Get The App

ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ક્રિકેટરની નિવૃત્તિની જાહેરાત, 187 ટેસ્ટ મેચમાં 700 વિકેટ ખેરવી ચૂક્યો છે

Updated: May 11th, 2024


Google NewsGoogle News
ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ક્રિકેટરની નિવૃત્તિની જાહેરાત, 187 ટેસ્ટ મેચમાં 700 વિકેટ ખેરવી ચૂક્યો છે 1 - image


Image: Facebook

James Anderson​ Retirement: ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 41 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી છે. લોર્ડ્સમાં આયોજિત વેસ્ટ ઈન્ડિસ સામેની સીરિઝમાં તે છેલ્લી ટેસ્ટ મેચ રમશે. એન્ડરસને 2003માંથી આ જ ગ્રાઉન્ડમાંથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે 187 મેચમાં 700 વિકેટ ખેરવી ચૂક્યો છે. આ સિદ્ધિ મેળવનારો તે વિશ્વનો એકમાત્ર ફાસ્ટ બોલર છે. આ વર્ષે ભારતમાં ધર્મશાલામાં આયોજિત ટેસ્ટમાં કુલદીપ યાદવને આઉટ કરીને એન્ડસરને 700 વિકેટ પૂરી કરી હતી.

એન્ડરસન લેશે સંન્યાસ

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 987 વિકેટ લેનાર ઈંગ્લેન્ડનો મહાન બોલર જેમ્સ એન્ડરસન આગામી ઘરેલુ સિઝન બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવા માટે તૈયાર છે. આ માહિતી બ્રિટીશ મીડિયાના અહેવાલોમાં અપાઈ છે. આ અંગે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમે જણાવ્યું કે ‘હું ઓસ્ટ્રેલિયામાં 2025-26 એશીઝને ધ્યાનમાં રાખીને ભવિષ્ય તરફ જોઈ રહ્યો છું. આ દરમિયાન 41 વર્ષીય એન્ડરસનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પૂર્ણ થવાની છે.’ 

700 ટેસ્ટ વિકેટ લઈ ચૂકેલો એન્ડરસન

ઈંગ્લેન્ડ આ વર્ષે ઘરેલુ મેદાન પર વેસ્ટઈન્ડિઝ અને શ્રીલંકા સામે ટેસ્ટ રમવા માટે તૈયાર છે અને તેમાંથી એક મેચ તેના ઘરેલુ મેદાન ઓલ્ડ ટ્રેફર્ડ પર હશે.તે મેચ જમણા હાથના બોલર માટે છેલ્લી હોઈ શકે છે. જેમ્સ એન્ડરસને મે 2003માં શરૂ થયેલી કારકિર્દીમાં ઈંગ્લેન્ડ માટે 194 વનડે અને 19 ટી20ની સાથે 187 ટેસ્ટ રમી છે. જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટની સાથે સૌથી વધુ વિકેટ લેનારની લિસ્ટમાં તે શેન વોર્ન અને શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન બાદ ત્રીજા સ્થાને છે.

જેમ્સ એન્ડરસનના રેકોર્ડ્સ

જેમ્સ એન્ડરસને ઈંગ્લેન્ડ માટે 194 વનડે મેચમાં 29.22 ની બોલિંગ સરેરાશથી 269 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 23 રન આપીને 5 વિકેટ રહ્યું છે. જેમ્સ એન્ડરસને અત્યાર સુધી 187 ટેસ્ટ મેચમાં 26.53ની બોલિંગ સરેરાશથી 700 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો બેસ્ટ બોલિંગ દેખાવ 42 રન આપીને 7 વિકેટ રહ્યો છે. ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જેમ્સ એન્ડરસને 19 મેચમાં 30.67ની બોલિંગ સરેરાશથી 18 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો બેસ્ટ બોલિંગ દેખાવ 23 રન આપીને 3 વિકેટ છે.


Google NewsGoogle News