હિટમેનને ઓવરસ્પીડિંગ કરવું પડ્યું ભારે, પોલીસે 3 મેમો ફટકાર્યા, હાઇવે પર લક્ઝરી કાર 200 કિમીની ઝડપે દોડાવી

મુંબઈથી પુણે જતી વખતે રોહિત શર્માએ કારને 200 કિમી પ્રતિ કલાકથી વધુની સ્પીડે ચાલવી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
હિટમેનને ઓવરસ્પીડિંગ કરવું પડ્યું ભારે, પોલીસે 3 મેમો ફટકાર્યા, હાઇવે પર લક્ઝરી કાર 200 કિમીની ઝડપે દોડાવી 1 - image


Traffic Challans Rohit Sharma: વર્લ્ડકપ વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ચર્ચામાં આવ્યા છે. હિટમેન પર પોલીસે ત્રણ મેમો જારી કર્યા છે. મામલો એવો છે કે, હાઇવે પર રોહિત શર્મા તેની લક્ઝરી કાર 200 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે ચલાવવી હતી, જે ઓવરસ્પીડિંગ કરવું હિટમેનને મોંઘુ પડ્યું છે. પાકિસ્તાન સામેની મેચ પૂરી કરી બે દિવસ માટે તે મુંબઈ આવ્યો હતો. બાંગ્લાદેશ સામેની મેચ પુણે યોજાવાની છે ત્યારે મુંબઈથી પુણે જતી વખતે રોહિત શર્માએ કારને 200 કિમી પ્રતિ કલાકથી વધુની સ્પીડે ચાલવી હતી.

રોહિત શર્મા સામે ત્રણ ટ્રાફિક ચલણ

ટ્રાફિક અધિકારીઓના અહેવાલો અનુસાર, રોહિત શર્મા મુંબઈ-પુણે એક્સપ્રેસવેથી મુંબઈથી પૂણેની મુસાફરી કરી હતી. હાઈવે પર સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક હતી, પરંતુ રોહિતે કાર 200 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ભગાવી હતી. વધુમાં અધિકારી દ્વારા જાણવામાં આવ્યું કે, ઝડપ અને નિયમો તોડવાને કારણે રોહિત શર્મા સામે ત્રણ ઓનલાઈન ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યા હતા.

આજે ભારત બાંગ્લાદેશ વચ્ચે ટક્કર 

એવામાં આજે ભારતની ટીમ બાંગ્લાદેશ સામે ટકરાવાની છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હેડ ટૂ હેડ વનડે મેચોની વાત કરીએ તો ભારતીય ટીમનું પલડું ભારે છે. ભારતે અત્યાર સુધી 31 મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે જયારે તેને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે પુણેમાં મુકાબલો થશે. પુણેની પિચ બેટ્સમેનોને વધુ મદદરૂપ હોય છે.  


Google NewsGoogle News