Get The App

કોરોનાકાળમાં હતાશાને કઈ રીતે હંફાવી શકાય ? રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય ?

Updated: May 4th, 2021


Google News
Google News
કોરોનાકાળમાં હતાશાને કઈ રીતે હંફાવી શકાય ? રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય ? 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- સમગ્ર વિશ્વ વિષાણુ દ્વારા લડાતું આ ત્રીજું વિશ્વ યુદ્ધ લડી રહ્યું છે ત્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે 'યાતાના-શિબિર'માં ત્રણ વર્ષ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરી હતાશ થયા વગર પોતાના જીવનના ઉદ્દેશ્યને પૂરો કરનાર માનીવીની સત્ય કથા

સ્વ. અટલજીના શબ્દો યાદ કરતાં હું કહું છું હાર નહીં માનુંગા, રાહ નઇ કાનુંગા... અટલજીના આ શબ્દ એક માણસ જીવી ગયો છે. જે મારો આદર્શ છે તેની વાત સાંભળશો તો એ તમારો પણ આદર્શ બનશે એટલું જ નહીં કોરોનાના આ કપરા કાળમાં તમારી હતાશા અને ચિંતાની લાગણીને હળવી કરવામાં અને કોરોના સામે અદ્ભૂત રોગપ્રતિકાર શક્તિનો સંચાર કરવામાં તમને જરૂર મદદ કરશે.

હાં તો વાચક મિત્રો આ વાત છે - બીજા વિશ્વયુદ્ધ વખતના હિટલરના કોન્સ્ન્ટ્રેશન કેમ્પની. નાઝી સૈન્યએ ઓસ્ટ્રીયાનો કબજો મેળવી ત્યાંના જ્યુને બંદીવાન બનાવી 'કોન્સનટ્રેશન કેમ્પ' - એટલે કે 'યાતના શિબીરો'માં નાંખ્યા. એક  આધેવયના પુરુષની સામે તેના માતા-પિતા અને પત્નીની હત્યા કરી તેને એક વાડામાં ધકેલવામાં આવ્યો જેની કેપેસીટી ૨૦૦ માણસોની હતી પણ ત્યાં તેના જેવા પંદરસો માણસોને એ વાડામાં ધકેલવામાં આવ્યા હતા.

આ યાતના શિબીરોમાં તેમની પર અમાનવીય શારિરીક અને માનસિક અત્યાચાર નાઝી સૈનિકો દ્વારા ગુજારવામાં આવતા હતા. તેમની પાસે આખો દિવસ કાળી મજૂરી કરાવવામાં આવતી હતી અને જમવામાં એક ડબલ રોટી બ્રેડ અને પાણી જેવો પાતળો સુપ આપવામાં આવતો હતો. કામ કરવાથી તેમના પગ સૂજી જતા અને જૂતા પહેરવા શક્ય ન બનતા પણ જેે જૂતા ન પહેરે તો તેમને સૂજેલા ઉઘાડા પગે બરફની પાટો પર ચાલવું પડતું. જે લોકો દુર્બળ બની હાથોથી શરીરને ઢસડતા તેમને ગેસ ચેમ્બરમાં નાંખીને મારી નાખવામાં આવતા.

યાતના શિબીરોની આ અમાનવીય યાતનાઓ અસહ્ય બનતાં કેટલાયે લોકોએ ઇલેકટ્રીક તારની વાડ પર લટકી જઈ આત્મહત્યા કરી નાંખી તો કેટલાયે ભૂખમરાથી કે બીમારીથી મરી ગયા. વાડામાં સંખ્યાઓછી થતાં નવા કેદીઓ લાવવામાં આવતા જેમાં દુર્બળ, વૃદ્ધ અને સ્ત્રીઓને ગેસ ચેમ્બરમાં લઇ જવાતાં અને સશક્તને વાડામાં મજૂરી માટે ધકેલાતા.

મોતના આ ભયાનક તાંડવ અને યાતના વચ્ચે એ આધેડ પુરુષ મજબૂત મનોબળથી ટકી રહ્યા હતા. તેમને વિશ્વાસ હતો કે એક દિવસ આ યાતનામાંથી તેમને છૂટકારો મળશે તો પોતાના અનુભવો પર પુસ્તક લખશે. અને જીવનમાં કોઈ ઉદ્દેશ્ય હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ કેવી રીતે ટકી શકાય છે તે અંગે લોકોને પ્રેરણા આપશે.

ત્રણ વર્ષ આ યાતના સહન કર્યા પછી એક દિવસ બપોરે ત્રણ વાગ્યે સૈનિકો તેમની સાથે અન્ય ચાર જણાને એક હજાર મડદાં પડયાં હતાં એ જગ્યાએ લઈ ગયાં.

સૈનિકોએ કહ્યું આ બધાં મડદાં તમારે અહીં પડેલા ટ્રકમાં નાંખવાના છે. સૂર્યાસ્ત પહેલાં બધાં મડદાં ટ્રકમાં ભરાઇ જવા જોઈએ. પછી તમને પણ ગોળીથી ઉડાવી દઈ આ ટ્રકમાં નાંખી દઈશું અને થોડે દૂર ખાડો ખોદયો છે ત્યાં બધાં મડદાંને ઠાલવી ને દાટી દઈશું.

ચાર જણા તો આ સાંભળીને ધુ્રજવા માંડયા. તેમને તો નજર સામે તેમનું મોત દેખાવા લાગ્યું સૈનિકોના ડરથી ટ્રકમાં મડદાં ભરવા લાગ્યા. પણ પાંચમો માણસ એ જ આપણો આધેડ વયનો આદર્શ પુરુષ દ્રઢ મનોબળથી ટ્રકમાં મડદાં ભરી રહ્યો હતો. એ પોતાની જાતને કહી રહ્યો હતો 'મૃત્યુ પામવા પહેલાં હું મરવા નથી માંગતો. તેને એ યાતના શિબિરમાં એક ઉંદરડાને જોયો. તેને થયું જો આ ભયાનક જગ્યા પર એક ઉંદરડો પણ અભય બની ફરી શકતો હોય તો હું શા માટે નહીં તેણે વિચાર્યું, 'જયાં જયાં જીંદગી છે, ત્યાં ત્યાં મોત છે તો જ્યાં જ્યાં મોત છે ત્યાં ત્યાં જિંદગી પણ છે.'

એના મનમાં વિચાર ઝબકયો સૂર્ય આથમવાને બહુ વાર નહોતી. લગભગ બધાં જ મડદાં ટ્રકમાં ભરાઈ ગયાં હતાં. એ પણ નગ્ન થઇ શ્વાસ રોકી ટ્રકમાં સૂઈ ગયો. તેના પર બે-ચાર મડદાં પણ નંખાયા. સૈનિકો આવ્યા. તેમને ચારેયને ઠાર મારી ટ્રકમાં નાંખ્યા. પાંચમો ક્યાં ગયો ? બધા સૈનિકોને પ્રશ્ન થયો પણ અંધારૂં થતું હતું એટલે ઝાઝી માથાકૂટ કર્યા વગર ટ્રકો હંકારી ગયા. ખાડા આગળ પહોંચ્યા ત્યાં સૈનિકોએ વિચાર્યું હવે સવારે જ ટ્રર્કો ખાડામાં ઠાલવીશું મડદાં છે.. ક્યાં જવાના છે ? અને સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા.

પેલો આઘેડ દુર્ગંધ મારતાં મડદાંઓ વચ્ચેથી ઉભો થયો. વીસ કી.મી. ચાલી નજીકના અમેરીકી સૈન્યના કેમ્પમાં પહોંચ્યો. અમેરિકી સૈન્યએ હીટલરના સૈન્ય પર હુમલો કરી બંદીઓને છોડાવ્યા.

આ આધેડ પુરુષનું નામ છે - વિક્ટર ફ્રેન્કેલ. તેઓ ઓસ્ટ્રીયાના વિયેના શહેરના સાઇકીયાટ્રીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, મોટીવેશનલ સ્પીકર અને લેખક હતા. કોન્સનટ્રેશન કેમ્પમાંથી છૂટયા પછી તેમને પોતાના ત્રણ વર્ષના યાતના શિબિરના અનુભવ પરથી એક પુસ્તક લખ્યું, 'સ્ીહ'જ જીીચબિર ર્કિ સ્ીચહૈહય ' 'જીવનના અર્થની તલાશમાં મનુષ્ય' આ એક પુસ્તક નહીં વ્યકિતના અનુભવનો દસ્તાવેજ છે. મનોચિકીત્સક ડો. વિકટર ફ્રેન્કેલે લખ્યું છે કે, જીવનમાં કોઇ નિશ્ચિત ઉદ્દેશ્ય કે ધ્યેય પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા હોય તો તે ગમે તેવી કઠીન પરિસ્થિતિનો સામનો કરવાની પણ કેવી અદ્ભૂત શક્તિ તમને આપે છે.

કોરોના કાળમાં ડો. વિક્ટરની તમારી રોગપ્રતિકારક શક્તિ વધારતી તેમની લોગો થીઅરીની ચર્ચા હવે પછી.

ન્યુરોગ્રાફ ઃતમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઇ છે કે તમારૂં આયુષ્ય ઓછું છે એવું તમને લાગ્યા કરે છે તો એનું કારણ છે તમારા જીવનનો કોઇ ઉદ્દેશ્ય નથી. તમે જીવન જીવવાનો ઉમંગ ગુમાવી બેઠા છો.

Tags :
Mrugesh-VaishnavVedna-Samvedna

Google News
Google News