29 ચોગ્ગા, 13 છગ્ગા... શાંતનુ સિંહે 123 બોલમાં 270 રન ફટકાર્યા, વિરોધી ટીમ જોતી રહી ગઈ
Image: Freepik
Vijay Merchant Trophy: ઉત્તર પ્રદેશના ઓપનર શાંતનુ સિંહે શાનદાર બેટિંગ કરી છે. તેણે 123 બોલ પર 270 રન કરીને હાહાકાર મચાવી દીધો છે. શાંતનુએ પોતાની તોફાની ઈનિંગમાં 9 બોલને નિશાન બનાવ્યા. તેણે 9 બોલ પર ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરી દીધો. વિજય મર્ચન્ટ ટ્રોફીની મેચમાં ઉત્તર પ્રદેશ અને મણિપુરની ટીમ ગ્વાલિયરના મેદાન પર સામ-સામે છે. જ્યાં પહેલા બેટિંગ કરતાં યુપીએ ઓપનર શાંતનુની બેવડી સદીના દમ પર સાત વિકેટ પર 599 રન બનાવીને પોતાની પહેલી ઈનિંગ જાહેર કરી. તે બાદ યુપીના બોલર્સે મણિપુરની પહેલી ઈનિંગને 27.1 ઓવરમાં 74 રન પર સમેટી દીધી. ફોલોઓન રમવા ઉતરેલી મણિપુરની બીજી ઈનિંગને પણ યુપીએ 33.2 ઓવરમાં 98 રન પર ઓલઆઉટ કરી દીધી.
યુપી માટે શાંતનુ સિવાય કુશાલ યાદવે 64 બોલ પર નોટઆઉટ 100 રન બનાવ્યા. શાંતનુની બેટિંગની વાત કરીએ તો તેણે સ્ટેડિયમના દરેક ખૂણામાં ચોગ્ગા-છગ્ગા માર્યા. તેણે 219.51 ના સ્ટ્રાઈક રેટથી 270 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 29 ચોગ્ગા અને 13 સિક્સર મારી. શાંતનુના તોફાનને રોકવા માટે મણિપુરના 9 બોલર્સે પ્રયત્ન કર્યો પરંતુ શાંતનુએ દરેક બોલરને હંફાવી દીધા.
ત્રીજી સદીથી ચૂક્યો શાંતનુ
શાંતનુ પોતાની આ ઈનિંગને ત્રીજી સદીમાં બદલી શક્યો નહીં. 42.4 ઓવરમાં રમેશના બોલ પર તે પોતાની વિકેટ ગુમાવી બેઠો. પવેલિયન ફર્યા પહેલા તેણે યુપીને ખૂબ મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. તેના આઉટ થયા બાદ કુસાલે જવાબદારી સંભાળી. તેણે 64 બોલ પર નોટઆઉટ સેન્ચ્યુરી લગાવી. આ દરમિયાન તેણે 15 ચોગ્ગા અને બે સિક્સર મારી. તેના સિવાય કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન યુવરાજે 47 બોલમાં 71 રન બનાવ્યા. શ્લોક દિનેશ શર્માએ 51 બોલમાં 45 રન અને પ્રિંસે 37 બોલમાં 43 રન બનાવ્યા. મણિપુર માટે બંને ઈનિંગમાં સૌથી વધુ રન લકીએ બનાવ્યા. પહેલી ઈનિંગમાં તેણે 36 રન અને બીજી ઈનિંગમાં 42 રન બનાવ્યા. યુપીના આદિત્ય સિંહે ફાઈફર સહિત કુલ છ વિકેટ લીધી.