ઉનાળો ફેલાતો જાય... .

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
ઉનાળો ફેલાતો જાય...                          . 1 - image


- અક્ષરનો અજવાસ - જયેન્દ્રસિંહ જાદવ

- દક્ષિણના રાજ્યોવાળા એમ કહે છે કે અમારા ત્યાં ત્રણ ઋતુઓ છે ઃ હોટ, હોટર અને હોટેસ્ટ. આપણી પણ આજે એવી જ હાલત છે.

જૂ ન મહિનો આવી ને અડધો થઈ ગયો છે તેમ છતાંય હજુ વર્ષારાણીનું આગમન નથી થયું હવામાન શાસ્ત્રીઓ કહે છે કે ઋતુચક્ર ખોરવાયું છે એટલે બધી ઋતુઓ અનિયમિત થઈ ગઈ છે. પરંતુ આ જ વાતને કોઈ કવિ કેવીરીતે મૂલવે છે તે જાણવું હોય તો રમેશ પારેખ પાસે જવું પડે. રમેશ પારેખ લખે છે કે,

ઉનાળો ફેલાતો જાય...

માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાય

હોઠમાંથી ખરી પડયું પાણીનું ભાન અને વસ્યું એક ઝાંઝવાનું ગામ,

નહીંને જો ઓચિંતો આવે વરસાદ તો તો પડી જાય રૂંવેરૂંવે ડામ,  

પારધીના હાથમાંથી છૂટેલી હોય તેવી લૂથી તો પથ્થરો વીંધાય 

ઉનાળો ફેલાતો જાય....

તરસો લીલોતરી પીવાની ઝાળઝાળ લાગી કે કોણ અહીં પાશે? 

તૂટયા સંબંધ યાદ આવે કદીક એવી ખાલીખમ પરબો પણ ક્યાં છે? 

બે'ક ટીંપા રડવું આવ્યું છે મને - એવી હું અફવા ફેલાવું પણ, હાય...

ઉનાળો ફેલાતો જાય...

કેટલાકને મન ઉનાળો એટલે બપોરની ઊંઘ તો કેટલાકને મન એસીનું સામ્રાજ્ય. ઉનાળાનો વિસ્તાર આપણી કલ્પના પૂરી થાય ત્યાંથી શરુ થાય છે. દક્ષિણના રાજ્યોવાળા એમ કહે છે કે અમારા ત્યાં ત્રણ ઋતુઓ છે ઃ હોટ, હોટર અને હોટેસ્ટ. આપણી પણ આજે એવી જ હાલત છે.

કદાચ બારેય ગુજરાતી મહિનાના નામ કોઇને મોઢે ના પણ હોય. પણ ઉનાળો એટલે 'ચૈત્ર-વૈશાખના ઉના વાયરા' એવું સૌના જીભે આવે. જેઠનો જલવા અત્યારે ચાલી રહ્યો છે. હવા હવામાં આવીને જ્યારે ગરમ થઈ જાય છે ત્યારે તે હવા બળબળતી લૂ બને છે. જે આપણી સહનશક્તિને કસોટીની એરણે ચડાવે છે. કવિ રા.વિ. પાઠકની કવિતા 'વૈશાખનો બપોર.' કાવ્ય ખૂબ લાંબુ છે પણ એ ૯૦ લીટીના કાવ્યમાં પણ વૈશાખના બપોરના ચિત્રણ સાથે સરાણિયાની વાત પણ આવે છે. સરાણિયા સૂડી-ચપ્પાને ધાર કાઢી આપે. બહુ નજીવા ખર્ચમાં એ હોમ સર્વિસ આપે છે. અમારા ગામમાં આવી વૈશાખી બપોરે સરાણિયા આવતા. મારી બા ચપ્પાની ધાર સજાવવા એને બોલાવે. એ ઓસરીમાં બેસે એટલે પૂછે કે 'ભાઈ રોટલો ને શાક સે દઉં?' પેલો ડોકું ધુણાવી ને હા પાડે. એટલે બા એને માટીના રામપાતરમાં રોટલો અને શાક આપે, ભેળી છાસ અને ડુંગળીનો દડો, પેલો તૃપ્ત થઈને ચપ્પા વધુ જીવ રેડી સજી આપે. નવી પેઢીને આ સરાણિયા એટલે શું તેની ભાગ્યે જ ખબર હશે. આજે તો સરાણિયા નથી એટલે આપણી બુઠ્ઠી થઈ ગયેલી સંવેદનાને ધાર કોણ કાઢી આપે એ પ્રશ્ન છે. પહેલાનો સમય એટલે ઉનાળાના દિવસોમાં ગામમાં આવતી નાટકમંડળી અને હરખભેર બે કલાક પહેલા ગોઠવાઈ જતો બાળ શ્રોતાગણ ગામમાં તુરી અને ભવાઈ મંડળીઓ આવતી અને રાત્રે ધૂળમાં બેસીને ખુલ્લા આકાશ નીચે મોડી રાત સુધી એમના ખેલો જોવાની નિર્દોષ મજા સૌ લૂંટતા. રાતાચોળપણું અને પીળીપચરકતા પ્રકૃતિનું યશોગાન છે અને ગમે તેવી તકલીકોમાં ટકી રહેવાની બલ્કે, ખીલતા રહેવાની સૌથી મોટી પ્રેરણા છે. જેમ ગરમી વધુ પડે છે તેમ ગરમીમાં ગરમાળો અને ગુલમહોરના ફૂલો વધુ ઝૂલે છે. નખરાળા બને છે. ગુલમહોરના લાલચટક-કેસરી ફૂલોની આભા તડકામાં પણ આપણને તાળી આપી જાય છે. ત્યારે ગરમાળાના પીળયા ફૂલો વધુ પ્રેમાળ બની વાતાવરણને મનમોહક અને કલરફૂલ બનાવે છે.. ગમે તેવી ગરમીમાં ગુલમહોરની જેમ ખીલેલો રહે તેને જ સાચો મરમી કહેવાય. લેખિકા અને લાઇફસ્ટાઇલ કોચ હિરલ નાગડા કહે છે કે ધઉરીહ અર્ે ુચનં ૈહ ારી કૈિી, અર્ે જાચિા મીર્બસૈહય કૈિી ૅર્ર્કિધ. નંદકુમાર પાઠકે લખેલું અને દિગ્ગજ સ્વરકાર દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું અમર ગીત વૈશાખી વાયરાની નમણી છેડછાડ ઉઘાડી પાડે છે... 

તારો છેડલો તું માથે રાખને જરા 

આ તો ચૈતર વૈશાખનાં વાયરા 

તારી વેણીની મહેક જાશે ઉંડી

આ તો ચૈતર વૈશાખનાં વાયરા

હતાશા અને લાચારીમાં જેણે વિતાવ્યાં તે વિન્સેન્ટ વાનગોધને ગરમી અત્યંત પ્રિય હતી અને પીળા રંગનો તે પાગલ-દીવાનો હતો. નેધરલેન્ડથી તેના ભાઈ થિયોની મદદથી તે કળાનગરી ફ્રાન્સ ગયો ત્યાં તેણે સૂર્યથી ઉકળતા રહેતા આર્લ્સ નામના શહેરને જ પસંદ કર્યું. વિન્સેન્ટ રોજ તેની ઈઝલ અને રંગો લઈને ખેતરો અને શેરીઓમાં સૂર્યને ચિતરતો રહેતો. વાનગોધના આ પીળા રંગે તેને સૂર્યની માફક અમર કરી દીધો અને આજે પણ આર્લ્સની ગરમીમાં ઉકળતાં તેનાં પેઈન્ટિંગ- બેડરૂમ ઈન આર્લ્સ, થલો હાઉસ, સ્ટીલ લાઈફ, ફાર્મ હાઉસ ઈન પ્રોવેન્સ, ગ્રીન વહી ફિલ્ડ, ધ સ્ટારી નાઈટ અને વાઝ વિથ ફિફ્ટીન સન ફ્લાવર્સ પૂરા કલાજગતમાં શિરમોર ગણાય છે.

ઉનાળામાં વેકેશન શરૂ થતાની સાથે જ મસ્તીનો મહાસાગર હિલ્લોળા લેવા લાગે. મામાના ઘરની ધીંગામસ્તી હવે તો માત્ર વાર્તામાં જ સાંભળીએ છીએ. અત્યારે તો ગેમઝોનમાં આખું બાળપણ હોમાઈ રહ્યું છે. સુરેશ જોશી કહે છે તેમ બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે. નહીં તો શાણપણ એને વટાવી ખાશે. ઉડપંખ ઘોડો ને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ બજારમાં વેચવા નીકળશે. એ બાળપણને ક્યાં સંતાડીશું ? શુક્લ પક્ષના ત્રીજ ચોથના ચંદ્રના ચીંદરડામાં વીંટાળીને એને સાચવી રાખીશું? વેકેશન પૂરું થયું છે અને શાળાઓ શરૂ થઈ છે ત્યારે બાળકોમાં રહેલું વિસ્મય અને વેકેશનિક મસ્તી વર્ગખંડમાં અખંડ રહી શકશે ખરી??

અંતે,

  દ્ધડટ્ટ્લ દ્વય રુ્યદ્બય ર્ં્પ્ર્લ દ્વ્ય ટ્ટ્છ ેંિં।્ઝય રુહઝ્રય ્ય

ટ્ટ્ઝ ેંદ્વ।્દ્ધલ હ્લઞ્ દ્વઝ પ્ય ગ્ફ ર્ંઊં (સયિં ર્ં્ય (્રસ્ઙ્મય

- નિદા ફાઝલી


Google NewsGoogle News