શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, આ ખેલાડીની અચાનક થઈ એન્ટ્રી

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, આ ખેલાડીની અચાનક થઈ એન્ટ્રી 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર 2023 શુક્રવાર

સેંચુરિયન ટેસ્ટ મેચમાં ભારતને સાઉથ આફ્રિકા સામે ઈનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ શરમજનક હાર બાદ બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

BCCIએ બીજી ટેસ્ટ મેચ માટે ઝડપી બોલર આવેશ ખાનને સામેલ કર્યા છે. આવેશ ખાને મોહમ્મદ શમીનું સ્થાન લીધુ છે. શમી ઈજાના કારણે સાઉથ આફ્રિકા સિરીઝથી બહાર થઈ ગયા હતા. આવેશ ખાને ભારત માટે આઠ વનડે અને 19 ટી20 મેચ રમીને 27 વિકેટ લીધી છે. આવેશે અત્યાર સુધીમાં કોઈ ટેસ્ટ મેચ રમી નથી.

બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), ગિલ, યશસ્વી, કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), અશ્વિન, જાડેજા, શાર્દુલ, મો. સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા, કેએસ ભરત (વિકેટ કીપર), અભિમન્યુ ઈશ્વરન, આવેશ ખાન. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાવાની છે.


Google NewsGoogle News