10 વર્ષના ઉતાર-ચઢાવ... વિરાટ કોહલીની પોસ્ટ જોઈને ફેન્સને ઝટકો, લોકો સમજ્યા ડિવોર્સ
Image: Facebook
Virat Kohlis Post: એઆર રહેમાનના ડિવોર્સ બાદ વિરાટ કોહલીની એક પોસ્ટે લોકોને ડરાવી દીધા. તેણે સોશિયલ મીડિયા પર કંઈક એવું શેર કર્યું કે લોકોને અચાનકથી લાગ્યું કે તે અનુષ્કા શર્માથી ડિવોર્સ લઈ રહ્યો છે. ઘણા લોકો લખી રહ્યાં છે કે આ પ્રકારના ફોર્મેટમાં પોસ્ટ કરવાનું બંધ કરી દો. તેની કન્ટેન્ટ પણ ધબકારા વધારનારું છે. ઘણા સમય સુધી સમજાઈ રહ્યું નહોતું કે વિરાટે શેના વિશે લખ્યું છે. અમુક લોકોને એ પણ લાગ્યું કે આ તેના નિવૃત્તિની જાહેરાત છે.
વિરાટની પોસ્ટથી લાગ્યો ઝટકો
વિરાટ કોહલીએ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની પોસ્ટ એવી કરી કે તેના ચાહકો અમુક સેકન્ડ માટે ચોંકી ગયા. આ પોસ્ટ ફેશન બ્રાન્ડ Wrogn માટે હતી. વિરાટની પોસ્ટ વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળા ફોર્મેટમાં છે. જેમાં લખ્યું છે, 'પાછળ વળીને જોવું છું તો અમે હંમેશા અલગ રહ્યાં છીએ. લોકો અમને કોઈ પણ ખાંચામાં ફિટ કરવાનો પ્રયત્ન કરે પરંતુ અમે થયા નહીં. બે મિસફિટ લોકો જે એકબીજાને જામી ગયા. અમે સમયની સાથે બદલાયા પરંતુ બાબતો હંમેશા પોતાની ગમતી કરી. શું હકીકતમાં? અમે ચિંતા કરી નથી. અમે એ શોધવામાં વ્યસ્ત રહ્યાં કે અમે કોણ છીએ. દસ વર્ષનો ઉતાર-ચઢાવ અને પેંડેમિક પણ અમને હલાવી શક્યો નહીં. જો કોઈએ અમને અલગ થવાનો અહેસાસ કરાવ્યો તો તે હતી અમારી તાકાત. તો અમારા દસ વર્ષ બાબતોને પોતાની રીતે કરવાના - The Wrogn.way. આગામી દસ વર્ષ સુધી યોગ્ય પ્રકારના પુરુષ માટે Wrogn.'
આ પણ વાંચો: AUS vs IND: ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર નક્કી! રોહિત અને ગિલની જગ્યાએ આ બે ખેલાડી રમશે
લોકોના ધબકારા વધ્યા
વિરાટની આ પોસ્ટ પર ઘણી બધી કમેન્ટ્સ છે. એકે લખ્યું છે, હેપ્પી રિટાયરમેન્ટ અન્ના. એક અન્યએ લખ્યુ, રિટાયર તઈ ગયા શું. એક અન્યએ લખ્યું, મિની હાર્ટ એટેક. એક કમેન્ટ છે, મને લાગ્યુ એઆર રહેમાન ટાઈપ કંઈક છે. એક ફોલોઅરે લખ્યું છે, એવું ફોર્મેટ કેમ છે જેની પર લોકો ડિવોર્સની જાહેરાત કરે છે. એક ચાહકે લખ્યુ, એટલું મારીશ ને. આ ફોર્મેટ યુઝ કરવાનું બંધ કરી દો. ઘણા લોકોએ વિરાટની પોસ્ટ પર લખ્યું છે કે આવું ફોર્મેટ ન વાપરો.