Get The App

World cup 2023 Final : પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવા ભારતીય ટીમ તૈયાર, જુઓ વર્લ્ડકપ વિજેતા ટીમની યાદી

વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમ અજેય

ભારત બે વખત બન્યું છે વર્લ્ડ ચેમ્પિયન

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
World cup 2023 Final : પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવા ભારતીય ટીમ તૈયાર, જુઓ વર્લ્ડકપ વિજેતા ટીમની યાદી 1 - image


World cup 2023 Final-IND vs AUS : રવિવારે 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવાની છે. અત્યાર સુધીમાં ભારતીય ટીમનો વર્લ્ડકપ 2023માં મજબૂત દેખાવ જોવા મળ્યો છે. ભારતે 10 માંથી 10 મેચ જીત ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સામે 5 વખત વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયાએ પણ સાઉથ આફ્રિકાને પછાડીને ફાઈનલની ટિકિટ પાક્કી કરી છે.

વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમ અજેય

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વખતે ભારતીય ટીમ પાસે ત્રીજી વખત વર્લ્ડકપ જીતવા માટેની સુવર્ણ તક છે. 2011 પછી ભારત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. આ વર્લ્ડકપમાં ભારતના બોલર્સ-બેટર્સએ ઘૂમ મચાવી છે.  

ભારત બે વખત બન્યું છે વર્લ્ડ ચેમ્પિયન

ભારત સતત ચોથી વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા ભારત 1983 અને 2003 અને 2011માં વર્લ્ડકપની ફાઇનલમાં પહોચ્યું હતું. ભારત પ્રથમવાર 1983માં ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ 2011માં ધોનીની કેપ્ટનશિપમાં ફરી એકવાર ચેમ્પિયન બન્યું હતું. ત્યારે હવે રોહિતની કેપ્ટનશિપમાં ત્રીજી વાર ચેમ્પિયન બનવાની આ તક છે.

ઓસ્ટ્રેલિયા સૌથી વધુ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન

વન ડે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 1987, 1999, 2003, 2007 અને 2015 મળી કુલ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે ભારત 1983 અને 2011 એમ બે વાર ટાઈટલ જીત્યું છે. આ વખતે ભારત પાસે તક છે કે તે ઓસ્ટ્રેલિયાને હરાવી ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ પોતાને નામ કરે.

વર્લ્ડકપ વિજેતા ટીમની યાદી

ટીમજીતવિશ્વ કપ વિજેતા વર્ષ
ઓસ્ટ્રેલિયા51987, 1999, 2003, 2007, 2015
વેસ્ટઇન્ડિઝ21975, 1979
ભારત21983, 2011
પાકિસ્તાન11992
શ્રીંલકા11996
ઇંગ્લેન્ડ12019

Google NewsGoogle News