Get The App

પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતીની નવીન પરીક્ષા પધ્ધતિ પર એક નજર

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતીની નવીન પરીક્ષા પધ્ધતિ પર એક નજર 1 - image


- અધ્યયન-હિરેન દવે

પો લીસ વિભાગમાં સરકાર ખૂબ મોટી ભરતી કરી રાજ્યમાં પોલીસ-પબ્લિક રેશિયો સુધરે તે દિશામાં કવાયત આદરી છે. જેમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ- ૬૬૦૦ (પુરૂષ ૪૪૨૨ મહિલા-૨૧૭૮), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-૩૩૦૨ (પુરુષ-૨૨૧૨ મહિલા-૧૦૯૦), એસ.આર.પી.એફ. (પુરુષ૦ - ૧૦૦૦, જેલ સિપાહી (પુરુષ) - ૧૦૧૩, જેલ સિપાહી (મહિલા)- ૮૫, બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર-૪૭૨ (પુરુષ- ૩૧૬ મહિલા-૧૫૬) એમ કુલ ૧૨૪૭૨ પોલીસ કર્મીઓની ભરતી કરવાની ભગીરથ કામગીરી સરકારે આદરી છે. લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયામાં થયેલ ફેરફારોની જેમ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયામાં પણ તાજેતરમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે.

આ પરીક્ષા હવે બે તબક્કામાં યોજાશે. શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા. શારીરિક કસોટીમાં પુરુષ ઉમેદવારો માટે ૫ કિમી દોડ ૨૫ મિનિટમાં પૂર્ણ કરવાની મહિલા ઉમેદવારો માટે ૧૬૦૦ મીટર દોડ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની અને પૂર્વ-સૈનિક માટે ૨૪૦૦ મીટરની દોડ ૧૨ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. આ પરીક્ષા ચોમાસુ પૂર્ણ થયા બાદ યોજાશે. શારીરિક કસોટી માત્ર ક્વોલિફાઇંગ પ્રકારની હશે. તેના ગુણ મેરીટમાં ગણવામાં આવશે નહી. જે ઉમેદવારો આ રાઉન્ડ કિલયર કરે તેને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

મુખ્ય કસોટીમાં બે પેપર અને ૩૦૦ ગુણની કસોટી યોજાશે. પેપર-૧ જનરલ સ્ટડીઝ ૨૦૦ ગુણનું ૩ કલાકનું રહેશે. તેનું સ્વરૂપ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન (એમ.સી.ક્યૂ.) રહેશે. તેમાં બે ભાગ રહેશે. પાસ થવા દરેક ભાગમાં ઓછામાં ઓછા ૪૦% માર્ક લાવવા ફરજીયાત રહેશે.

પેપર-૨ ગુજરાતી અને અંગ્રેજી ભાષા ડીસ્ક્રિપ્ટિવ ૧૦૦ ગુણનું અને ૩ કલાકનું પ્રશ્નપત્ર રહેશે. પેપર-૧ ના બંને ભાગમાં ૪૦% ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-૨ ચકાસવામાં આવશે. આ પેપરમાં પાસ થવા પણ ઓછામાં ઓછા ૪૦% ગુણ મેળવવા ફરજિયાત રહેશે. જેની વિગત નીચે અનુસાર છે.

પાર્ટ- 'એ'નો અભ્યાસક્રમ

અનુક્રમ ટોપીક માર્ક

રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ૫૦

ક્વોન્ટિટેવી એપ્ટિટયુડ ૫૦

કુલ - ૧૦૦

પાર્ટ- 'બી'નો અભ્યાસક્રમ

અનુક્રમ ટોપીક માર્ક

ભારતનું સંવિધાન અને રાજ્યવ્યવસ્થા ૨૫

ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ૨૫

સમસામયિક ઘટનાઓ અને સામાન્ય જ્ઞાાન ૨૫

પર્યાવરણ, વિજ્ઞાાન અને પ્રૌધ્યોગિકી અને અર્થવ્યવસ્થા ૨૫

કુલ - ૧૦૦

અંતિમ પસંદગીક્રમ માટે ૩૦૦ ગુણના મેરીટમાંથી વરિયતાક્રમ અનુસાર પસંદ કરવામાં આવશે. જે ઉમેદવારોએ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલ હોય તેને નીચે અનુસાર વધારાના માર્ક મળવાપાત્ર રહેશે.

કોર્સનો સમયગાળો આપવાના થતાં વધારાના ગુણ

૧ વર્ષ ૫ ગુણ

૨ વર્ષ ૯ ગુણ

૩ વર્ષ ૧૨ ગુણ

૪ વર્ષ કે તેથી વધુ ૧૫ ગુણ

આમ પોલીસ ભરતી પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરી જરીપુરાણા ધારાધોરણોને ધરમૂળથી કાઢી નાખી પોલીસ રીફોર્મનો પાયો નાખ્યો છે. જૂના અભ્યાસક્રમમાં રહેલ કાયદો, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાાન જેવા વિષયો ઉમેદવારો માટે જટિલ હતા. તેને સ્થાને નવા અભ્યાસક્રમમાં રહેલ વિષયો ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસીના અભ્યાસક્રમમાં પણ હોવાથી દૂર-દૂરના ગામડેથી તૈયારી કરતાં ઉમેદવારો જે અભ્યાસ કરશે તેઓ ઉપર જણાવેલ તમામ ભરતીકસોટીઓ માટે અરજી કરી શકશે. બિનજરૂરી પુસ્તકો અને કોચિંગ ક્લાસ, ઓનલાઇન એપ પાછળ વેડફાતા નાણાં બચાવી શકશે. આમ પોલીસ ભરતી બોર્ડે આ અભ્યાસક્રમ દ્વારા ભરતીનું સરળીકરણ અને કેટલાક કોચિંગ ક્લાસો દ્વારા ચાલતા દૂષણને ડામવાના પગલાં ભરી એક કાંકરે બે પક્ષીઓનો શિકાર કર્યો છે.

અત્રે નોંધનીય છે કે પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ બની રહી છે, જ્યાં સુધી ના બને ત્યાં સુધી તમામ અપડેટસ 'લોકરક્ષક ભરતી બોર્ડ' અને ઓજસ ની વેબસાઇટ પર મૂકવામાં આવશે જેને તમામ અરજદારોએ ફોલો કરતાં રહેવું. આજકાલ યુવાનો વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા ટેકનો-સેવી પધ્ધતિથી ભણતર વિશેષ પસંદ કરે છે. આ યુવા ઉમેદવારો ગેરમાર્ગે ન દોરાય અને તેમને ભણતર માટે તૈયારીનું સાચું ઓથેન્ટિક માર્ગદર્શન મળી રહે તે માટે પોલીસ ભરતીબોર્ડના અધ્યક્ષ  દ્વારા .યુટયુબ ચેનલ પર નિશુલ્ક માર્ગદર્શન આપવામાં આવે છે. જેની ઉપરથી તૈયારી કરતાં લાખો ઉમેદવારો જોડાઈને લાભ મેળવી શકે છે.

પાર્ટ- 'એ'નો અભ્યાસક્રમ

અનુક્રમ ટોપીક માર્ક

રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ૫૦

ક્વોન્ટિટેવી એપ્ટિટયુડ ૫૦

કુલ ૧૦૦

પાર્ટ- 'બી'નો અભ્યાસક્રમ

અનુક્રમ ટોપીક માર્ક

ભારતનું સંવિધાન અને રાજ્યવ્યવસ્થા ૨૫

ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ૨૫

સમસામયિક ઘટનાઓ અને સામાન્ય જ્ઞાાન ૨૫

પર્યાવરણ, વિજ્ઞાાન અને પ્રૌધ્યોગિકી અને અર્થવ્યવસ્થા ૨૫

કુલ ૧૦૦


Google NewsGoogle News