની શરૂઆત સાથે જ થઇ હતી. આકાશ અને ગંભીર બંને દિલ્લીથી ક્રિકેટની શરૂઆત કરી હતી, અને બંને ભારતીય ટીમમાં ઓપનરના પદને લઈને પ્રતિસ્પર્ધી રહ્યા હતા. ગૌતમ ગંભીરની કારકિર્દી લાંબી ચાલી હતી, તે 58 ટેસ્ટ, 147 વનડે, 37 T20 સાથે ત્રણેય ફોર્મેટમાં રમ્યો હતો. જ્યારે આકાશ ચોપડા લાંબા સમય સુધી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકયો ન હતો. માત્ર 10 ટેસ્ટ પછી તેની કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.  

ગૌતમ ગંભીર મેદાન પર રમતી વખતે ઘણીવાર વિરોધી ટીમના ખેલાડીઓ સાથે ઝઘડી પડતો હતો. અગાઉ પણ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરતી વખતે રોયલ ચેલેન્જર્સના કેપ્ટન વિરાટ કોહલી સાથેનો તેનો વિવાદ થયો હતો. પાછળથી, લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે, તેણે ફરી એકવાર વિરાટ કોહલી સાથે તેની ટક્કર થઇ હતી.

ડ્રાઈવરને મારવા ટ્રક પર ચઢી ગયો હતો ગૌતમ ગંભીર: આકાશ ચોપડાએ શેર કર્યો કિસ્સો 2 - image


Google NewsGoogle News