IND vs ENG: બીજા દિવસની રમત પૂર્ણ, બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર 28/0, જાણો શું છે ટીમ ઇન્ડિયાની લીડ

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
IND vs ENG: બીજા દિવસની રમત પૂર્ણ, બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર 28/0, જાણો શું છે ટીમ ઇન્ડિયાની લીડ 1 - image


નવી દિલ્હી,તા. 3 ફેબ્રુઆરી 2024, શનિવાર 

IND vs ENG 2nd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટમમમાં રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસના અંતે ભારતની બીજી બેટિંગ આવી ગઈ છે. બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર બીજી ઈનિંગમાં કોઈપણ નુકસાન વિના 28 રન છે. 

ટેસ્ટના પ્રથમ દિવસની જયસ્વાલની યશસ્વી ઈનિંગના જોરે ભારે મજબૂત સ્થિતિમાં હતુ. આજે જયસ્વાલે ક્રિકેટ ઈતિહાસની પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી છે. જયસ્વાનની બેવડી સદીના જોરે પ્રથમ દાવમાં ભારતે 396 રન બનાવ્યા હતા. જવાબમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત મજબૂત રહી હતી પરંતુ મિડલ ઓર્ડરમાં બૂમરાહના તરખાટે અંગ્રેજી ટીમને ઘરભેગી કરી હતી. 

ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં માત્ર 253 રનમાં જ ઓલઆઉટ થઈ હતી અને ભારતને પ્રથમ દાવમાં 143 રનની લીડ મળી હતી. આ ઈનિંગમાં જસપ્રીત બુમરાહે છ વિકેટ લીધી હતી. આ સિવાય કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને ફાળે પણ એક વિકેટ આવી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલીએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. તેના સિવાય ઈંગ્લેન્ડનો અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. 47 રન બનાવનાર બેન સ્ટોક્સ ટીમ માટે બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમ ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થઈ અને અંતે ભારતે બીજા દાવમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 28 રન બનાવી લીધા હતા. યશસ્વી જયસ્વાલ 15 અને કેપ્ટન રોહિત શર્મા 13 રન બનાવીને અણનમ રહ્યા હતા. હવે બીજી ઈનિંગમાં આ લીડ વધીને 171 રન થઈ ગઈ છે.

પ્રથમ દાવમાં ભારતે યશસ્વી જયસ્વાલના 209 રનની મદદથી 396 રન બનાવ્યા હતા. આ કારણે ભારતને પ્રથમ દાવમાં 143 રનની લીડ મળી છે, જે આ મેચમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. જોકે આ માટે ભારતે ત્રીજા દિવસે ત્રણેય સેશનમાં બેટિંગ કરવી પડશે અને મજબૂત લીડ હેઠળ અંગ્રેજોને દબાવીને વિકેટો લઈ સીરીઝમાં બરાબરી કરવી પડશે.



Google NewsGoogle News