Get The App

ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો? કોહલી અને જાડેજા બાદ વધુ એક ખેલાડીના બહાર થવાની સંભાવના

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો? કોહલી અને જાડેજા બાદ વધુ એક ખેલાડીના બહાર થવાની સંભાવના 1 - image


Image Source: Facebook

નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગશે તેવુ નજર આવી રહ્યુ છે. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થવાના કારણે નુકસાન વેઠી રહેલી ભારતીય ટીમને શ્રેયસ અય્યરના તરીકે વધુ એક ઝટકો લાગી શકે છે. રિપોર્ટ અનુસાર શ્રેયસ અય્યર સીરિઝના અંતિમ ત્રણ ટેસ્ટ મેચથી બહાર થઈ શકે છે. કહેવાય રહ્યુ છે કે શ્રેયસે પ્રેક્ટિસ દરમિયાન પીઠ જકડાઈ જવાની અને ગ્રોઈન ઈજાઓની ફરિયાદ કરી છે જે બાદ ન માત્ર ત્રીજી ટેસ્ટમાં પરંતુ સમગ્ર સિરીઝથી તેમના બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યુ છે. 

શુક્રવારે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત

જાણકારી અનુસાર વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ પૂરી થયા બાદ ટીમના તમામ ખેલાડીઓની પ્લેઈંગ કિટ રાજકોટ પહોંચાડી દેવામાં આવી પરંતુ શ્રેયસ અય્યરની કિટ રાજકોટ પહોંચી નથી. તેમની કિટને મુંબઈમાં તેમના ઘરે મોકલી દેવાઈ છે. અય્યરની ઈજાના કારણે આગલી ત્રણ ટેસ્ટ માટે ટીમની જાહેરાત ટાળવામાં આવી રહી હતી પરંતુ હવે શુક્રવારે ટીમની જાહેરાત થઈ શકે છે.

IPLમાં વાપસીની શક્યતા

રિપોર્ટ અનુસાર શ્રેયસ અય્યરને એનસીએમાં મોકલવાની તૈયારી છે. આ ઈજાના કારણે શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ સામે બચેલી ત્રણેય ટેસ્ટ મેચથી બહાર થઈ શકે છે. જોકે આગલા મહિને શરૂ થનારી IPLમાં તેમની વાપસીની શક્યતા છે. શ્રેયસ અય્યર ગયા વર્ષે પણ બેક ઈજાથી પરેશાન હતા જે બાદ તેમની સર્જરી થઈ હતી. અય્યરે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયા કપ દ્વારા ટીમમાં વાપસી કરી હતી.

અય્યરના રિપ્લેસમેન્ટ પર વિચાર કરશે સેલેક્ટર્સ

શ્રેયસ અય્યર જો સિરીઝથી બહાર થાય છે તો સેલેક્ટર્સને તેમનું રિપ્લેસમેન્ટ શોધવુ પડશે. ટીમ ઈન્ડિયાને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલાથી જ જાડેજા અને રાહુલ તરીકે બે ઝટકા લાગી ગયા હતા. જાડેજા અને રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટ રમ્યા નહોતા. વિરાટ કોહલીએ અંગત કારણનો હવાલો આપતા બ્રેક માંગ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટમાં કોહલી, જાડેજા, રાહુલ અને અય્યર ન હોવાથી ભારતીય ટીમ કમજોર થતી નજર આવી રહી છે.


Google NewsGoogle News