Get The App

IND VS AUS : બુમરાહે સિડનીમાં રચ્યો ઈતિહાસ, 47 વર્ષ બાદ તૂટ્યો બિશન બેદીનો રેકૉર્ડ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
IND VS AUS : બુમરાહે સિડનીમાં રચ્યો ઈતિહાસ, 47 વર્ષ બાદ તૂટ્યો બિશન બેદીનો રેકૉર્ડ 1 - image


India vs Australia, Jaspreet Bumrah:  ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈતિહાસ રચતા પાંચમી અને છેલ્લી ટેસ્ટના બીજા દિવસે બોલથી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા બુમરાહે પહેલા સેશનની શરૂઆતમાં જ માર્નસ લાબુશેનની મોટી વિકેટ ખેરવી હતી. તેણે ઓસ્ટ્રેલિયામાં એક સીરિઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે 47 વર્ષ બાદ દિગ્ગજ બિશન સિંહ બેદીનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. 

બુમરાહનો તરખાટ

31 વર્ષીય બુમરાહ આ સીરિઝમાં સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે અને તેણે એકલા હાથે ભારતને ઘણી વખત મેચમાં વાપસી કરાવી છે. તેણે પહેલા દિવસે ઉસ્માન ખ્વાજાની વિકેટ લીધી હતી. બીજા દિવસે સવારે લાબુશેન તેના બોલ પર આઉટ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને સ્ટમ્પની પાછળ ઋષભ પંતના હાથમાં બોલ મારી દીધો હતો અને સિરીઝની નિર્ણાયક મેચમાં તે માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ વિકેટ સાથે બુમરાહે સીરિઝમાં પોતાની વિકેટોની સંખ્યા વધારીને 32 કરી નાખી અને બેદીનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. બેદીએ 1977/78માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં 31 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયામાં એક સીરિઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ

32 વિકેટ- જસપ્રીત બુમરાહ- 2024/25

31 વિકેટ- બિશન બેદી- 1977/78

28 વિકેટ- બીએસ ચંદ્રશેખર- 1977/78

25 વિકેટ- ઈએએસ પ્રસન્ના- 1967/68

25 વિકેટ- કપિલ દેવ- 1991/92

આ પણ વાંચો: IND VS AUS : ભવિષ્યમાં કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? રોહિત શર્માએ આપ્યા સંકેત

બુમરાહ ડર્યા કાંગારુ

બુમરાહ પોતાની સતત પાંચ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો માટે સૌથી ખરાબ સ્વપ્ન રહ્યો છે. 31 વર્ષીય બોલરે સીરિઝમાં ત્રણ વખત પાંચ વિકેટ ઝડપી છે. તે કાંગારૂ બેટ્સમેનોને ડરાવવામાં સફળ રહ્યો છે. 


Google NewsGoogle News