Get The App

ભારત નહીં આ દેશમાં રમાશે 2 WTC Final મેચ

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
ભારત નહીં આ દેશમાં રમાશે 2 WTC Final મેચ 1 - image


નવી મુંબઇ,તા. 27 જાન્યુઆરી 2024, શનિવાર 

વિશ્વની ટોચની ક્રિકેટ ટીમો હાલ ટેસ્ટ મેચોમાં વ્યસ્ત છે ત્યારે અમુક ખેલાડીઓ હાલ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં વ્યસ્ત છે. ભારતમાં હાલ India vs Englandની 5 મેચોની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે અને બીજી બાજુ ઓસ્ટ્રેલિયા ઘર આંગણે વિન્ડીઝ સામે ટેસ્ટ રમી રહી છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પણ મેચો હમણાં જ પુરી થઈ છે ત્યારે હવે ટેસ્ટની વર્લ્ડ ચેમ્પિયનશિપ કહેવાતા WTCની ફાઈનલ માટેના વેન્યુ નક્કી થઈ ગયા છે.

WTCની ફાઈનલ મેચો આ દેશમાં યોજાશે

આગામી ચાર વર્ષની ICC ઈવેન્ટ્સની યાદી જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024-2027 વચ્ચે યોજાનારી તમામ ICC ઈવેન્ટ્સનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બે ICC વર્લ્ડ કપની યજમાની ભારતે કરવાની છે. ICC એ આગામી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના આયોજનની જવાબદારી ઈંગ્લેન્ડને આપી છે. પાકિસ્તાને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. 

બંને ફાઇનલમાં ભારત હાર્યું હતુ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે એડિશન થઈ ચૂકી છે અને હાલમાં ત્રીજી એડિશન રમાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021 અને 2023ની બંને અંતિમ મેચો માત્ર ઈંગ્લેન્ડમાં જ રમાઇ હતી. 

ભારતીય ટીમને પ્રથમ એડિશનમાં ન્યૂઝીલેન્ડ અને બીજી એડિશનમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા એકમાત્ર એવી ટીમ છે જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે ફાઈનલ રમી છે.

પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના હાલના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સ્થાને છે. ટીમની જીતની ટકાવારી 61.11 છે. ભારતીય ટીમ બીજા સ્થાને છે, તેની જીતની ટકાવારી 54.16 છે. દક્ષિણ આફ્રિકા ત્રીજા, ન્યુઝીલેન્ડ ચોથા અને બાંગ્લાદેશ પાંચમા ક્રમે છે. આ ત્રણેય ટીમોની જીતની ટકાવારી 50 છે.


Google NewsGoogle News