VIDEO : પેરિસ ઓલિમ્પિક 2024ની 10 વાયરલ મોમેન્ટ, ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Paris Olympics 2024: પેરિસમાં રમાઈ રહેલો ઓલિમ્પિક સમાપ્ત થઈ ચૂક્યો છે. 11 ઑગષ્ટના રોજ તેનો સમાપન સમારોહ પણ થઈ ગયો હતો. પરંતુ આ ઓલિમ્પિકમાં અનેક એવા મોમેન્ટ હતા જે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. કેમેરામાં કેદ થયેલ આ મોમેન્ટને સોશિયલ મીડિયા દ્વારા આખા વિશ્વએ જોયા. આજે અમે તમને એવી જ 12 ઐતિહાસિક ક્ષણના વીડિયો બતાવવા જઈ રહ્યા છે જે પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન ચર્ચામાં આવ્યા.
1. તુર્કીનો શૂટર યૂસુફ ડિકેચ આ ઓલિમ્પિકમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. યૂસુફ 51 વર્ષના છે અને આ ઓલિમ્પિકમાં તેમણે શૂટિંગ કોમ્પિટિશનમાં સિલ્વર જીત્યો. યૂસુફ ડિકેચે માત્ર એક ચશ્મા અને ઇયર પ્લગ સાથે એક હાથ ખિસ્સામાં નાખીને સિલ્વર પર નિશાન સાધ્યું હતું. વૃદ્ધ શૂટરના આ કેર-ફ્રી અપ્રોચે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
2. ઈજિપ્તની તલવારબાજ નાદા હફેઝે સાત મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેમની આ ઇમોશનલ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. તેને જોઈને લોકોએ તેના જુસ્સાને સલામ કર્યો હતો.
3. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના ટેબલ ટેનિસ પ્લેયર્સની આ ગ્રુપ સેલ્ફી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ મોમેન્ટે બે દુશ્મન દેશો વચ્ચેની નફરતની દિવાલ તોડી નાખી.
4. USA ટીમના આર્ટિસ્ટિક સ્વિમિંગ પ્રદર્શને ઇન્ટરનેટ યૂઝર્સને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જેણે પણ આ ટીમનું પ્રદર્શન જોયું તેઓ દંગ રહી ગયા હતા.
5. ગેબ્રિયલ મેડિનાનું 'ફ્લોટિંગ' સેલિબ્રેશન - બ્રાઝિલના સર્ફર ગેબ્રિયલ મેડિના તાહિતીમાં પેરિસ ઓલિમ્પિકમાં લગભગ પૂર્ણ સ્કોર બાદ જશ્ન મનાવતા પાણીની ઉપર તરતાં નજર આવ્યા હતા. તેમની આ તસવીરે ઇન્ટરનેટ યુઝર્સને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
6. ફ્રેન્ચ પોલ વોલ્ટર એન્થોની અમ્મીરાતીનો અસફળ પ્રયાસ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયો હતો. એન્થોની પોલ વોલ્ટમાં 5.70 મીટરનું અંતર નહોતો કાપી શક્યો. પોતાના પ્રથમ પ્રયાસમાં અમ્મીરાતીએ 5.40 અને 5.60 મીટર બન્ને પાર કરી લીધા. જો કે, તે ફાઇનલમાં સ્થાન નહોતો બનાવી શક્યો અને 5.70 મીટર દૂર કરવામાં નિષ્ફળ રહેવાના કારણે ક્વોલિફાયરમાં 12મા સ્થાન પર રહ્યો હતો.
7. ઓલ-બ્લેક જિમ્નેસ્ટિક્સ પોડિયમ – ઓલિમ્પિકમાં પ્રથમ વખત આ જોવા મળ્યું હતું. જ્યારે જિમ્નાસ્ટિક સ્પર્ધામાં ત્રણેય મેડલ વિજેતા અશ્વેત મહિલાઓ હતી.
8. ચીનના જિમ્નાસ્ટ ઝોઉ યાકિને જિમ્નાસ્ટિક્સ બેલેન્સ બીમ ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે તે ઓલિમ્પિક પોડિયમ પર ઊભી હતી, ત્યારે તેની નજર તેના સ્પર્ધકો પર ગઈ, જેમણે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને પોડિયમ પર ઊભા રહીને પોતાના મેડલને બાઇટ કરી રહી હતી. તેને આવું કરતાં જોઈને ચીની જિમ્નાસ્ટ ઝોઉ યાકિને પણ પોતાના મેડલને બાઇટ કર્યો હતો. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ અને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.
9. "બોબ ધ કેપ કેચર" - એક વ્યક્તિ સ્વિમિંગની કોમ્પિટિશન ખતમ થઈ ગયા બાદ પોતાની ખોવાઈ ગયેલી કેપ શોધવા માટે સ્વિમિંગ પૂલમાં કૂદી પડે છે અને પોતાની કેપ શોધી કાઢે છે. ત્યારબાદ આ વ્યક્તિ ઇન્ટરનેટ પર છવાઈ જાય છે.
10. સમાપન સમારોહ દરમિયાન ટોમ ક્રૂઝનો સ્ટંટ.