10 વર્ષમાં 10 ICC ટુર્નામેન્ટ, દરેક વખતે ખિતાબ જીતતાં ચૂક્યાં, ભારત પાસે માયાજાળ તોડવાની તક

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
Indian players celebeate their win against England in the ICC Men's T20 Cricket World Cup Semi-Final match
Image : IANS

T20 World Cup 2024: રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ મહત્વની મેચમાં ભારતની ટક્કર 29 જૂને સાઉથ આફ્રિકા સાથે થશે. આ મેચ બારબાડોસમાં બ્રિજટાઉનના કિંગ્સટાઉન ઓવલ સ્ટેડિયમમાં રમાશે પરંતુ આ પહેલા ચાહકોને એ ડર લાગી રહ્યો છે કે ભારતીય ટીમ જે રીતે છેલ્લા 10 વર્ષોથી આઈસીસી ટુર્નામેન્ટના નોકઆઉટમાં ચોકર્સ બનતી આવી રહી છે, તે રીતે આ વખતે પણ ચોકર્સ બની ના જાય. જોકે આ વખતે ભારતની પાસે આ ચોકર્સવાળી માયાજાળ તોડવાની સોનેરી તક છે.

ICC ટુર્નામેન્ટમાં ચોકર્સના નામથી માત્ર સાઉથ આફ્રિકી ટીમ ઓળખાય છે. તે હંમેશાથી જ સેમિ ફાઈનલમાં આવીને ચોક કરી જાય છે પરંતુ છેલ્લા 10 વર્ષથી આ હાલત ભારતીય ટીમની સાથે પણ જોવા મળી રહી છે. ટીમે છેલ્લા 10 વર્ષોમાં 10 ICC ટુર્નામેન્ટ રમી અને દર વખતે ખિતાબથી ચૂક્યા છે.

ભારતે 2013માં અંતિમ ICC ટ્રોફી જીતી હતી

ભારતીય ટીમે 2013માં અંતિમ ICC ટ્રોફી જીતી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારે 2013માં ઈંગ્લેન્ડને તે જ હોમગ્રાઉન્ડ પર ફાઈનલ હરાવી અને ટ્રોફી પર કબ્જો કર્યો હતો. તે બાદથી ભારતીય ટીમ કોઈ પણ ICC ટ્રોફી જીતી શકી નથી.

ભારતીય ટીમે 2023 બાદથી ત્રણેય ફોર્મેટ (વનડે, ટેસ્ટ, ટી20)ના 4 ICC ટુર્નામેન્ટમાં 2023 સુધી 10 વખત ભાગ લીધો છે. આ ભારતીય ટીમની 11મી ICC ટુર્નામેન્ટ છે. ભારતીય ટીમ છેલ્લી 10માંથી 9 વખત ICC ટુર્નામેન્ટના નોકઆઉટ સ્ટેજમાં ક્વોલિફાય કર્યું છે. જ્યારે એક વખત (ટી20 વર્લ્ડ કપ 2021) ગ્રૂપ સ્ટેજથી બહાર થવું પડ્યું છે.

આ દરમિયાન ભારતે 9 નોકઆઉટ સ્ટેજમાં કુલ 13 મેચ રમી, જેમાંથી 4 માં જીત અને 9 માં હાર મળી છે. ભારતીય ટીમે જે 4 મેચ જીતી તેમાંથી 3 સેમિફાઈનલ રહી છે. જ્યારે એક ક્વાર્ટર ફાઈનલ રહી. જોકે ભારતીય ટીમને 9 મેચ ગુમાવવી પડી છે, જેમાં 4 સેમિફાઈનલ અને 5 ફાઈનલ રહી છે.

છેલ્લી 10 ICC ટુર્નામેન્ટમાં 5 ફાઈનલ રમ્યા

તેનાથી અંદાજો લગાવી શકીએ છીએ કે ભારતીય ટીમે છેલ્લા 10 વર્ષમાં જે 10 ICC ટુર્નામેન્ટ રમી છે, તેમાંથી પણ 5 વખત ચેમ્પિયન બન્યાના એકદમ નજીક આવીને મેચ ગુમાવી છે. દરમિયાન એ કહેવું પણ ખોટું નથી કે ભારતીય ટીમ પણ ચોકર્સ બનતી જઈ રહી છે. જોકે આમાં એક વાત એ પણ છે કે ભારતીય ટીમ 5 વખત ફાઈનલ રમી ચૂકી છે.

જ્યારે ચોકર્સ આફ્રિકી ટીમ સેમિ ફાઈનલમાં જ હારતી રહી છે. તેણે પણ આ વખતે પહેલી વખત ફાઈનલમાં એન્ટ્રી કરી છે. આ સાઉથ આફ્રિકી ટીમના વર્લ્ડ કપ (વનડે-ટી20) ઈતિહાસની પહેલી ફાઈનલ છે, પરંતુ બીજી તરફ ભારતીય ટીમની પાસે આ વખતે ખિતાબ જીતીને ICC ટ્રોફીનો દુકાળ ખતમ કરવાની તક છે. સાથે જ એ પણ જણાવવાની તક છે કે તે ચોકર્સ નથી.

ICC ટુર્નામેન્ટ્સમાં ભારતનું પ્રદર્શન (2013 બાદ)

2014- T20 વર્લ્ડ કપ ફાઇનલમાં હાર

2015- ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર

2016- T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર

2017- ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર

2019- ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર

2021- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર

2021- T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર

2022- T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર

2023- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર

2023- ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર


Google NewsGoogle News