MS ધોની સાથે 'નજીકના મિત્ર'એ કરી 15 કરોડની છેતરપિંડી, નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
મહેન્દ્ર સિંહ ધોની સામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.
Fraud With Mahendra Singh Dhoni: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશવોશ સામે રાંચીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. મિહિર દિવાકર ધોનીના ખાસ મિત્ર છે અને બંને બિઝનેસ પાર્ટનર પણ છે. મિહિરે ધોની સાથેના ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
શું છે સમગ્ર મામલો?
અહેવાલ અનુસાર, મિહિર દિવાકરે વિશ્વભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે 2017માં એમએસ ધોની સાથે ડીલ કરી હતી. પરંતુ દિવાકરે ડીલમાં દર્શાવેલી શરતોનું પાલન કર્યુ ન હતું. આ મામલે આર્કા સ્પોર્ટ્સે ફ્રેન્ચાઈઝી ફી ચૂકવવાની હતી. કરાર હેઠળ નફો વહેંચવાનો હતો, પરંતુ ડીલના તમામ નિયમો અને શરતોને ભંગ કરવામાં આવ્યા હતા.
ધોનીને 15 કરોડનું નુકસાન થયું
મહેન્દ્ર સિંહ ધોનીને 15મી ઓગસ્ટ 2021ના રોજ આર્કા સ્પોર્ટ્સમાંથી ઓથોરિટી લેટર પાછો ખેંચી લોધી હતો. ધોની તરફથી ઘણી કાયદાકીય નોસિટ મોકલમાં આવી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નહતો. ત્યારબાદ તેમના વકીલ દયાનંદ સિંહે દાવો કર્યો કે,આર્કા સ્પોર્ટ્સે ધોની સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે તેને રૂપિયા 15 કરોડનું નુકસાન થયું છે.