Get The App

રોહિત, પ્લીઝ યાર...', ફેન ગર્લની રિક્વેસ્ટ પર 'હિટમેન' જે કર્યું તેનો VIDEO થયો વાઈરલ

Updated: Oct 23rd, 2024

GS TEAM


Google News
Google News
રોહિત, પ્લીઝ યાર...', ફેન ગર્લની રિક્વેસ્ટ પર 'હિટમેન' જે કર્યું તેનો VIDEO થયો વાઈરલ 1 - image

Fan Girl Requesting Rohit Sharma's Autograph : હાલમાં ભારતીય ટીમ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. તેની બીજી મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે. પહેલી ટેસ્ટ જીતીને કિવી ન્યૂઝીલેન્ડની ટીમે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ સ્થિતિમાં ભારતીય ટીમ કોઈ પણ રીતે બીજી ટેસ્ટ જીતીને સીરિઝમાં બરાબરી કરવા માંગશે.

ભારતીય ટીમે મંગળવારે પુણેના સ્ટેડિયમમાં સખત પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રોહિત ડ્રેસિંગ રૂમ તરફ જતો જોવા મળે છે. આ દરમિયાન એક ફેન ગર્લ તેને ઓટોગ્રાફ આપવા વિનંતી કરે છે. જેના પર રોહિત પણ હસીને તેની વિનંતી સ્વીકારે લે છે.

આ પણ વાંચો : સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાન બન્યો પિતા, પોતાના જન્મદિવસના બે કલાક પહેલા જ થયો પુત્રનો જન્મ

વીડિયોમાં ફેન ગર્લ કહે છે કે, 'રોહિત ભાઈ પ્લીઝ યાર, મને ફોટોગ્રાફ આપી દો. મને બહુ ભૂખ લાગી છે.' આ સાંભળીને રોહિત હસતાં હસતાં કહે છે, 'હું આવું છું.' રોહિત નજીક જઈને ફેન ગર્લને ઑટોગ્રાફ આપે છે. પછી ફેન ગર્લ કહે છે કે, 'આભાર, તમે વિરાટ (કોહલી) ભાઈને પણ કહેજો કે તેની બહુ મોટી ફેન તેમણે મળવા આવી હતી.' ગર્લની આ વાત સાંભળીને રોહિત પણ હસવા લાગે છે. એ જ હસીને તેણે કહે છે કે, 'હું બોલું છું.' આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

રોહિત, પ્લીઝ યાર...', ફેન ગર્લની રિક્વેસ્ટ પર 'હિટમેન' જે કર્યું તેનો VIDEO થયો વાઈરલ 2 - image

Tags :