IND vs SA: ભારતે 135 રનથી સાઉથ આફ્રિકાને હરાવ્યું, સંજૂ-તિલકે રચ્યો ઈતિહાસ
India Vs South Africa : જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20I મેચમાં ભારતીય ટીમની 135થી ભવ્ય જીત થઈ છે. ભારતે 20 ઓવરમાં માત્ર એક વિકેટના નુકસાને 283 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 148 રન જ બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે.
T20 ઇન્ટરનેશનલમાં પૂર્ણ સભ્ય દેશોની ટીમની ઇનિંગ્સમાં સદી ફટકારનારી પ્રથમ જોડી બની
તિલક વર્માએ અણનમ 120 રન બનાવ્યા, જ્યારે સેમસન 109 રન બનાવીને અણનમ રહ્યો અને બંનેએ બીજી વિકેટ માટે માત્ર 86 બોલમાં 210 રન જોડ્યા. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે આ સૌથી મોટી ભાગીદારી છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે 283/1નો સ્કોર કર્યો હતો. બાંગ્લાદેશ સામે 297/6 પછી આ ભારતનો બીજો સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય સ્કોર છે.
છઠ્ઠી ઓવરમાં ભારતનો સ્કોર 73/1 થવા પર તિલક વર્મા અને સંજુ સેમસન ક્રીઝ પર આવ્યા હતા. બંનેએ પોતપોતાની ઈનિંગ દરમિયાન રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે સેમસને 9 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે તિલક ઇનિંગ દરમિયાન 10 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. સેમસને 51 બોલમાં અને તિલકે 41 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સંજુ સેમસન અને તિલક વર્મા અંત સુધી અણનમ રહ્યા હતા.
આ પહેલા T20Iમાં એક જ ઈનિંગમાં બે સદી ફટકારવાની સિદ્ધિ માત્ર એક જ વાર બની હતી. આ વર્ષની શરૂઆતમાં જાપાને ફેબ્રુઆરીમાં ચીન સામેની T20 મેચમાં બે સદી ફટકારી હતી. એક જ ટીમ માટે T20માં એક ઇનિંગ્સમાં બે સદી ફટકારવાની આ માત્ર 7મી સિદ્ધિ છે.