Get The App

આર્થિક સંકડામણથી ત્રાસી ગયા પાકિસ્તાનના 3 સ્ટાર ખેલાડી, હવે રાજકીય શરણ માગી, આજીવન બૅન લાગ્યો

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
Pakistan Hockey Team


Pakistan Hockey Players Ban : પાકિસ્તાનના ત્રણ હોકીના ખેલાડી અને એક ફિઝિયોથેરાપિસ્ટ પર પાકિસ્તાન હોકી મહાસંઘની (Pakistan Hockey Federation) જાણકારી બહાર ભાગીને   યુરોપિયન દેશોમાં જવાનો પ્રયાસ કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાસ્તવમાં, તેનું કારણ પાકિસ્તાની હોકીની આર્થિક સ્થિતિ પણ છે, આ સાથે ખેલાડીઓને ભથ્થાં મળવામાં વિલંબ થવાનું બહાર આવ્યું છે.

PHFના મહાસચિવે જાણકારી આપી 

PHFના મહાસચિવ રાણા મુજાહિદે આજે (29 ઑગસ્ટે) પુષ્ટિ કરતા કહ્યું હતું કે, 'મુર્તઝા યાકુબ, ઇહતેશામ અસલમ અને અબ્દુર રહેમાન ફિઝિયોથેરાપિસ્ટ વકાસ સાથે ગયા મહિને નેશન્સ કપ માટે નેધરલેન્ડ અને પોલેન્ડ ગયા હતા.'

આ પણ વાંચો : IPL Auction: કોણ છે આ ખેલાડી, જેને મુંબઈ રીલિઝ કરશે તો અનેક ટીમો 50 કરોડમાં પણ ખરીદવા તૈયાર

PHFની નાણાકીય સ્થિતિ ઘણી પડકારજનક

પૂર્વ ઓલિમ્પિયને સ્વીકાર્યું કે, PHFની નાણાકીય સ્થિતિ ઘણી પડકારજનક હતી. ખેલાડીઓને તેમના પ્રવાસ ભથ્થા અને દૈનિક નિર્વાહની ચૂકવણીમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ રાષ્ટ્રીય ટીમ છોડવાનું અને દેશની બદનામીનું કારણ હોઈ શકે નહીં.

પાકિસ્તાનની હોકી ટીમ માટે નિરાશાજન બાબત

મુજાહિદે કહ્યું કે, 'જ્યારે ટીમ સ્વદેશમાં પરત આવી ત્યારે અમે એશિયા ચેમ્પિયન ટ્રોફીને લઈને ટ્રેનિંગ કેમ્પની જાહેરાત કરી તો, ત્રણેયે અમને જણાવ્યું હતું કે, ઘરેલું સમસ્યાઓના કારણે તે કેમ્પમાં ભાગ લઈ શકશે નહીં. અમને જાણવા મળ્યું કે તેમણે ટીમને આપવામાં આવેલા શેંગેન વિઝા પર ફરી એકવાર હોલેન્ડ (નેધરલેન્ડ) ગયા હતા અને ત્યાં તેણે રાજકીય શરણ માંગી હતી.પાકિસ્તાનની હોકી ટીમ માટે નિરાશાજન બાબત હતી, જેનાથી આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા માટે યુરોપિયન દેશોમાં વિઝા અર્થે અરજી કરવામાં મુશ્કેલી ઊભી થશે.'

આ પણ વાંચો : Virat Kohli Video: ક્રિકેટમાં 'ભગવાન' પછી હું જ છું, ગિલ ક્યારેય વિરાટ નહીં બની શકે, કોહલીનો ફેક વીડિયો વાયરલ

ગૃહ અને વિદેશ મંત્રાલયને કાર્યવાહી કરવા જણાવ્યું

તેમણે કહ્યું કે, 'PHFએ આજીવન પ્રતિબંધને મંજૂરી આપી દીધી છે. PHF પ્રમુખને પાકિસ્તાન કોન્સ્યુલેટ દ્વારા તેમને શિસ્તભંગની કાર્યવાહી માટે પરત લાવવાના પ્રયાસો કરવા કહેવામાં આવ્યું છે.' આ દરમિયાન મુજાહિદે કહ્યું, 'અમે પહેલાથી જ ગૃહ અને વિદેશ મંત્રાલયને આગળની કાર્યવાહી માટે જાણ કરી દીધી છે.'

આર્થિક સંકડામણથી ત્રાસી ગયા પાકિસ્તાનના 3 સ્ટાર ખેલાડી, હવે રાજકીય શરણ માગી, આજીવન બૅન લાગ્યો 2 - image


Google NewsGoogle News