Get The App

IPL 2024ની ઓપનિંગ મેચમાં ધોની સાથે જોડાયો ખાસ સંયોગ, બંને ટીમે વિશાળ સ્કોર કરી રેકોર્ડ સર્જ્યો

IPLની પહેલી જ મેચમાં બંને ટીમે મળીને કુલ 349 રન બનાવ્યા હતા

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
IPL 2024ની ઓપનિંગ મેચમાં ધોની સાથે જોડાયો ખાસ સંયોગ, બંને ટીમે વિશાળ સ્કોર કરી રેકોર્ડ સર્જ્યો 1 - image


IPL 2024: આઈપીએલ 2024ની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે શાનદાર જીત નોંધાવી હતી. સીએસકે અને આરસીબીની આ મેચ દરમિયાન એક મોટો રેકોર્ડ પણ બન્યો હતો. આ મેચમાં બંને ટીમોએ મળીને કુલ 349 રન બનાવ્યા હતા, પરંતુ કોઈ પણ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ફિફ્ટી ફટકાર્યા વિના મેચમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

છ વર્ષ બાદ આ રેકોર્ડ તૂટ્યો

અગાઉ આ રેકોર્ડ ગુજરાત લાયન્સ અને રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટના નામે હતો. 2017માં આ બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં કોઈપણ બેટર 50 રનના આંકડો સ્પર્શી શક્યો ન હતો અને તે સમગ્ર મેચમાં કુલ 343 રન થયા હતા. હવે છ વર્ષ બાદ સીએસકે અને આરસીબી વચ્ચેની મેચમાં આ રેકોર્ડ તૂટી ગયો છે. યોગાનુયોગ મહેન્દ્ર સિંહ ધોની આ બંને મેચમાં હતા.

સીએસકે અને આરસીબી વચ્ચેની મેચ કેવી રહી?

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી (21) સાથે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (35)એ ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. રજત પાટીદાર અને ગ્લેન મેક્સવેલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી યુવા અનુજ રાવત અને દિનેશ કાર્તિકે રન બનાવવાની જવાબદારી લીધી હતી. રાવતે 48 જ્યારે કાર્તિકે 38 રન બનાવ્યા હતા.

174 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સીએસકેની ટીમે પણ સારી શરૂઆત મળી હતી. આઈપીએલમાં ડેબ્યૂ કરનાર રચીન રવિન્દ્રએ 15 બોલમાં 37 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 15 રન બનાવ્યા હતા. આ પછી અજિંક્ય રહાણે 27 રન અને ડેરિલ મિશેલે 22 રનની ટૂંકી પરંતુ પ્રભાવશાળી ઈનિંગ રમી હતી. અંતે દુબે અને જાડેજાની જોડીએ 66 રનની અણનમ ભાગીદારી કરીને સીએસકેને જીત અપાવી હતી. જાડેજા 25 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા અને દુબે 34 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. આ જોડીએ આઈપીએલ 2023ની ફાઈનલમાં પણ ચેન્નાઈને જીત અપાવી હતી.

IPL 2024ની ઓપનિંગ મેચમાં ધોની સાથે જોડાયો ખાસ સંયોગ, બંને ટીમે વિશાળ સ્કોર કરી રેકોર્ડ સર્જ્યો 2 - image


Google NewsGoogle News