Get The App

T20 World Cup 2024માં 3 ખેલાડીઓનું રમવું મુશ્કેલ, ભારતનો આ સ્ટાર બેટર પણ લીસ્ટમાં સામેલ

ભારતીય ટીમ મેનેજમેન્ટ અન્ય સ્પિન વિકલ્પો વિચારી રહ્યું છે

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
T20 World Cup 2024માં 3 ખેલાડીઓનું રમવું મુશ્કેલ, ભારતનો આ સ્ટાર બેટર પણ લીસ્ટમાં સામેલ 1 - image
Image:IANS

ICC T20I World Cup 2024 : ભારતીય ક્રિકેટ ટીમે ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ફાઈનલ મેચમાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે વર્ષ 2024માં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં T20 World Cup 2024 રમાનાર છે. આવતા વર્ષે રમાનાર T20 World Cupમાં ભારતીય ક્રિકેટ ટીમના કેટલાંક સિનિયર ખેલાડીઓનું રમવું થોડું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. આ ખેલાડીઓએ છેલ્લા 15 વર્ષથી ભારતીય ક્રિકેટ પર રાજ કર્યો છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ અન્ય સ્પિન વિકલ્પો વિચારી રહ્યું છે

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું છે. અશ્વિનની ઉંમર 37 વર્ષથી વધુ થઇ ચુકી છે. તે વ્હાઈટ બોલ ક્રિકેટ વધુ નથી રમી રહ્યું પરંતુ છેલ્લા 2 વર્લ્ડકપમાં તેણે ભારતીય ટીમમાં સામેલ કરવમાં આવ્યો હતો. તેણે T20 World Cup 2022 અને ODI World Cup 2023 માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ હવે T20I World Cup 2024માં અશ્વિનનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.કારણ કે મેનેજમેન્ટ કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈ જેવા સ્પિનર્સ પર વિચાર કરી રહ્યું છે.

T20 સિરીઝમાં હાર્દિકને કેપ્ટનશીપ સોંપવામાં આવે છે

આ લીસ્ટમાં બીજું નામ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું છે. રોહિતની ઉમર 35 વર્ષથી વધુ થઇ ગઈ છે. જો કે તે હાલ સત્તાવાર રીતે T20 ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન છે. પરંતુ છેલ્લી કેટલીક T20I સિરીઝથી રોહિતને આરામ આપી હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી રહી છે. જો કે ઓસ્ટ્રેલિયા સામે રમાનારT20I સિરીઝમાં હાર્દિકના ઈજાગ્રસ્ત હોવાના કારણે સૂર્યકુમાર યાદવને આ જવાબદારી સોંપવામાં આવી છે.

લીસ્ટમાં આ દિગ્ગજ પણ સામેલ 

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું નામ આ લીસ્ટમાં ત્રીજા નંબરે છે. વિરાટની ઉંમર પણ 35 વર્ષથી વધારે છે. જો કે તેની ફોર્મ અને ફિટનેસ જબરદસ્ત છે. પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ છેલ્લી કેટલીક T20I સિરીઝથી વિરાટને આરામ આપી રહ્યું છે. મેનેજમેન્ટ વિરાટની જગ્યાએ અન્ય વિકલ્પો શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં શક્ય છે કે વિરાટ કોહલી પણ આગામી T20 World Cupનો ભાગ ન બને. જો કે રોહિત શર્મા અને વિરાટ કોહલી આગામી T20 World Cupમાં નહીં રમે તેની હજુ કોઈ ખાતરી નથી, પરંતુ આ ત્રણ ખેલાડીઓમાં રવિચંદ્રન અશ્વિનનું રમવું સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે.

T20 World Cup 2024માં 3 ખેલાડીઓનું રમવું મુશ્કેલ, ભારતનો આ સ્ટાર બેટર પણ લીસ્ટમાં સામેલ 2 - image


Google NewsGoogle News