'રમણીય'તાનો સ્મરણોત્સવ .

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
'રમણીય'તાનો સ્મરણોત્સવ                                  . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- તેમણે ઓછું લખ્યું છે એવું લાગે પણ જે કંઈ લખ્યું છે એ સત્વસમૃદ્ધ-તત્વસમૃદ્ધ છે. ધરમનો કાંટો પુરવાર થાય એવું છે

આ વતીકાલે ચોથી જુલાઈ છે. એક વિશેષ દિવસ. ગુજરાતના એક સાહિત્યકાર અને સંસ્કાર પુરુષના અવતરણનો એ દિવસ છે. સાહિત્યરસિકો અને વિદ્યાવ્યાસંગીઓ એ નામથી સુપરિચિત છે જ પણ સાથે ભાષા પ્રેમીઓને માટે પણ એ પ્રિયનામ રહ્યું છે. એ નામનું જ્યારે સ્મરણ કરીએ ત્યારે તરત તેઓને પ્રિય, કદાચ અતિપ્રિય એવા બે શબ્દો પણ યાદ આવે. એક શબ્દ છે- 'રમણીયતા' અને બીજો શબ્દ છે 'મનીષી'ય આ બંને શબ્દો માય શબ્દો નથી એક બીજા અર્થમાં તેમની સાચી ઓળખ પણ છે. તેમના વ્યક્તિત્વમાં તેમજ તેમની વિચારણામાં એ બંને શબ્દોની અનેક અર્થચ્છાયાઓ સાથે, ગૂંથણી થયેલી જોવા મળશે. એ વ્યક્તિને વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી. પ્રેરિત એમનું ઉપનામ. સાહિત્યરસિકો તેમને વિ.ર.મિ એવા ટૂંકા નામથી વધુ ઓળખે. ( ૪ જુલાઈ ૧૮૯૯-૧૯૯૧)

જન્મ ઉમરેઠમાં. ઊંડા કળાઓની લોકોકિતવાળો ભૂભાગ. મેટ્રિક સુધીનું શિક્ષણ નડિયાદમાં. ઉચ્ચ શિક્ષણ માટે પછી તે અમદાવાદની ગુજરાત કોલેજમાં જાય છે. ત્યાં સંસ્કૃત અંગ્રેજી સાથે સ્નાતક થાય છે અને તેય પ્રથમ વર્ગમાં એજ કોલેજમાં ફેલો અને અધ્યાપક તરીકે ય કામગીરી કરે છે. પછી અનુસ્નાતક થઈ સુરતની એમ.ટી.બી. કોલેજમાં જોડાઈ ત્યાં જ આજીવન અધ્યયન-અધ્યાપનમાં વ્યસ્ત રહ્યાં. શારીરિક પ્રકૃતિ અતિ નાજુક પણ આત્મા બળવાન. શરૂઆતના દિવસોમાં લંબકોટ, ધોતી, ગોળ ટોપી એ તેમનો પહેરવેશ. કોઈકને તેમને જોતાં સુરતના બીજા સાહિત્યકાર હાસ્ય સમ્રાટ જ્યોતીન્દ્ર દવેનું સ્મરણ થઈ આવે ! સાવ નાના સરખા ઉમરેઠ જેવા ગામમાં પણ એ દિવસોમાં એક યુવામંડળના નિમંત્રણથી વ્યાખ્યાન આપવા ગયા ત્યારે ઘોડાગાડી કરેલી ! વ્યાખ્યાન પત્યું ત્યાં સુધી ઘોડાગાડી રોકીને પછી પરત પણ એ ઘોડાગાડીમાં જ ગયા ! ચાલીને જઈ શકાય તેટલું જ અંતર હતું છતાં ! તેમની સ્વાસ્થ્ય નાજુકાઈ આમ તે જીવ્યા ત્યાં સુધી રહી. પણ વ્યક્તિ તરીકે તેઓ હંમેશાં સ્વસ્થ-પ્રસન્ન મનના. કશું ખોટું ચલાવી ન લે. જુવાનીમાં પણ અંધશ્રદ્ધા ભર્યા કાર્યો સામે વિરોધ વ્યક્ત કરવો પડે તો કર્યો છે. માત્ર તે અધ્યાપક હતા એવું નહોતું. સાચા વિદ્યા-વિદ્યાર્થીના- વિદ્યાકાર્યોના એ પુરસ્કર્તા પણ હતા. યશવંત શુક્લ જેવાને તે અમદાવાદથી સુરત વિદ્યાભ્યાસ માટે આવી જવા આત્મીયભાવે સલાહ આપે છે, વાત્સલ્યથી તેમને પછી સાચવે પણ છે. તેમની ખુદની તબિયતના અને પત્નીની તબિયતના સતત પ્રશ્નો રહેતા તેથી. વર્ગો લેવામાં ક્યારેક અડચણ ઉભી થતી, વર્ગમાં ધીમેથી બોલતા વચ્ચે વિરામ લેતા, વેશભૂષા પણ પોતાની રીતની છતાં તે વર્ગમાં જે કંઈ ભણાવે, જે રીતે ભણાવે તે વિદ્યાર્થીઓ માટે આનંદદાયક બનતું. ગુરુ પ્રત્યે સાદર જાગે તેવી તેમની પ્રેમભરી વર્તણૂંક રહેતી. વર્ગની બહાર, પોતાના નિવાસ સ્થાને પણ વિદ્યાર્થીઓ સાથે તે ખાસ્સી ગોષ્ઠી કરતાં, અંદરથી હૃદય ખાલી રહેતું. એમનું આભિજાત્ય અને નાગરવૃત્તિ તેમની પ્રકૃતિમાં ડગલે ને પગલે અનુભવાય. અલબત્ત, સાચું કહેતાં તેઓ ક્યારેય ડર્યા નથી, તો યોગ્ય વ્યક્તિની પ્રશંસા કરવામાં તેમણે ક્યારેય કંજૂસાઈ દાખવી નથી. અંગ્રેજી-હિન્દી વિરુધ્ધ ગુજરાતીના પ્રશ્નમાં તેઓએ આપેલું વકતવ્ય એટલું જ સુસ્પષ્ટ હતું.

વિ.ર.ત્રિ મૂળે શાંતિનું જણ. કોલાહલથી એ દૂર રહે. પણ કોલાહલ બહુજન માટે હાનિકારક હોય, માનવસ્વાતંત્ર્ય સામે પડકારરૂપ હોય તો તેઓ નિભીકિ બની એવા પ્રશ્નમાં ઝંપલાવતા પણ ખરા. ગુજરાત કોલેજમાં મુંબઈના ગર્વનર સિડનહામનું પૂતળું ખુલ્લું મૂકવાનો સમારંભ રખાયો ત્યારે તેનો તેમણે વિદ્યાર્થીઓ સાથે રહીને વિરોધ કરેલો. વિ.ર.ત્રિ. સાચા અર્થમાં ભારતપ્રેમી હતા. સંસ્કૃત જેવો વિષય લીધો હોવા છતાં આરંભમાં તે તેનાથી ઓછા પ્રભાવિત થયા હતા. સંસ્કૃતને તે પુરાણું કબૂતરખાનું કરેતા ! અંગ્રેજી સાહિત્ય તરફ તેમનું વલણ વધુ ઢળેલું હતું. પણ એ જ વિ.ર.ત્રિ પાછળથી સંસ્કૃત ભાષાના રસસિદ્ધાંત અને સાધારણીકરણ જેવા મુદ્દાઓને નવા, આધુનિક સંદર્ભે, ચર્ચીને તેમાં પૂર્તિ પણ કરે છે. એકવાર કોઈ સ્વજનના લગ્નની કંકોત્રી લઈને આવેલા સજ્જનોને તે આવકારી, તેમનો પોતાના નિવાસ સ્થાને આદર કરે છે પણ તેઓની રૂબરૂમાં જ કંકોત્રીમાં રહેલા જોડણી દોષો જોઈ, સુધારી, એ કંકોત્રી સુધારા સાથે આવનારને પરત કરે છે અને કહે છે કે આવી અશુધ્ધ જોડણીવાળી કંકોત્રી મારા ઘેર ન શોભે, તમારી સાથે જ લેતા જાવ ! આવો તેમનો ભાષાપ્રેમ હતો. જોડણીની જેમ ઉચ્ચારણો પણ સાચાં હોવાં જોઈએ તેવું તે અનેકવાર કહેતા. મને સ્મરણ છે કે વડોદરા-અમદાવાદ પર પ્રસારિત થતા મારા અમૃતધારાના કાર્યક્રમને તે નિયમિત રીતે ધ્યાનથી સાંભળતા અને પછી અવકાશે મને તે મારા વિષયની પસંદગી વિશે, શુધ્ધ ઉચ્ચારણો વિશે ખાસ અભિનંદન પણ લખતા કે તેમના સંબંધી પાસે ક્યારેક લખાડાવતા પણ ખરા ! આજે આવો તળનો સાચકલો ભાષાપ્રેમ કેટલા પાસે ?

વિષ્ણુપ્રસાદ ર.ત્રિવેદીના નિવાસ સ્થાનનું નામ 'મૈત્રી' હતું. સુરતના વિદ્યા-સાહિત્ય રસિકોનું એ માનીતું સ્થળ હતુ. તેમની પાસે અભ્યાસની સમૃદ્ધિ હતી તો આત્મીયતા દ્રવતું હૃદય પણ હતું. એટલે મૈત્રી એવા અનેકો માટે વિ.ર.મિ. સાથેનો સેતું બની રહેતું 

નિવાસ સ્થાન હતું. નાદુરસ્ત તબિયતે પણ આ રસિક, રમણીય અને કૌતુકભર્યું વ્યક્તિત્વ. બહુ ઓછા ઓને ખ્યાલ હશે કે તે સાઈકલ સવારી પણ કરતા ! ટેનિસ જેવી રમતમાં પણ તે નિપુણ હતા, આઈસ ફેક્ટરીની દુકાને મોડેથી ટેનિસ રમીને સોડા-લેમન-નારંગી પણ ગટગટાવતા ! પર્યટકાના પણ એટલા જ શોખીન !

આવા વિ.ર.ત્રિ. એ આપણી ભાષાના સુખ્યાત વિવેચક તરીકે મોટી નામના મેળવી. મળપાપાત્ર બધાં જ માન-અકરામ તેઓને મળ્યાં. પ્રમાણમાં તેમણે ઓછું લખ્યું છે એવું લાગે પણ જે કંઈ લખ્યું છે એ સત્વસમૃદ્ધ-તત્વસમૃદ્ધ છે. ધરમનો કાંટો પુરવાર થાય એવું છે. પોતાના સમયના નવોદિતોને તેમણે સત્કાર્યો છે, પ્રેરણા આપી છે તો ગોવર્ધનરામના 'સરસ્વતીચંદ્ર'ની ગોવર્ધનરામની વિચાર સૃષ્ટિની ગુજરાતી ગદ્યની અને બીજા અનેક વિષયોની પણ તેમણે સમર્થ ચર્ચા-વિચારણા કરી છે. તેમનો અગાઉ ઉલ્લેખ્યો છે તે 'રમણીય' શબ્દ રમણીતાની સાથે ચિમન-મૂલ્યનિષ્ઠા વગેરેને પણ સૂચવે છે તો મનીષી જેવો શબ્દ તેમના દર્શનને, આંતર સમૃદ્ધિને વ્યક્ત કરે છે. કૌતુકવૃત્તિ સાથે પ્રશિષ્ટવૃત્તિ પણ તેમનામાં સમન્વિત થયેલી છે. આનંદશંકર ધુ્રવ જેવા ગુરુના પ્રભાવની સાથે મેથ્યુ આર્નોલ્ડ, કોચે, કોલિંગવૂડ વગેરે પરિશ્રમના વિવેચકોની વિચારણાઓને પણ તેમણે સ્વકીય રીતે ઝીલી છે. વિવેચકમાટે તેમણે પ્રયોજેલાં ! જીવન ફિલસૂફ અને કલાફિલસૂફ જેવા વિશેષણોર કદાચ તેઓને જ વધુમાં વધુ લાગુ પડતાં કોઈને જણાય તો નવાઈ નહીં !


Google NewsGoogle News