Get The App

ચેમ્પિયન્સ ટ્રોફીમાં નવો વિવાદ! ઈંગ્લેન્ડના રાજનેતાઓનો અફઘાનિસ્તાન સામે રમવા ઈનકાર, કારણ ચોંકાવનારું

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફીમાં નવો વિવાદ! ઈંગ્લેન્ડના રાજનેતાઓનો અફઘાનિસ્તાન સામે રમવા ઈનકાર, કારણ ચોંકાવનારું 1 - image


Image: Facebook

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની આ વખતે પાકિસ્તાનના હાથમાં છે. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. ઈંગ્લેન્ડની ટીમ પણ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તૈયાર નજર આવી રહી છે. ટુર્નામેન્ટ શરૂ થયા પહેલા ઈંગ્લેન્ડમાં એક નવો હોબાળો શરૂ થઈ ગયો જ્યારે 160 બ્રિટિશ રાજનેતાઓના એક જૂથે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાનો બહિષ્કાર કરવાની માગ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડથી કરી નાખી. આ દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ મુદ્દે પોતાનો નિર્ણય લઈ લીધો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાનની ઈંગ્લેન્ડ સાથે ટક્કર 26 ફેબ્રુઆરીએ લાહોરમાં થવાની છે પરંતુ આ મેચ પહેલા ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ભારે દબાણમાં છે કેમ કે બ્રિટનના રાજનેતાઓએ આ મેચનું બોયકોટ કરવાની અપીલ કરી છે. આ મામલે બ્રિટિશ વડાપ્રધાન કિએર સ્ટાર્મર પણ કૂદી પડ્યાં છે. જોકે સમગ્ર મુદ્દે ECB નો પણ મત આવ્યો છે. 

કુલ મળીને ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થયા પહેલા એક નવો હોબાળો શરૂ થઈ ગયો છે. બ્રિટિશ વડાપ્રધાન કિએર સ્ટાર્મરે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) ને એક પત્ર લખ્યો છે અને કહ્યું છે કે 'અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે ત્યાં સ્વયંના નિયમ બનાવી દેવાયા છે. કુલ મળીને તાલિબાનના શાસનમાં ત્યાં વ્યાપ્ત અરાજકતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.'

લેબર સાંસદ ટોનિયા એન્ટોનિયાજીથી પત્ર મળ્યા બાદ ECB પર કાર્યવાહી કરવાનું દબાણ છે, જેની પર જેરેમી કૉર્બિન, લૉર્ડ કિનૉક અને નિગેલ ફરેજ સહિત 160થી વધુ રાજનેતાઓના એક ક્રોસ-પાર્ટી ગ્રૂપ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પત્રમાં અફઘાનિસ્તાનને તબાહ દેશ ગણવામાં આવ્યો અને ત્યાં મહિલાઓની સાથે અત્યાચાર પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 2021માં તાલિબાનના સત્તામાં પાછા ફર્યા બાદથી મહિલાઓની રમતને અસરકારકરીતે ગેરકાયદે જાહેર કરી દેવાઈ છે. પુરુષ ક્રિકેટ ટીમ આ સમયગાળામાં ઈંગ્લેન્ડની સાથે બે વખત રમી છે. તે પણ ICC ગ્લોબલ ઈવેન્ટમાં, જેમાં 2023 વનડે વર્લ્ડ કપ સામેલ છે. જ્યાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

આ પણ વાંચો: 2025માં નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચે થશે ટક્કર, ભારતમાં યોજાશે જેવલિન થ્રો ચેમ્પિયનશીપ

ECBને લખેલા પત્રમાં શું છે?

ECB ના મુખ્ય કાર્યકારી અધિકારી રિચર્ડ ગોલ્ડને સંબોધિત પત્રમાં કહેવામાં આવ્યું છે કે 'અમે ઈંગ્લેન્ડની પુરુષ ટીમના ખેલાડીઓ અને અધિકારીઓને દ્રઢતાપૂર્વક આગ્રહ કરીએ છીએ કે તે તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને યુવતીઓની સાથે થઈ રહેલા ભયાનક વ્યવહાર વિરુદ્ધ અવાજ ઉઠાવે. અમે ECBને અફઘાનિસ્તાન વિરુદ્ધ આગામી મેચનો બહિષ્કાર કરવા પર વિચાર કરવાનો પણ આગ્રહ કરીએ છીએ. જેથી એ સ્પષ્ટ સંકેત આપવામાં આવી શકે કે આ રીતે ઘૃણાસ્પદ દુર્વ્યવહારને સહન કરવામાં નહીં આવે. આપણે જાતીય ભેદભાવ વિરુદ્ધ ઊભા રહેવું જોઈએ. અમે ઈસીબીને આગ્રહ કરીએ છીએ કે તે અફઘાન મહિલાઓ અને યુવતીઓને એકતા અને આશાનો એક દ્રઢ સંદેશ આપે કે તેમની પીડાને અવગણવામાં આવી નથી.'

ECBએ મેચના બહિષ્કારનો આપ્યો જવાબ

પત્રનો જવાબ આપતાં ECBના મુખ્ય કાર્યકારી અધિકારી રિચર્ડ ગોલ્ડે બહિષ્કારના આહ્વાનને ફગાવી દીધું અને કહ્યું કે 'મહિલાઓના અધિકારો પર તાલિબાન શાસનનો સકંજો એક એવો મામલો છે જેના માટે અલગ-અલગ દેશોની એકતરફી કાર્યવાહીના બદલે સમન્વિત, આઈસીસીના નેતૃત્વવાળી પ્રતિક્રિયાની જરૂર છે.'

આ પણ વાંચો: ગૌતમ ગંભીર પર લટકતી તલવાર! BCCIએ રિપોર્ટ મંગાવ્યો, લેવાઈ શકે છે મોટો નિર્ણય

બ્રિટિશ PM એ કરી દખલગીરીની માગ

આ વલણને હવે ડાઉનિંગ સ્ટ્રીટ (બ્રિટિશ પીએમ ઓફિસ) થી સમર્થન પ્રાપ્ત થઈ ગયું છે. વડાપ્રધાનના પ્રવક્તાએ કહ્યું, 'ICCએ પોતાના નિયમોને સ્પષ્ટ રીતે લાગુ કરવા જોઈએ અને એ નક્કી કરવું જોઈએ કે તે મહિલા ક્રિકેટનું તે રીતે સમર્થન કરી રહ્યાં છે જેમ કે ECB કરે છે. તેથી અમે આ તથ્યનું સમર્થન કરીએ છીએ કે ECB આ મુદ્દે ICC ની સમક્ષ પોતાનો પક્ષ મૂકી રહ્યાં છે. તાલિબાન દ્વારા મહિલાઓ અને યુવતીઓના અધિકારોનું હનન સ્પષ્ટરીતે ભયાવહ છે. અમે આ મુદ્દે ECB ની સાથે કામ કરીશું. અમે તેમના સંપર્કમાં છીએ. આ ચેમ્પિયન્સ ટ્રોફીના સંબંધમાં આઈસીસીનો મામલો છે.'

ઈંગ્લેન્ડે 2003માં ઝિમ્બાબ્વે સામે નહોતું રમ્યું

આ સ્થિતિ 2003 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના ક્રિકેટરોની સામે આવેલી દુવિધાની યાદ અપાવે છે. જ્યારે નાસિર હુસૈનની ટીમને ઝિમ્બાબ્વેની સાથે ગ્રૂપ ચરણની મેચનો બહિષ્કાર કરવા માટે કહેવામાં આવ્યું હતું તે સમયે ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેનું શાસન હતું. આ નિર્ણય ખેલાડીઓ પર છોડવામાં આવ્યો હતો અને તેના પરિણામસ્વરૂપ અમુક સ્કોર ગુમાવી દેવાયા હતા.


Google NewsGoogle News