બાળકને કીડનીના રોગો થાય?
- ચાઇલ્ડ કેર- મૌલિક બક્ષી
ચે પી રોગોમાં પેશાબ માર્ગનું ઇન્ફેકશન બાળકોમાં વિપૂલ પ્રમાણમાં થઇ શકે છે.
શું લક્ષણો હોય ?: કીડનીના રોગોના લક્ષણો ઘણા અસ્પષ્ટ હશે. અરે, નવજાત બાળકને કોઇપણ લક્ષણ ન હોય પણ દાકતરી તપાસમાં કીડનીનો રોગ માલુમ પડે ! નવજાત બાળકને સોજા રહે, ફુલાઇ જાય, પેશાબ ઓછો થાય, પેટ ફુલેલુ રહે, પેશાબની ધાર અટકી જાય કે ખૂબ તુટક-તુટક થાય, પેશાબની ધાર સીધી રહેવાની જગાએ નીચેના ભાગમાં જાય - ધ્યાન રાખવું આવા બાળકો ને કીડનીના કોઇ રોગ હોય તો નવાઇ નહીં ! ૨ વર્ષ સુધીના બાળકને કોઇપણ બીજા લક્ષણો વગર તાવ રહે, પેશાબ કરતા ખુબ રડે કે અટકીને થાય. પેશાબમાં ઇન્ફેકશન, પરૂ હોવાની શક્યતા રહેલી છે. તમારા બાળકને પેશાબ કરતી વખતે આગળનો ભાગ ફુલી જાય છે ? શક્ય છે તેનો માર્ગ સાંકડો હોઇ શકે, બાળકને આંખો પર સોજા રહે, સવારના સમયે સોજો વધે, પેશાબ ઓછો થઈ જાય. આંખોમાં ઝાંખુ દેખાય. ખેંચ આવે કે તપાસ દરમિયાન વધારે બ્લડ પ્રેશર નોંધાય. આવા કેસને કીડની પરનો સોજો, ગ્લોમેરુલનોને ક્રાઇટીસ કહેવાય. બાળકને પેશાબમાં લોહી આવે તો ધ્યાન આપવું જરૂરી છે. પેશાબનું પરૂ, કીડની પરનો સોજો કે લોહી ગંઠાવવાની નબળાઇને પરિણામે આવું થઇ શકે છે. ધ્યાન રહે કોઇ એક લક્ષણ પરથી જ રોગની ગંભીરતા કે તેનું નિદાન હોતુ નથી, તે નિર્ણય તમારા ડોક્ટરને લેવા દો.
ટેસ્ટ કેવી રીતે ?: સોનોગ્રાફી કીડનીના રોગોનું સચોટ નિદાન કરી શકે છે. તે દ્વારા પેશાબ માર્ગમાં ક્યા અને કેટલા પ્રમાણમાં અટકાવ થાય છે. તે જાણી શકાય. ખાસ પરિસ્થિતિઓમાં કીડનીના અભ્યાસ માટે રેડીયો એક્ટીવ દવા નાખી 'રીનલ સ્કેમ' કરી શકાય કે વર્તમાન સમયમાં અદ્યતન સાધનો દ્વારા સચોટ પણે કીડનીના રોગનું નિદાન થઇ શકે છે. કીડનીમાં પેશાબના પ્રવાહના અભ્યાસ માટે 'એમ.સી.યુ.' નામનો ટેસ્ટ થાય છે. જેમાં પેશાબ માર્ગમાં નાની કેથેટર નાખી દવા ચઢાવી લેવામાં આવે છે.
શું સાચવશો ?: કીડનીના રોગો માટે સજાગ રહેવું જરૂરી છે. ડોક્ટરી તપાસ અને સલાહ મુજબ જ સારવાર લેવી. જાતે જાતે દવાઓ ક્યારેય ન લેવી. ચેપનો કોર્સ અવશ્ય પૂરો કરવો. બધા રિપોર્ટ સાચવી રાખવા. પ્રવાહી પુષ્કળ આપતા રહેવું જેથી પેશાબની છુટ રહે. કીડની શરીરનું અમૂલ્ય અંગ છે. કીડની ફેઇલ ગઈ હોય ને ડાયાલીસીસ પર રહેવું પડે તેવા દર્દીની જીવનની કલ્પના કરજો તો તમારા બાળકની તંદુરસ્તી કીડનીની કિંમત સમજાશે. દવા લેતા ધ્યાન રાખજો. અમુક દવાઓ કીડનીને નુકશાન કરશે. પ્રેગનન્સી દરમિયાન સોનોગ્રાફી દ્વારા બાળકની કીડનીના રોગનું નિદાન શક્ય છે. રોગનું જેટલું નિદાન વહેલું તેટલું સારું. તમારી સજાગતા અને તમારા ડોકટરનું માર્ગદર્શન કીડનીના રોગોથી બાળકને દુર રાખશે.