Get The App

15 વર્ષના ખેલાડીએ તોડ્યો તેંડુલકરનો મહારેકૉર્ડ! 152 બોલમાં 24 છગ્ગા સાથે ફટકાર્યા 419 રન

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
15 વર્ષના ખેલાડીએ તોડ્યો તેંડુલકરનો મહારેકૉર્ડ! 152 બોલમાં 24 છગ્ગા સાથે ફટકાર્યા 419 રન 1 - image


Image: Facebook

Ayush Shinde: યુવા ઓપનર આયુષ શિંદેએ હેરિસ શીલ્ડ ટુર્નામેન્ટમાં 419 રનની ઈનિંગ રમી. તેણે 152 બોલ પર 43 ચોગ્ગા અને 24 સિક્સર મારી. જનરલ એજ્યુકેશન એકેડેમી તરફથી રમતાં પાર્લ તિલક વિદ્યા મંદિર સામે આ ઐતિહાસિક ઈનિંગ રમી. આયુષે આ સાથે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના વર્ષો જૂના મહારેકોર્ડને પણ તોડી દીધો. ક્રોસ મેદાન પર રમાયેલી મેચમાં આયુષે પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવી દીધું. તે અંડર 16 ટુર્નામેન્ટમાં સૌથી મોટી ઈનિંગ રમનાર બેટ્સમેનોની લિસ્ટમાં ચોથા નંબરે છે. વર્ષ 2009માં સરફરાઝ ખાને 12 વર્ષની ઉંમરમાં 439 રન બનાવ્યા હતા. આયુષની મેરેથોન ઈનિંગના દમ પર તેની ટીમ 464 રનથી જીત નોંધાવવામાં સફળ રહી. 

આયુષ શિંદેએ એક સાથે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીને પાછળ છોડી દીધા. સચિને શારદા વિદ્યા મંદિર તરફથી રમતાં 326 રનની ઈનિંગ રમી હતી જ્યારે વિનોદ કાંબલીએ 349 રન બનાવ્યા હતા. બંનેએ 664 રન કરીને રેકોર્ડ ભાગીદારીની ટીમને મોટી જીત અપાવી હતી. આયુષે એક જ ઝટકામાં બંનેનો રેકોર્ડ તોડી દીધો. આયુષની આ ઈનિંગના દમ પર તેની ટીમે 5 વિકેટ પર 648 રન બનાવ્યા.

આ પણ વાંચો: IND vs PAK: ભારતીયોનું તૂટ્યું દિલ ! ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યું

હેરિસ શીલ્ડમાં રમીને આ ખેલાડી ટીમ ઈન્ડિયાની સફર નક્કી કરી ચૂક્યો છે

ટીમ ઈન્ડિયાના ઓપનર પૃથ્વી શો એ 2013માં આ ટુર્નામેન્ટમાં એક ઈનિંગમાં કમાલની ઈનિંગ રમી હતી. શૉ એ 546 રન બનાવીને ચર્ચામાં રહ્યો હતો. જ્યારે તેણે આ ઈનિંગ રમી ત્યારે તેની ઉંમર 14 વર્ષ હતી. શેફીલ્ડ શીલ્ડ મુંબઈની એક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટથી સચિન, કાંબલી, સરફરાઝ અને પૃથ્વી શૉ જેવા ખેલાડી ટીમ ઈન્ડિયા સુધીની સફર નક્કી કરવામાં સફળ રહ્યા છે. આયુષના પિતા સુનીલ સતારામાં ટેનિસ બોલથી ક્રિકેટ રમતા હતા. સુનીલ મુંબઈમાં કામોઠેમાં એક દુકાનમાં કામ કરે છે જ્યાં સોનાની ચેન અને દાગીના બનાવવાનું કામ કરવામાં આવે છે.

પુત્રનું સ્વપ્ન પૂરું કરવા માટે પિતા મુંબઈ શિફ્ટ થયા

પુત્રના સ્વપ્નને પૂરું કરવા માટે સુનીલ મુંબઈમાં શિફ્ટ થયા. છ વર્ષની ઉંમરમાં ક્રિકેટને ઝીણવટપૂર્વક શીખનાર આયુષનું સ્વપ્ન ખૂબ મોટું છે. ક્રિકેટના જૂનુની આ યુવાએ અત્યાર સુધી પ્રેક્ટિસ દરમિયાન પોતાના ઘરના 3 ટીવી તોડી દીધા છે. તેણે ગત સિઝન અંડર 16 માં આ ટુર્નામેન્ટમાં સર્વોચ્ચ રન બનાવ્યા હતા. પિતા સુનીલનું કહેવું છે કે 'મારો પુત્ર ખૂબ જિદ્દી છે અને જે પણ કરવાનું નક્કી કરી લે છે તેને પૂરું કરીને જ રહે છે.'


Google NewsGoogle News