Get The App

ધોની અને સુરેશ રૈનાએ 15 ઓગસ્ટે જ કેમ નિવૃત્તિ લીધી હતી? પૂર્વ ક્રિકેટરે જણાવ્યું ચોંકાવનારું કારણ

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
MS Dhoni Retirement

Image: IANS


MS Dhoni Suresh Raina Retirement: ભારત આજે 78મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યું છે. દરેક વ્યક્તિ ભારત માતાની જયના સુત્રોચ્ચાર સાથે આકાશ ગુંજાવી રહ્યા છે. ત્યારે 2020માં ભારતીયોનું દિલ તુટ્યું હતું. આ દિવસે સાંજે 7.29 મિનિટ પર ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરતાં કરોડો ચાહકો નિરાશ થયા હતા.

ધોનીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી કરોડો ચાહકોનું દિલ તૂટ્યું હતું. ધોનીના સન્યાસના ખોડા સમય બાદ લેફ્ટ હેન્ડ બેટર સુરેશ રૈનાએ પણ સન્યાસની જાહેરાત કરી હતી. બંને ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યા, બંનેએ એક સાથે કેમ સન્યાસ લીધો, તેની પાછળનું કારણ રૈનાએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટને નહીં મળે સિલ્વર મેડલ, કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે અરજી ફગાવી

ધોની-રૈનાએ કેમ એક સાથે 15 ઓગસ્ટે સન્યાસ લીધો હતો?

સુરેશ રૈનાએ ગતવર્ષે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,મેં અને ધોનીએ એકસાથે ઘણા મેચ રમ્યા છે. તેની સાથે ભારત અને સીએસકેમાં રમવાની તક મળી તેના બદલ પોતાને ભાગ્યશાળી માનું છું. મને ખૂબ પ્રેમ મળ્યો, હું ગાજિયાબાદથી આવ્યો અને ધોની રાંચીથી. હું પહેલાં ધોની માટે રમ્યો, બાદમાં દેશ માટે રમ્યો. આ કનેક્શન છે અમારૂ. અમે ઘણી ફાઈનલ મેચો રમી છે, વર્લ્ડ કપ જીત્યો છે. તે એક મહાન લીડર અને મહાન પુરુષ છે. અમે પહેલાંથી જ નક્કી કર્યું હતું કે, અમે 15 ઓગસ્ટે સન્યાસ લઈશું. ધોનીની જર્સી નંબર 7 અને મારી જર્સી નંબર 3 હતો. જેને જોડતાં 73 બને છે. ભારત આઝાદીના 73 વર્ષ ઉજવી રહ્યો હતો. જેથી અમે રિટાયરમેન્ટ માટે આ શુભ દિવસ પસંદ કર્યો હતો.

ધોની અને રૈનાનું ક્રિકેટ કરિયર

ધોનીએ ભારત માટે કુલ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી-20 મેચ રમી છે. ટેસ્ટમાં 4876 રન, વનડેમાં 10773 રન, ટી20માં 1617 રન બનાવ્યા છે. ધોનીએ વનડેમાં 6 સદી અને 33 અર્ધસદી, વનડેમાં 10 સદી અને 73 અર્ધસદી, જ્યારે ટી20માં 2 અર્ધસદી ફટકારી છે. જ્યારે સુરેશ રૈના ભારત માટે કુલ 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી20 મેચ રમ્યો છે.

ધોની અને સુરેશ રૈનાએ 15 ઓગસ્ટે જ કેમ નિવૃત્તિ લીધી હતી? પૂર્વ ક્રિકેટરે જણાવ્યું ચોંકાવનારું કારણ 2 - image


Google NewsGoogle News