ટીમ કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી હોતી...: હાર્દિક પંડ્યા મુદ્દે આ શું બોલ્યો શુભમન ગિલ?

Updated: May 16th, 2024


Google NewsGoogle News
ટીમ કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી હોતી...: હાર્દિક પંડ્યા મુદ્દે આ શું બોલ્યો શુભમન ગિલ? 1 - image


Image: Facebook

Shubman Gill on Hardik Pandya: હાર્દિક પંડ્યા IPL 2024 સીઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થઈ ગયો હતો. ગુજરાત ટાઈટન્સે 2022માં પંડ્યાની કેપ્ટનશિપમાં ટાઈટલ જીત્યું હતું પરંતુ આ વર્ષે ટીમ 13 મેચમાં માત્ર 5 મેચ જ જીતી શકી. IPL 2024માં ટીમનું પરફોર્મેન્સને લઈને નવા કેપ્ટન શુભમન ગિલે કહ્યું છે કે ટીમની ફીલ્ડિંગ ખરાબ રહી. શુભમને હાર્દિક પંડ્યાની ગેરહાજરી પર પણ વાત કરી. 

હૈદરાબાદ સામે થનારી અંતિમ લીગ મેચથી પહેલા ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું, હાર્દિક ભાઈ જેવા કેલિબરનો ખેલાડી જો કોઈ પણ ટીમથી બહાર થાય છે તો તેનાથી ટીમના બેલેન્સ પર અસર પડે છે પરંતુ ટીમ સ્પોર્ટ્સની એ ખાસિયત છે કે આ કોઈ એક ખેલાડી પર નિર્ભર રહેતા નથી. ટીમે એકત્ર થઈને લાંબા સમય સુધી સતત પરફોર્મ કરવાનું હોય છે. છેલ્લી 16 સીઝનમાં જે ટીમોએ પરફોર્મ કર્યું છે, તે એક સાથે થઈને રમી છે.'

શુભમને આગળ જણાવ્યું કે એક પ્લેયર મોટી ભૂમિકા નિભાવે છે, પરંતુ ટીમ માત્ર એક ખેલાડી પર નિર્ભર રહી શકતી નથી. જે ટીમ અમુક ખેલાડીઓ પર નિર્ભર રહે છે, તેને તમે સારુ પરફોર્મ કરતા જોઈ હશે નહીં.

વર્તમાન સીઝનમાં પોતાની કેપ્ટનશિપના ચેલેન્જ પર ગિલે જણાવ્યુ, 'હુ પડકારપૂર્ણ કહીશ નહીં, પરંતુ આ ખૂબ રસપ્રદ છે. જ્યારે તમે એક પ્લેયર તરીકે આવો છો તો તમે પોતાની બેટિંગ અને ફીલ્ડિંગ પર ફોકસ કરો છો પરંતુ જ્યારે કેપ્ટનશિપ કરી રહ્યા હોવ છો તો તમને આ વાત પર પણ ધ્યાન આપવાનું હોય છે કે પ્લેયર્સ બેસ્ટ કેવી રમી શકે'.

ગિલે જણાવ્યું કે તમામ પ્લેયર્સની સાથે વાતચીત કરવી જરૂરી હોય છે. તેમને તેમના રોલ વિશે જણાવવાનું હોય છે. જે એક ચેલેન્જ છે. ગુજરાતના કેપ્ટને જણાવ્યું કે તેની ટીમનું પ્રદર્શન આ સીઝનમાં થોડું ઉપર-નીચે રહ્યું. તેઓ એક ટીમ તરીકે પરફોર્મ કરી શક્યા નહીં. ગિલે કહ્યું કે એક ટીમ તરીકે અમે જરૂરી તક પર ફીલ્ડિંગથી પોતાને નિરાશ કર્યાં. 

16 મે એ ગુજરાત ટાઈટન્સની અંતિમ મેચ હૈદરાબાદની ટીમની સાથે થવાની છે. આ મેચ હૈદરાબાદ માટે પ્લેઓફમાં પહોંચવા માટે જરૂરી છે. ગુજરાતની સામે મેચમાં જો હૈદરાબાદની ટીમ જીતે છે તો તે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ પાક્કું કરી દેશે. હૈદરાબાદની 12 મેચમાં 14 પોઈન્ટ્સ છે. ટીમ પોઈન્ટ્સ ટેબલ પર અત્યારે ચોથા નંબરે હાજર છે.


Google NewsGoogle News