વિરાટ અને ધોનીને કારણે ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓની કારકિર્દી પતી ગઈ! સતત અવગણના કરી...

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
વિરાટ અને ધોનીને કારણે ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓની કારકિર્દી પતી ગઈ! સતત અવગણના કરી... 1 - image


MS Dhoni and Virat Kohli's Captaincy: વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા કેપ્ટને ભારતીય ક્રિકેટ ટીમને ઐતિહાસિક ક્ષણો આપી છે. ધોની અને કોહલીએ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળી ત્યારે બંને સામે જ અનેક મોટા પડકાર હતા. જેમ કે યુવાનોને તક આપવી અને ભવિષ્ય માટે ટીમનું નિર્માણ કરવું. પરંતુ શું તમે જાણો છો કે આ દરમિયાન વિરાટ અને ધોનીએ કેટલાક ખેલાડીઓની હંમેશા અવગણના કરી, જેના કારણે તેમની કારકિર્દી અણધારી રીતે પતી ગઈ. તો ચાલો આ 4 કમનસીબ ક્રિકેટર્સ પર એક નજર કરીએ...

1. અંબાતી રાયડૂ

ભારતનો શ્રેષ્ઠ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂ ટીમ ઈન્ડિયામાં નંબર 4 પર બેટિંગ કરવાનો પ્રબળ દાવેદાર હતો. 2019ના વર્લ્ડ કપમાં આ ખેલાડીને અચાનક જ સિલેક્ટર્સે ટીમમાંથી બહાર કરી દીધો હતો. ત્યારબાદ અંબાતી રાયડૂએ આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કરતા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસનું એલાન કરી દીધુ. ICC વર્લ્ડ કપ 2019 દરમિયાન અંબાતી રાયડૂના સ્થાન પર વિજય શંકરને ટીમ ઈન્ડિયામાં સામેલ કરતા મુખ્ય સિલેક્ટર્સ MSK પ્રસાદે કહ્યું હતું કે, વિજય શંકર ટીમને 3D વિકલ્પ (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ) પ્રદાન કરશે. આ નિવેદન બાદ અંબાતી રાયડૂએ સિલેક્ટર્સ પર ટોણો મારતા ટ્વીટ કરતા લખ્યું હતું કે, મેં વર્લ્ડ કપ જોવા માટે 3D ચશ્માની પેર ઓર્ડર કરી છે. ત્યારબાદ રાયડૂને વિજય શંકર અને શિખર ધવન ઈજાગ્રસ્ત હોવા છતાં ટીમમાં તક નહોતી મળી. વિરાટ કોહલીએ પણ અંબાતી રાયડૂની અવગણના કરી.

2. અમિત મિશ્રા

એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં અમિત મિશ્રાના નામની ખૂબ ચર્ચા થતી હતી. આ લેગ સ્પિનર ​​ખૂબ જ જોરદાર બોલિંગ કરી રહ્યો હતો, પરંતુ તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એ તક ન આપી જે અમિત મિશ્રાને મળવી જોઈતી હતી. અમિત મિશ્રાએ ભારતીય ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટમાં બોલિંગ કરી હતી. અમિતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. અમિત મિશ્રાએ 22 ટેસ્ટ મેચમાં 76 વિકેટ ઝડપી હતી. જ્યારે વન ડેમાં વર્ષ 2003માં સાઉથ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે 36 ODI મેચોમાં 4.73ની ઈકોનોમી સાથે 64 વિકેટ ખેરવી હતી. 10 T20 ઈન્ટરનેશનલ મેચમાં 16 વિકેટ ઝડપી હતી પરંતુ વાત અહીં જ આવીને અટકી ગઈ કે આ ખેલાડી એવા કમનસીબ ખેલાડીઓની લિસ્ટમાં સામેલ રહ્યો જેને કેપ્ટન દ્વારા પૂરતી તક આપવામાં નહોતી આવી. તમને જાણીને નવાઈ લાગશે કે આ ખેલાડીએ છેલ્લી ODI સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો હતો. હવે તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે કેપ્ટને તેને ફોર્મમાં રહેતા જ ટીમમાંથી બહાર કરી દીધો હતો અને આજ સુધી તેને લેવામાં નથી આવ્યો.

3. મનોજ તિવારી

મનોજ તિવારીનું નામ સાંભળીને તમારા મગજમાં ભોજપુરી સ્ટારની તસવીર યાદ આવતી હશે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમમાં આ નામના એક ખેલાડીએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. સ્ટાર ખેલાડી મનોજ તિવારીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો હતો. મનોજ તિવારીએ વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ મનોજ તિવારીએ કંઈ ખાસ પ્રદર્શન નહોતું કર્યું. મનોજ તિવારી 12 ODI મેચોમાં બોલિંગ કરતી વખતે 26.09 ની એવરેજથી માત્ર 287 રન જ બનાવી શક્યો, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 104 રન રહ્યો હતો. એ જ રીતે મનોજ તિવારીએ પણ વર્ષ 2011માં T-20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ ત્રણ મેચોમાં જ તે બહાર થઈ ગયો હતો. 

4 વરુણ આરોન

ભારતીય ક્રિકેટ ટીમનો બોલર વરુણ આરોનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી પણ ખૂબ જ જલ્દી ખતન થઈ ગઈ. વરુણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતા 66 મેચમાં બોલિંગ કરતા 173 વિકેટ પોતાના નામે કરી છે. સિલેક્ટર્સે વરુણને  ભારતીય ક્રિકેટ ટીમમાં એન્ટ્રી આપી પરંતુ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને પૂરતી તક ન આપી. 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. 9 ટેસ્ટ મેચમાં 18 વિકેટ ઝડપી છે. 2011માં ઈંગ્લેન્ડ સામે વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું. 9 ODI મેચમાં 11 વિકેટ ઝડપી છે. વર્ષ 2015માં ભારતીય ક્રિકેટ ટીમમાંથી તેને બહાર કરી દેવામાં આવ્યો હતો અને આ ખેલાડીને ફરી ક્યારેય તક ન મળી શકી. 


Google NewsGoogle News