IPL 2025: રીલીઝ થયેલા બોલર્સમાં પાંચ સૌથી ચોંકાવનારા નામ, સૌ કોઈને હતી રિટેનની આશા
IPL 2025: આઈપીએલ 2025 પહેલા તમામ ફ્રેન્ચાઇઝીએ 31 ઓક્ટોબર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની હતી. જેમાં 10 ફ્રેન્ચાઇઝીએ કુલ 46 ખેલાડીઓને રિટેન કર્યા છે. IPLમાં ભલે ફ્રેન્ચાઈઝી બોલરોને પ્રાથમિકતા આપે છે, પરંતુ ત્રણ સૌથી મોટી રકમ બેટરોને આપવામાં આવી છે. તો અહીં એવા કેટલાક નામો બહાર આવ્યા છે, જેને રિટેન થવાની આશા હતી.
મોહમ્મદ સિરાજ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
મોહમ્મદ સિરાજ ભારત માટે વનડે, ટેસ્ટ અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં રમે છે. જસપ્રીત બુમરાહની સાથે સિરાજ એકમાત્ર એવો ભારતીય બોલર છે જે ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે. યશ દયાલને રિટેન કરનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સિરાજને છોડી દીધો.
આ પણ વાંચો : IPL 2025 પહેલા વિવાદના એંધાણ! KKRને આ નિયમ સામે વાંધો, BCCIને કરી ફરિયાદ
ભુવનેશ્વર કુમાર- સનરાઇઝર્સ હૈદરાબાદ
ભુવનેશ્વર કુમાર લાંબા સમયથી સનરાઇઝર્સ હૈદરાબાદનો હિસ્સો રહ્યો હતો. IPLમાં સતત બે સિઝનમાં પર્પલ કેપ જીતનાર ભુવી બોલને બંને રીતે સ્વિંગ કરે છે. છેલ્લી મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝી તેને રિટેન કરી રહી હતી. પરંતુ આ વખતે તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો.
મોહમ્મદ શમી- ગુજરાત ટાઇટન્સ
ભારતીય ટીમના મેઈન ફાસ્ટ બોલર મોહમ્મદ શમી એક વર્ષથી ઈજાગ્રસ્ત છે. તે IPLની છેલ્લી સિઝન પણ રમ્યો ન હતો. જોકે, આગામી સિઝન પહેલા તે ફિટ થઈ જશે તેવી પૂરી આશા છે. ત્યાર બાદ પણ ગુજરાતે શમીને રિટેન નહોતો કર્યો.
યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ ઈતિહાસનો સૌથી સફળ બોલર છે. તેના સિવાય કોઈ બોલરના નામે 200 વિકેટ નથી. ચહલ કોઈપણ પરિસ્થિતિમાં બેટરોને પરેશાન કરવાની શક્તિ ધરાવે છે. રાજસ્થાને ચહલને કેમ રિટેન ન કર્યો, તેના પર મોટો સવાલ થઈ રહ્યો છે.
અર્શદીપ સિંહ- પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સે હરાજી પહેલા માત્ર બે ખેલાડીઓને રિટેન કર્યા છે. આમાં અર્શદીપ સિંહનું નામ નથી. હાલમાં અર્શદીપ ટી20માં ભારતનો મુખ્ય બોલર છે. વર્લ્ડ કપ જીતના હીરોનો સમાવેશ થાય છે. એ પછી પણ તેને રિટેન ન કરવો તે પણ એક સવાલ છે.