Get The App

યુ.પી.એસ.સી. ભરતી પરીક્ષા .

Updated: May 21st, 2024


Google NewsGoogle News
યુ.પી.એસ.સી. ભરતી પરીક્ષા                           . 1 - image


- અધ્યયન-હિરેન દવે

- સામાન્ય કેટેગરીના ઉમેદવાર 32 વર્ષની વય સુધીમાં વધુમાં વધુ 6 વખત પરીક્ષામાં ભાગ લઈ શકે. 

તા જેતરમાં સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું. જેમાં રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ખુબ જ સારા માર્કે ઉત્તીર્ણ થયા. આ જોઈને પ્રત્યેકને એવી મહેચ્છા જાગી શકે કે હું પણ આ પરીક્ષા પાસ કરી દેશની સર્વોચ્ચ પરીક્ષા પાસ કર્યાનું ગૌરવ પ્રાપ્ત કરું. આ ભરતી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને દેશની સર્વોચ્ચ બિન તકનીકી વર્ગ ૧ સેવાઓમાં જોડાઈ શકાય છે. જેમાં એક સામાન્ય પરીક્ષા આપીને અનેક પદ જેવા કે ભારતીય પ્રશાસનિક સેવા, ભારતીય પોલીસ સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય રાજસ્વ સેવા, ભારતીય ઓડીટ અને એકાઉન્ટ સેવા વગેરે પૈકી કોઈપણ સેવામાં જોડાઈ શકે.

ઉમેદવારની લાયકાત : સરકાર માન્ય યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાની ડીગ્રી તથા ૨૧ વર્ષથી વધુ વય હોવી જોઈએ. સામાન્ય કેટેગરીના ઉમેદવાર ૩૨ વર્ષની વય સુધીમાં વધુમાં વધુ ૬ વખત પરીક્ષામાં ભાગ લઈ શકે. વયમર્યાદા ૧ ઓગસ્ટ ૨૦૨૪ના મુજબ ગણવામાં આવે છે. અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે ૫ વર્ષની છુટછાટ આપવામાં આવે છે આ વયમર્યાદામાં ગમે તેટલી વખત પરીક્ષામાં ભાગ લઈ શકે છે. અન્ય પછાત જાતિના ઉમેદવારને ત્રણ વર્ષની છૂટછાટ વયમાં છૂટછાટ આપવામાં આવે છે. જે દરમિયાન કુલ ૯ વખત પરીક્ષામાં ભાગ લઈ શકે છે.

પરીક્ષાની પદ્ધતિ : આ પરીક્ષા ત્રણ તબક્કામાં યોજવામાં આવે છે. પ્રથમ તબક્કો પ્રીલીમીનરી પરીક્ષા તરીકે ઓળખાય છે. આ તબક્કામાં 'મલ્ટીપલ ચોઈસ કવેશ્ચન' પ્રકારના બે પ્રશ્નપત્ર હોય છે. પ્રથમ પ્રશ્નપત્ર 'સામાન્ય અભ્યાસ'નું અને દ્વિતીય પ્રશ્નપત્ર 'સનદી સેવા અભિરુચિ પરીક્ષા'નું હોય છે. બંને પ્રશ્નપત્ર ૨૦૦ ગુણના હોય છે. જો ખોટો વિકલ્પ પસંદ કરવામાં આવે તો ૧/૩ નેગેટીવ માર્કની જોગવાઈ છે. આ પરીક્ષા માત્ર પાસ કરવાની હોય છે. આ માટેનું મેરીટ માત્ર પ્રથમ પ્રશ્નપત્ર 'સામાન્ય અભ્યાસ'ના ગુણભાર પરથી બનાવવામાં આવે છે. સનદી સેવા અભિરુચિ પરીક્ષામાં માત્ર ૩૩% ગુણ મેળવવા જરૂરી છે. તેમાં મેળવેલા ગુણ અંતિમ મેરીટમાં ગણવામાં આવતા નથી. કુલ બેઠકો સામે ૧૨ થી ૧૩ ગણા ઉમેદવારોને તેમાં પસંદ કરવામાં આવે છે.

પ્રીલીમીનરી પરીક્ષા પાસ થનાર વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. મુખ્ય પરીક્ષા લેખિત પરીક્ષા હોય છે. જેમાં ૯ પ્રશ્નપત્ર હોય છે. તેમાંથી ૨ પ્રશ્નપત્ર (માતૃભાષાનું પ્રશ્નપત્ર અને અંગ્રેજી પ્રશ્નપત્ર) માત્ર પાસ થવાના હોય છે. તેના માર્ક મેરીટમાં ગણાતાં નથી. બાકીના ૭ પ્રશ્નપત્ર પૈકી સામાન્ય જ્ઞાન (જનરલ સ્ટડીઝ), નિબંધ ઉપરાંત વૈકલ્પિક વિષયના પ્રશ્નપત્ર હોય છે જેના કુલ માર્ક ૧૭૫૦ હોય છે. કુલ પદોના લગભગ ૩ ગણા ઉમેદવારોને અંતિમ પડાવ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે.

તેમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીને એપ્રિલ મહિનાના અંતભાગમાં ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. નવી દિલ્હીમાં યુપીએસસી ભવન ખાતે ૨૫-૩૦ મિનિટ ઈન્ટરવ્યુ ચાલે છે, જેમાં ૫ તજજ્ઞાો દ્વારા વિદ્યાર્થીની પ્રતિભાની ચકાસણી કરવામાં આવે છે. જેના ૨૭૫ માર્ક હોય છે. મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુના ૨૦૨૫ માર્ક પરથી કુલ મેરીટ બને છે. જેમાં સારો દેખાવ કરનાર ઉમેદવારને પસંદ કરવામાં આવે છે.

આ પરીક્ષામાં દર વર્ષે સરેરાશ ૧૦૦૦ જેટલી બેઠકો હોય છે. ગુજરાત રાજ્યની વસ્તી દેશની સરેરાશ ૫ % ગણીને વિચારીએ તો ઓછામાં ઓછા ૫૦ ગુજરાતીઓ તો સફળ થાય તો સનદી સેવાના ગૌરવવંતા ક્ષેત્રે રાજ્યનો ડંકો વાગી શકે ! આ માટે રાજયમાં હજી વધુ જાગૃતિની જરૂર છે. જો ધોરણ ૧૨ પછી જ સનદી સેવાની તૈયારી શરૂ કરાવવામાં આવે તો હજી ઘણું પરિણામ રાજયમાં સુધારી શકાય.

ક્રમ

                                  વિષય

ગુણ

નિબંધ

૨૫૦

સામાન્ય અભ્યાસ ૧ (ભારતીય ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ)

૨૫૦

સામાન્ય અભ્યાસ ૨ (ભારતીય રાજ્યવ્યવસ્થા, શાસન, સામાજિક ન્યાય, આંતરરાષ્ટ્રીય સંબંધ)

૨૫૦

સામાન્ય અભ્યાસ ૩ (અર્થવ્યવસ્થા, પર્યાવરણ અને જૈવવૈવીધતા, વિજ્ઞાાન પ્રૌધોગિકી, સુરક્ષા  અને આપત્તિ વ્યવસ્થાપન)

૨૫૦

સામાન્ય અભ્યાસ ૪ (નીતિશાસ્ત્ર)

૨૫૦

વૈકલ્પિક વિષય પ્રશ્નપત્ર ૧

૨૫૦

વૈકલ્પિક વિષય પ્રશ્નપત્ર ૨

૨૫૦

કુલ

-

૧૭૫૦


Google NewsGoogle News