કરંટ અફેર્સના રિડિંગની ત્રણ આઈએમપી ટિપ્સ
- અધ્યયન-હિરેન દવે
ક રંટ અફેરના રિડિંગને લઈને અનેક કંફ્યુઝીંગ ઓપ્શન્સ છે ! રોજ અનેક યુટયુબના વિડિયો, ચેનલ્સ, ફેસબુક કરંટ અફેર્સ, અનેક એપ પરના એમ.સી.ક્યુ. પ્રશ્નો સોલ્વ કરવા. દરેકમા ફેક્ટસના બોમ્બાર્ડિંગ વચ્ચે કેવી રીતે તૈયારી કરવી ?
૧)કેટલા સમયનું વાંચન કરવું ? : જીપીએસસી માટે ૬ મહિના અને યુ૫ીએસસી માટે ઓછામાં ઓછા ૧ વર્ષની ઘટનાઓનો અભ્યાસ કરવો જોઈએ. પરિક્ષામા વેઈટેજ ૧૫% કે મેક્સીમમ ૨૫% કરતા વધુ નથી રોજીંદા ૧ કલાકથી વધુ સમય આ વિષય માટે આપી શકાય નહિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની રેસ જીતવા બેલેંસ તૈયારી જરૂરી છે. અહિ, માસ્ટર ઓફ વન કરતા જેક ઓફ ઓલ જલદી સિલેક્ટ થાય છે. બધા વિષયોની બેલેંસ તૈયારી સફળતા અપાવે છે. આથી સ્ટેટિક વિષયો અને ડાયનામિક (રોજ નીતનવા) કરંટ અફેર્સ વચ્ચે સમયનું બેલેંસ જરૂરી છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમા જસ્ટ એંટર જ થયા છે તેમણે સાંસ્કૃતિક વારસોઘ રાજ્યવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી વગેરેનો અભ્યાસ બાકી છે તેમણે વધુ ધ્યાન તેની ઉપર આપવું જોઈએ. કારણ કે આ સ્ટેટિક વિષયોની તૈયારી એક વખત કરવાની હોય છે અને આવનારી તમામ પરીક્ષાઓમા કામ લાગશે જ્યારે કરંટ અફેર્સના પોઈંટ દરેક પરીક્ષા માટે નવા હોય છે. માટે દરેક પરીક્ષા માટે ફ્રેશ તૈયારી કરવી પડે ! જે કેંડિડેટ્સ એકથી વધુ એટેમ્પ્ટ આપી ચુક્યા છે અને ટ્રેડિશનલ સબ્જેક્ટ પર ગ્રીપ સારી છે તેઓ કરંટમા વધુ સમય ઇન્વેસ્ટ કરી શકે !
૨)શું વાંચવું ? : યુ૫ીએસસી/જીપીએસસી માટે કરંટ ડેવલપમેંટને તમારા સિલેબસ સાથે રીલેટ કરતા જાવ. કરંટ પોલિટિક્સ, (જેમ કે સંસદ અને વિધાનસભા દ્વારા ઘડાયેલ નવા કાયદા, સંવિધાન સુધારા, સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટના ચુકાદાઓ) કરંટ ઈકોનોમી, ઈંટરનેશનલ રિલેક્શન વગેરે પ્રમાણે રિલેટ કરતા જાવ. ઈતિહાસનો સામ્પ્રત પર્સપેક્ટીવ સામાન્ય રીતે હોતો નથી પણ જેમકે સરકારે લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો તો આવા વિષયોના પ્રશ્નો આવવાની સંભાવના વધી જાય છે. દરરોજના વાંચનને તથ્યપ્રધાન કરતા એનાલિટિકલ બનાવો.
૩)શેમાથી વાંચન કરવું ? : ન્યુઝ૫ેપર રિડિંગ બેસ્ટ છે. વધુ ભાર એડિટોરિયલ પર આપો કે જેમા કોઈ એક્સપર્ટ જેતે વિષયના રિસર્ચ સાથે તેને સમજાવતા હોય. સરકારનો એપ્રોચ એવો છે કે જે સરકારી અધિકારી હોય તેને સરકારના વલણ અને સરકારના પ્રશ્નો વિષે સારી એવી સમજ હોય. ઓફ કોર્સ આવનાર ઓફિસર પોઝીટિવ એટિટયુડ ધરાવતો હોય તે અપેક્ષિત છે. ખાનગી મિડીયા સરકાર માટે વધુ ક્રિટિકલ છે. આથી કદાચ એકતરફી વ્યુ મળે. સિક્કાની બીજી બાજુ જાણવા અને સમજવા માટે સરકારની માહિતી પર એક નજર કરો. આ માટે 'યોજના' અને 'કુરુક્ષેત્ર' બેસ્ટ છે. રાજ્યસભા ટીવી અને ડીડી ન્યુઝ પણ ફોલો કરો. સરકારની વેબસાઈટ/વિકાસપિડિયા પર વિવિધ યોજનાઓની લેટેસ્ટ માહિતી પર એક ઉડતી નજર નાખો. આ ઉપરાંત કેટલીક થિંકટેંકના રિપોર્ટ જોઈ જાવ. જેમ કે દેશની સંસદ પર 'પીઆરએસ લેજીસ્લેટીવ રિસર્ચ' ના અહેવાલ, દેશની ચુટણી પર એસોસીએશન ફોર ડેમોક્રેટિક રેફોર્મ'ના રિપોર્ટ, ભારતીય સરક્ષણ, ઈંડિયા ચાઈના જેવા ટોપિક્સનો અભ્યાસ કરવા વિવેકાનંદ ફાઉંડેશન, ઓઆરએફ દેશની થિંકટેંક ગણાય છે. આજ રીતે 'ધ હિંદુ' વર્તમાનપત્રના એડિટોરિયલમા અનેક ટોપ બ્યુરોક્રેટ્સના આર્ટિકલ આવે છે. ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન 'ગુજરાત' મેગેઝીન પ્રકાશિત કરવામા આવે છે. જો આવા ઓથેન્ટિક સોર્સનો ઉપયોગ કરશો તો નોલેજ બેઝ મજબુત થશે !