Get The App

રોહિત શર્માના નામે શરમજનક રેકોર્ડ, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર સીરિઝ વચ્ચે કેપ્ટન ટીમથી 'Out'

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
રોહિત શર્માના નામે શરમજનક રેકોર્ડ, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર સીરિઝ વચ્ચે કેપ્ટન ટીમથી 'Out' 1 - image


Image: Facebook

Rohit Sharma: ઈન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા 5મી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવા જઈ રહ્યાં છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની અધ્યક્ષતા જસપ્રીત બુમરાહ કરી રહ્યો છે. રોહિત શર્માએ અંતિમ ટેસ્ટ ન રમવાનો નિર્ણય કર્યો છે. કેપ્ટન હોવા છતાં સીરિઝ વચ્ચે રોહિત શર્માએ આ નિર્ણય લીધો છે. હિટમેનના આ નિર્ણય બાદ તેના નામે શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. ટેસ્ટ સીરિઝની વચ્ચે પ્લેઈંગ 11થી બહાર થનાર પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આવું ઘણી વખત થયું છે જ્યારે રિટાયરમેન્ટ કે પછી કોઈ અંગત કારણોસર સીરિઝની વચ્ચે કેપ્ટન બદલાયા હોય પરંતુ સ્કવોડમાં રહીને પ્લેઈંગ 11 થી બહાર રહેવાની ઘટના આ પહેલી વખત છે. વર્લ્ડ ક્રિકેટમાં ચોથી વખત આવું થયું છે.

કોઈ કેપ્ટનને ઈન્ટરનેશનલ સીરિઝ દરમિયાન પ્લેઈંગ 11 થી બહાર કર્યા જવાનો પહેલો મામલો 1974 ની એશિઝ સીરિઝમાં થયો હતો જ્યારે ઈંગ્લેન્ડના માઈક ડેનેસે ચોથી ટેસ્ટથી બહાર થવાનો નિર્ણય કર્યો હતો. તેના બદલે જોન એડરિચે ટીમની કમાન સંભાળી હતી. જોકે, તેણે એડિલેડમાં આગામી ટેસ્ટમાં શાનદાર વાપસી કરી હતી. 

આ પણ વાંચો: વર્લ્ડકપ જીતાડ્યાને 6 મહિના બાદ ટીમથી બહાર, હિટમેનના ખરાબ દિવસો, 3 ટેસ્ટમાં માત્ર 31 રન કર્યા

2014 બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવું પહેલી વખત થયું છે. અંતિમ વખતે પાકિસ્તાનના મિસ્બાહ ઉલ હકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝની બહાર થવાનો નિર્ણય કર્યો હતો, તેમના બદલે શાહિદ આફરીદીએ ટીમની કમાન સંભાળી હતી. તે જ વર્ષે દિનેશ ચંડીમલે સેમીફાઈનલ અને ફાઈનલ સહિત ટી20 વર્લ્ડ કપની અંતિમ ત્રણ મેચ માટે શ્રીલંકન લાઈન-અપથી બહાર બેસવાનો નિર્ણય કર્યો. લસિથ મલિંગાએ ત્યારે કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી અને ટીમને પહેલો ટી20 વર્લ્ડ કપ ખિતાબ જીતાડ્યો હતો. 

ભારતીય ચાહકો પણ ઈચ્છશે કે રોહિત શર્માનું આ બલિદાન વ્યર્થ ન જાય અને જસપ્રીત બુમરાહ સિડની ટેસ્ટ જીતીને સીરિઝને 2-2 ની બરાબરી પર ખતમ કરે. સીરિઝ ડ્રો થવાથી ભારતની પાસે બોર્ડર ગાવસ્કર ટ્રોફી તો અકબંધ રહેશે સાથે જ ટીમ ઈન્ડિયાની WTC ફાઈનલમાં પહોંચવાની આશા પણ અકબંધ રહેશે. 


Google NewsGoogle News