મેમરી ટેકનિક યાદશક્તિ 10 ગણી વધારવા શું કરવું ?
- અધ્યયન-હિરેન દવે
- મગજ લામ્બી વિગતોને યાદ રાખી શક્તું નથી. એક સાથે ૭ (ઓછામા ઓછા ૫ અને વધુમા વધુ ૯) વિગતોને યાદ રાખી શકે છે
આ જનો જમાનો ડેટાનો યુગ છે. દરેક વ્યક્તિએ અનેક પ્રકારની માહિતી કે ડેટા યાદ રાખવો જરૂરી છે. વિદ્યાર્થીથી શરૂ કરીને વર્કિંગ પ્રોફેશનલ અને હોમમેકર સુધી પ્રત્યેકને અનેક પ્રકારની માહિતી યાદ રાખવી હોય છે પણ યાદ રહેતી નથી તો કેવી રીતે યાદશક્તિ વધારી શકાય તેના માટે ઇફેક્ટિવ ટિપ્સ ડિસ્કસ કરીયે
ભુલવુ એ મનની પ્રકૃતિ છે. મનોવિજ્ઞાાની એબિંગહાઉસે તેનો ખુબ સુંદર અભ્યાસ કરી 'ફરગેટિંગ કર્વ' તૈયાર કર્યો છે. તે એમ કહે છે કે તમે જે કાંઈ વાંચો છો કે ઓડિયો/વિડિયો લેકચર એટેંડ કરો છો તેમાથી ૨૫% માહિતી તો ઇસ્ટંટલી બાષ્પીભવન થાય છે. જેમ કે તમે હાલ આ આર્ટિકલ વાંચી રહ્યા છો અને તરત ભુલી પણ રહ્યા છો. ૧ કલાક બાદ ૫૬% માહિતી બાષ્પીભવન પામશો ૧ દિવસ બાદ એટલે કે આવતી કાલે માત્ર ૩૩% યાદ હશે. ૬ દિવસ પછી માત્ર ૨૫% જ માહિતી યાદ હશે. તો આ સમસ્યાનો ઇલાજ શો ?
'ઇટ સ્લીપ રીડ રીપીટ': જો તમે આ માહિતી યાદ સારી રીતે રાખવા માંગો છો તો તેનું અનેક વખત યોગ્ય સમયે રિવિઝન કરવું પડે. વાંચીને નોટ્સ બનાવ્યા બાદ પ્રથમ રિવિઝન તરત જ કરવું. બીજુ રિવિઝન ૧ દિવસ બાદ ત્રીજુ ૧ અઠવાડિયા બાદ ચોથુ ૧ મહિના બાદ અને છેલ્લુ પરીક્ષાના એક મહિના પહેલા કરવું જોઇએ. કોઈ પણ બાબત શિખવા માટે ઓછા ડયુરેશનના મલ્ટિપલ સેશન વધુ લાભદાયી છે પણ એક લાંબા સેશનથી ઓછુ શીખી કે યાદ રાખી શકાય છે. મગજની અંદરના ન્યુરોનલ નેટવર્ક કે જેને તબીબી પરિભાષામા સાયનાપ્સ કહેવાય છે તે સતત વિકસતુ નેટવર્ક છે ઓછા સમયના મલ્ટિપલ સેશન શિખવા કે યાદ રાખવા વધુ લાભદાયી છે.
મિયર એકસ્પોઝર : જો કોઈ ફેક્ટ જે તમારે યાદ રાખવી છે તે અનેકવાર જો તમારી આંખ સામેથી પસાર થશે તો યાદ રહી જશે. મોટા અવાજે વારેવારે રિપિટ કરવાથી યાદ રહી જશે. જ્યાં તમે અભ્યાસ કરો છો એ સ્ટડી ટેબલ સામે કે તમારા રૂમની દિવાલ પર યાદ રાખવા જેવી વિગતો કાગળ પર લખી ચોંટાડી દો. બને તો ચાર્ટ/ડાયાગ્રામ દ્વારા ચીત્રાત્મક પ્રેઝેટેંશન કરો. દિવસમા અનેક વખત એકસ્પોઝરને લીધે યાદ રહી જશે અને જો પરફેક્ટલી યાદ ન પણ હોય તો પણ ઓપ્શનમાંથી તમે સારી રીતે શોધી શકશો.
જ્ઞાાન વહેંચવાથી વધે છે. બીજાને શિખવાડવું એ યાદ રાખવાની શ્રેષ્ઠ કળા છે. તમારા ગુ્રપમાં એકબીજા સાથે ડિસ્કસ કરો. તમને જે આવડે છે તે તમારા ગુ્રપમા બીજાને શિખવાડો તો તમને સારી રીતે રિવાઇઝ પણ થશે અને યાદ રહી જશે.
ન્યુમોનિક્સ બનાવી જે તે ફેક્ટને ઝડપથી રાઇટ સિક્વંસમા યાદ રાખી શક્યા. જેમ કે મેઘધનુષના રંગો માટે 'વિબ્ગ્યોર' કે 'જાનીવાલીપિનારા' બધાને ખ્યાલ હોય છે તેમ તમારે જે વિગતો યાદ રાખવી હોય તેના માટે કોઈ ન્યુમોનિક્સ બનાવવું. મગજ એ લોજીકલ કરતા ઇન-લોજીકલ બાબતોને વિશેષ યાદ રાખી શકે છે. કોઈ રિધમ મળે તેવા રાયમિંગ ન્યુમોનિક્સ તૈયાર કરવા તો એક લઢણમા તેને સહેલાઇથી યાદ રાખી શકાય.
ચેકીંગ : મગજ લામ્બી વિગતોને યાદ રાખી શક્તું નથી. એક સાથે ૭ (ઓછામા ઓછા ૫ અને વધુમા વધુ ૯) વિગતોને યાદ રાખી શકે છે. આથી લામ્બી વિગતો યાદ રાખવા માટે તેને નાના ટુકડા કે ચન્કમા ડિવાઇડ કરો. જેમ કે મોબાઈલ નમ્બર કે બેંક એકાઉંટ નમ્બર કે પાસવર્ડ ૧૦ કે તેથી વધુ આંકડાના હોય અને ઝડપથી યાદ ન રહે આથી ૨-૩ આંકડાના ચેક બનાવી તેની સિક્વંસ બનાવી યાદ રાખો. જો કે જે માહિતીને આપણે પર્સનલી મહત્ત્વની માનીયે છીએ તે ઝડપથી યાદ રહે છે જેમ કે પરિવારજનોના મોબાઈલ નમ્બર વગેરે ઓછી મહેનતથી યાદ રહે છે.
મેમરી પેલેસ અથવા મેથડ ઓફ લોકાઇ તરીકે ઓળખાતી ટેકનિક પણ યાદ રાખવા માટે અકસીર છે. તેને સમજવા માટે ઓનલાઈન સર્ચ કરીને વધુ માહિતી મેળવી શકો.
આ ઉપરાંત ફુડ હેબીટ્સ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જંકફૂડથી દૂર રહો બદામ, આમ્બળા, બ્રાહ્મી વગેરે યાદશક્તિ માટે અકસીર છે. જેટલા વધુ ખુશ હશો સ્વસ્થ હશો તેટલું વધુ અને ઝડપી યાદ રાખી શકશો. ઓલ ધ બેસ્ટ !