તમારી જાત ને આપેલા વચનની ઈજ્જત કરો

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
તમારી જાત ને આપેલા વચનની ઈજ્જત કરો 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- સમાજ એવા લોકોને કોઈ ઈજ્જત, માન, સન્માન કે સ્થાન આપતું નથી જેમની કથની અને કરનીમાં ફેર હોય છે. એટલા માટે જ બોલો જે તમે કરી શકો અને એકવાર બોલી ગયા પછી એ કરીને બતાડો.

આ જકાલ સફળ લોકો ઓછા જોવા મળે છે અને નિષ્ફળ લોકોની સંખ્યા ઘણી મોટી છે. આના ઘણાં કારણો છે અને તેમાંનું એક મોટું કારણ છે લોકોમાં ''ડીટર્મીનેશન''  એટલે 'દ્રઢ નિશ્ચય'' નો અભાવ.

દ્રઢ નિશ્ચયનો અભાવ એટલે શું એ હું તમને સરળ અને દેશી ભાષામાં સમજાવું છું. તમે એક કહેવત સાંભળી હશે કે

''જે ભસે છે એ કરડતો નથી'',

''જે વાદળો બહુ ગરજે છે તે વસરતા નથી'' જે વાદળોમાં ઘણું વધારે પાણી ભરેલું હોય છે એ ચુપચાપ આવે છે અને ધોધમાર વરસીને ચાલ્યાં જાય છે.

ઘડો જો અડધો ભરેલો હોય તો અવાજ કરે છે, ખાલી હોય તો એથી પણ વધારે અવાજ કરે છે પણ પૂરો ભરેલો હોય તો તે કોઈ અવાજ કરતો નથી.

આ ત્રણ ઉદાહરણોનો સીધો અર્થ એ છે કે જે માત્ર અવાજ કરે છે, બહુ બોલે છે એ કામ કરતાં નથી. આવા લોકોની કથની અને કરનીમાં ફેર હોય છે.

તમારે જો સફળ થજું હોય તો તમારા પોતાના બોલેલા શબ્દોની ઈજ્જત કરો. જિંદગીમાં જો સફળ થવું હોય તો તમારી કથની અને કરની એક હોવી જોઈએ. આજે એવા લોકો ઘણાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે જેઓ કહે છે કે ''હું આ કામ કરીશ.'' અને પછી એ કામ કરીને બતાવે છે.

મોટેભાગે એવું જોવા મળે છે કે લોકો મોટામોટા બણગા ફૂંકે છે અને જો તેમ કરવામનું આવે તો શોધ્યાએ જડતા નથી. યાદ રાખો, સમાજ આવા લોકોને કોઈ ઈજ્જત, માન, સન્માન કે સ્થાન આપતું નથી જેમની કથની અને કરનીમાં ફેર હોય છે. એટલા માટેજ એજ બોલો જે તમે કરી શકો અને એકવાર બોલી ગયા પછી એ કરીને બતાડો. ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જમીનથી આસમાન સુધી એ લોક જ પહોંચ્યા જેમણે તેઓ જે કઈ બોલ્યા તે કરીને બતાડયું. જો તમારી કથની અને કરનીમાં ફેર હશે તો તમે જિંદગીમાં ક્યાંય આગળ નહીં વધી શકો. કાતો તમે બોલોજ નહીં અને જો બોલો તો એ કરીને બતાડો. હું તમને કટલાક ઉદાહરણો આપીને મારી વાત સમજાવું છું.

ઈતિહાસમાં પોતાની બુદ્ધિમત્તા અને કુટનીતિ કરવામાં જાણકાર એવા ચાણક્યના પિતા રાજા ચણક નંદ વંશની વિરુદ્ધ હતાં. કારણ નંદવંશનો રાજા ધનાનં ઐયાશ રાજા હતો અને લોકો પર ખૂબ જુલમો કરતો હતો એટલા માટે ચાપક્યના પિતા ચણકે એની સામે બગાવતનો ઝંડો લહેરાવ્યો હતો અને તેની ટીકા કરવાનો એક પણ મોકો તેઓ જવા દેતા ન હતા. એક દિવસ ચણકના સખત વિરોધને કારણે નંદ વંશના ઐયાશી રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો એટલે એમણે ગામનાં ચોર પર ચણકને ફાંસીને માચડે લટકાવી દીધા. એ વખતે ચાણક્ય બાળક હતા. પિતાને ગામનાં ચોરે ફાંસીને માચડે લટકેલા જોઈને મનોમન તેમણે પ્રતિજ્ઞાા લીધી કે ''એક દિવસ આ આખીયે વ્યવસ્થાને જડમૂડથી ઉખાડીને ખતમ કરી દઈશ.'' ચાણક્ય બાળક હતાં એટલે એવું બોલી ગયાં આપણે ઘણા બધાં આવું તો ઘણું બધું બોલીએ છીએ પણ ચાણક્ય પોતે જે બોલ્યા એ કરવા માટે કૃતનિશ્ચય હતાં અને ખેરખર એમને એ દિવસથી એ દિશામાં કામ કરવાનું શરુ કરી દીધું. એમણે કહ્યું કે ''મેં એવું  વિધાન કર્યું છે કે હું આ વ્યવસ્થાને ઉખાડીને ફેંકીશ એટલે એ મારો સંકલ્પ છે અને મારું સમગ્ર જીવન હું મારો સંકલ્પ પૂરો કરવા માટે જ જીવીશ. એને માટે મારે ગમે તે હદે જવું પડે પરંતુ હું આ નંદ વંશને છોડીશ નહીં.''

ચાણક્ય મોટા થયાં, શાસ્ત્રોનો તેમણે ગહન અભ્યાસ કર્યો. તેઓ તક્ષશિલા ગયાં. આચાર્ય બન્યાં. તે પાછા ફર્યા તેઓ એક સભામાં બેઠા હતાં ત્યાં તેમનું અપમાન કર્યું. અને ધનાનંદે એને  ધક્કા મારીને કાઢવાનો હુકમ કર્યો. ત્યારે ચાણક્યએ કહ્યું કે''ધનાનંદ હું કૂતરો નથી જેને લાત મારો તોએ સ્વામીના તળિયા ચાટતો રહે.'' એ સાથે જ એ પોતાની ચોટી ખોલી દે છે અને દ્રઢ સંકલ્પ કરે છે કે જ્યાં સુધી આ ધનાનંદનો સત્યાનાશ નહીં કરું ત્યાં સુધી મારી શિખા હું નહિં બાંધુ.

ચાણક્યએ આ સંકલ્પ કર્યો ત્યારે ત્યાં કોણ હાજર હતું ? આ વચન તેણે કોને આપ્યું હતું ? વાસ્તવમાં આ વચન તેણે પોતાની જાતને આપ્યું હતું. અને ત્યારબાદ તેઓ સંઘર્ષપુર્ણ જીવન જીવ્યા. નંદ વંશની વિરુદ્ધ તમામ હિંદુ રાજાઓને એકત્રિત કર્યાં અને ધનાનંદને રાજસિંહાસન પરથી ઉઠાડીને ફેંકી દીધો અને એની દાસીના પુત્ર ચંદ્રગુપ્ત મૌર્યને રાજસિંહાસન પર બેસાડયો અને એ દિવસથી નંદ વંશનો નાશ થયો.

બાળક ચાણક્યએ જે કહ્યું એ કરીને બતાડયું એટલે જ તેઓ ઈતિહાસમાં અમર થઈ ગયાં. સફળતા મેળવવી હોય તો તમારા પોતાના જ શબ્દોની ઈજ્જત કરો.

સૌવાચક મિત્રોને મારી સલાહ છે કે કાં તો કંઈક કહેવું જ નહીં અને જો કંઈક કહો તો તમારા જ શબ્દોની ઈજ્જત રાખો. તમારી જ જાતને આપેલું વચન પાળીને બતાવો. એકવા તમે બોલીદો કે હું આ કામ કરીશ પછી સમગ્ર દુનિયાની તાકાત તમને રોકી ન શકે એ રીતે એ કામ કરીને બતાવો. ભલે કંઈક નાની વાત પણ કહો પરંતુ પછી એ કરીને બતાવો.

બીજું ઉદાહરણ આપું છું એકલવ્યનું. એકલવ્ય દ્રોણાચાર્ય પાસે ધનુરવિદ્યા શીખવા ગયાં. દ્રોણાચાર્યએ કહ્યું કે ''હું તને ધનુરવિદ્યા નહીં શીખવાડું કારણ તું સુતપુત્ર છે. હું માત્ર રાજકુમારોને જ ધનુરવિદ્યા શીખવાડું છું.'' એકલવ્યએ કહ્યું ''જેવી આપની ઈચ્છા મહારાજ પણ હું ધનુરવિદ્યામાં 

પારંગત થઈને જ બતાડીશ અને આપનો સર્વશ્રેષ્ઠ શિષ્ય બનીશ.'' અને એકલવ્યએ એ દિવસથી દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તેની સામે બેસીને ધનુરવિદ્યાનો અભ્યાસ શરુ કર્યો. અહીં નોંધવા જેવી વાત એ છે કે દ્રોણાચાર્યએ તેને ધનુરવિદ્યા શીખવાડવાની ના પાડી એના કારણે ે ભાંગી ન પડયો, રોતો ન રહ્યો, કોઈને ફરિયાદ પણ ન કરી પરંતુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી એણે ધનુરવિદ્યાનો અભ્યાસ શરુ કર્યો અને સાથે સાથે સંકલ્પ કર્યો કે દ્રોણાચાર્યનો જે સર્વશ્રેષ્ઠ શિષ્ય હશે એનાથી પણ વધારે ધનુરવિદ્યાાં હું પારંગત થઈને બતાવીશ. એકલવ્યએ આ વાયદો કોઈને કર્યો નહતો. ત્યાં કોઈ સાંભળનાર પણ ન હતું પરંતુ આ વાયદો તેણે પોતાની જાતને કર્યો હતો. ત્યારબાદ એકલવ્યએ દિવસ-રાત ધનુરવિદ્યાની સાધના કરી અને એક દિવસ અર્જુનનો કૂતરો ભસતો ભસતો તેની સામે આવ્યો ત્યારે તેના મોઢામાં સાત બાણ ધરબી દીધા. કૂતરો દ્રોણાચાર્યની છાવણીમાં ગયો. ત્યારે દ્રોણાચાર્યને આશ્ચર્ય થયું કે ''કોણે આમ કર્યું ? આ કામ તો અર્જુન શિવાય કોઈજ ન કરી શકે.'' દ્રોણાચાર્યએ એકલવ્યને તેમની પાસે બોલાવ્યો અને પૂછયું કે આ કામ તારું છે તો એકલવ્યએ હા પાડી. દ્રોણાચાર્યએ પૂછયું કે તારો ગુરુ કોણ છે ત્યારે એકલવ્યએ કહ્યું કે આપ જ મારા ગુરૂ છો. દ્રોણાચાર્યએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કયું કે ''હું તો તને ઓળખાતો પણ નથી, તું મારો શિષ્ય કઈ રીતે હોઈ શકે ?''

એકલવ્યએ કહ્યું આવો મારી સાથે અને દ્રોણાચાર્યને એમની મૂર્તિ આગળ લઈ ગયો અને બોલ્યો આપજ મારા ગુરુ છો અને મેં તમને વચન આપ્યું હતું કે એક દિવસ હું તમારો સર્વશ્રેષ્ઠ ધનુરધારી બનીને બતાડીસ.

મિત્રો એટલું ચોક્કસ યાદ રાખજો કે જીવનમાં કોઈની ઈજ્જત કરો કે ન કરો પણ તમાા શબ્દોની ઈજ્જત ચોક્કસ કરજો.

તમારી ઈજ્જત ત્યારે જ થશે જ્યારે તમે તમારી જાતને આપેલો વાયદો પૂરો કરશો. ત્રીજું ઉદાહરણ આપું છું મોહનદાસ કરમચંદ ગાંધીનું આ એ મહાનુભાવ છે જેમના જુદાજુદા ૮૦ દેશોમાં પુતળા લાગ્યા છે. હમણાં જ જી-૨૦ પરિષદ દરમ્યાન દુનિયાના ૨૦ દેશોના તાકાતવાન વડાઓ આપણા દેશમાં આવ્યા ત્યારે તેઓ પણ સૌપ્રથમ મહાત્મા ગાંધીની સમાધી પર ગયાં અને તેમને શિષનમન કર્યું. દુનિયાના ૨૦ શક્તિશાળી દેશોના વડાઓ એમની સમાધી પર ઉઘાડા પગે ગયાં અને એમને ઝુકી ગયાં. તેમને આવું કરવાનું મહાત્મા ગાંધીએ તો ક્યારેય કયું ન હતું. કારણ એ તો વર્ષો પહેલા પરલોક સિધાવી ગયાં એટલે એ ક્યારેય એવું બોલ્યા ન હતાં પરંતુ એ વ્યક્તિએ એમની તાકાત પુરવાર કરી હતી. કારણ જે દિવસે સાઉથ આફ્રિકામાં અંગ્રેજોએ તેમને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા તે દિવસે જ તેમણે સંકલ્પ કર્યો કે ''તમે મને ટ્રેનમાંથી બહાર ફેંક્યો છે પણ હું તમને મારા દેશમાંથી બહાર ફેંકીને બતાવીશ.'' આ વાયદો મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાની જાતને કર્યો અને જાતને કરેલો વાયદો એમણે પૂરો કર્યો. એટલે જ લોકો એમની આજે પણ આટલી ઈજ્જત કરે છે.

આ બધા લોકો એમ જ મહાન નથી બની ગયાં. એ કોઈ કારણ વગર ઈતિહાસમાં અમર નથી બની ગયાં. આપણે એમની તસવીર લોકોને એમને એમજ નથી બતાડતા. પરંતુ એમનામાં એક ગુણ હતો કે એમણે જે કહ્યું તે કરીને બતાડયું. આવી ડઝનબંધ સત્યકથાઓ તમને હું સંભળાવી શકું છું. જે લોકો પોતાના દ્રઢનિશ્ચયને કારણે ઈતિહાસમાં અમર થઈ ગયાં.

અને છેલ્લે વાત કરું છું અરુણીમા સિન્હાની જેને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. ટ્રેનના પાટા પાસે પડેલી એ છોકરીનો પગ ઉંદરડાઓ કાપી રહ્યા હતાં ત્યારે એને હોસ્પિટલ લાવવામાં આવી. એનો પગ કાપી નાખવામાં આવ્યો અને કૃત્રિમ પ્લાસ્ટિકનો પગ પહેરાવવામાં આવ્યો. અરુણીમા સિન્હા એક સ્પોર્ટ્સ વુમન હતી. તે હોસ્પિટલમાંથી રજા લઈ ઘેર આવી ત્યારે એન માએ એને પૂછયું કે હવે તું શું કરીશ ? કારણ તે સ્પોર્ટ્માંતો ફરીથી ભાગ નઈ લઈ શકે. ત્યારે અરુણામીએ પોતાનો દ્રઢનિશ્ચય જાહેર કરતા કહ્યું કે ''હું એવરેસ્ટ ચડીને બતાવીશ.'' માએ એને કહ્યું કે ''તું એવરેસ્ટ સર કરીશ ? તને ખબર છે એની ઉંચાઈ ૮૮૪૮ મીટર એટલે કે ૨૭૦૦૦ ફૂટ છે  અને ત્યાં માઈન્સ ૨૦૦ ડીગ્રી ટેમ્પરેચર રહે છે. ત્યાં ગેલાં ૨૦૦ લોકોના શરીર પાછા આવ્યા નથી. બે પગવાળા સક્ષમ લોકો પણ ત્યાં પહોંચી શક્યા નથી અને તું એક પગ અને બીજા સિન્થેટીક પગ સાથે ત્યાં પહોંચીશ ? અરુણીમાએ કહ્યું '' અરુણીમાએ કહ્યું ''હા, હું ચોક્કસ એવરેસ્ટ શિખર પર પહોંચીશ. આ મારો સંકલ્પ છે.'' અને એક દિવસ એ છોકરીએ પોતાનો એક આખો પગ અને બીજા કૃત્રિમ પગની મદદથી એવરેસ્ટ શિખર પર પોતાનો ઝંડો રોપ્યો.

વ્હાલા વાચકમિત્રો, આ વાયદો કોને કરવામાં આવ્યો હતો ? આ ચારેય ઉદાહરણો પરથી હું તમને એકજ વાત કહેવા માંગું છું કે તમારા શબ્દોની ઈજ્જત કરો તમે તમારી જાતને આપેલા વાયદાનું પાલન કરો. તમારી કથની પ્રમાણેની તમારી કરની રાખો તો ગમે તેટલી નિષ્ફળતા મળ્યા પછી પણ ગમે તેટલો સંઘર્ષ કર્યાં પછી સફળતા આખરે તમારા કદમો ચૂમશે.

ન્યુરોગ્રાફ

તમે જે કરો છો તે જ તમે છો. તમે જે કહો છો કે કે તમે અમુક કામ કરશો તે તમે નથી.


Google NewsGoogle News