ભારતની T20 ટીમથી 7 મોટા નામ ગાયબ, સ્ટાર ખેલાડીઓને ન મળી જગ્યા, 2 નામ ચોંકાવનારા
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી 2023 સોમવાર
ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી ત્રણ મેચોની T20 સીરીઝમાં રમવાનું છે. આ સીરીઝ માટે સેલેક્ટર્સે 7 જાન્યુઆરી રવિવારે 16 સભ્યની ટીમનું એલાન કર્યું. રોહિત શર્માની કેપ્ટન તરીકે ફરીથી T20 ટીમમાં વાપસી થઈ જ્યારે વિરાટ કોહલીને પણ સેલેક્ટર્સે સ્થાન આપ્યુ. આ ટીમમાં 7 મોટા નામ ગાયબ છે. આમાંથી બે નામ તો ચોંકાવનારા છે.
અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયા આગામી અઠવાડિયાથી ત્રણ મેચોની T20 સીરીઝ રમશે. છેલ્લા ઘણા દિવસોથી ટીમ પસંદગીને લઈને સતત ચર્ચા થઈ રહી હતી. સૌથી વધુ વાત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને થઈ. આ બંને પર સેલેક્ટર્સે એકવાર ફરીથી વિશ્વાસ મૂક્યો છે. સંજૂ સેમસનની પણ વિકેટકીપર તરીકે ટી20માં વાપસી થઈ. આ સૌની વચ્ચે 7 મોટા નામ આ ટીમમાં નજર આવ્યા નહીં જેમાંથી બે ખેલાડી ઈજાગ્રસ્ત છે જ્યારે બે ને આરામ આપવાનો નિર્ણય લેવાયો છે.
T20 ટીમથી 7 મોટા નામ ગાયબ
ટી20 ટીમની જાહેરાત પહેલા જ ખબર આવી ગઈ હતી કે સાઉથ આફ્રિકામાં કેપ્ટનશિપ કરનાર સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થવાના કારણે સિલેક્ટ થશે નહીં. આ સિવાય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જે વનડે વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા તે પણ ટીમનો ભાગ હશે નહીં. અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આરામ અપાશેની જાણકારી આવી હતી.
અફઘાનિસ્તાન સામે ટીમમાં ઈશાન કિશનનું નામ ન હોવુ ચોંકાવનારુ છે. તેમના અંગે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલને અફઘાનિસ્તાન સામે તક ન આપવી પણ ચોંકાવનારુ છે. કેએલ રાહુલે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝમાં સદી ફટકારી હતી અને તેઓ ટી20ના સારા ખેલાડી છે.
અફઘાનિસ્તાન સામે સીરીઝમાં બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ બદલાયેલો નજર આવશે. યુજવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા અને આર.અશ્વિનને મોકો નહીં મળે. સ્પિનની જવાબદારી અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈની પાસે છે. ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર જેવા યુવા ખેલાડીઓ પર ભરોસો વ્યક્ત કરાયો છે.
અફઘાનિસ્તાન સામે ભારતની T20 ટીમ
ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વાય જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વાય સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર હશે.