મેમરી ટેકનિક યાદશક્તિ વધારવા શું કરવું?
- અધ્યયન-હિરેન દવે
- ફુડહેબીટ્સ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જંકફુડથી દૂર રહો બદામ, આંબળા વગેરે યાદશક્તિ માટે અકસીર છે
આ જનો જમાનો ડેટાનો યુગ છે. દરેક વ્યક્તિએ અનેક પ્રકારની માહિતી કે ડેટા યાદ રાખવો જરૂરી છે. વિદ્યાર્થીથી શરૂ કરીને વર્કિંગ પ્રોફેશનલ અને હોમમેકર સુધી પ્રત્યેકને અનેક પ્રકારની માહિતી યાદ રાખવી હોય છે પણ યાદ રહેતી નથી તો કેવી રીતે યાદશક્તિ વધારી શકાય તેના માટે ઈફેક્ટિવ ટિપ્સ ડિસ્કસ કરીએ.
ભુલવું એ મનની પ્રકૃતિ છે. મનોવિજ્ઞાાની એબિંગહાઉસે તેનો ખુબ સુંદર અભ્યાસ કરી 'ફરગેટિંવ કર્વ' તૈયાર કર્યો છે. તે એમ કહે છે કે તમે જે કાઈ વાંચો છો કે ઓડિયો/વિડિયો લેક્ચર એટેંડ કરો છો તેમાંથી ૨૫% માહિતી તો ઈંસ્ટંટલી બાષ્પીભવન થાય છે. જેમકે તમે હાલ આ આર્ટિકલ વાંચી રહ્યા છો અને તરત ભુલી પણ રહ્યા છો. ૧ કલાક બાદ ૫૬% માહિતી બાષ્પીભવન પામશે ! ૧ દિવસ બાદ એટલે કે આવતી કાલે માત્ર ૩૩% યાદ હશે. ૬ દિવસ પછી માત્ર ૨૫% જ માહિતી યાદ હશે. તો આ સમસ્યાનો ઈલાજ શો ?
'ઈટ સ્લીપ રીડ રીપીટ' : જો તમે આ માહિતી યાદ સારી રીતે રાખવા માંગો છો તો તેનું અનેક વખત યોગ્ય સમયે રિવિઝન કરવું પડે. વાંચીને નોટ્સ બનાવ્યા બાદ પ્રથમ રિવિઝન તરત જ કરવું. બીજું રિવિઝન ૧ દિવસ બાદ ત્રીજુ ૧ અઠવાડિયા બાદ ચોથું ૧ મહિના બાદ અને છેલ્લું પરીક્ષાના એક મહિના પહેલા કરવું જોઈએ. કોઈ પણ બાબત શિખવા માટે ઓછા ડયુરેશનના મલ્ટિપલ સેશન વધુ લાભદાયી છે પણ એક લાંબા સેશનથી ઓછું શીખી કે યાદ રાખી શકાય છે. મગજની અંદરના ન્યુરોનલ નેટવર્ક કે જેને તબીબી પરિભાષામાં સાયનાપ્સ કહેવાય છે તે સતત વિકસતું નેટવર્ક છે ઓછા સમયના મલ્ટિપલ સેશન શિખવા કે યાદ રાખવા વધુ લાભદાયી છે.
મિયર એકસ્પોઝર : જો કોઈ ફેક્ટ જે તમારે યાદ રાખવી છે તે અનેકવાર જો તમારી આંખ સામેથી પસાર થશે તો યાદ રહી જશે. મોટા અવાજે વારેવારે રિપિટ કરવાથી યાદ રહી જશે. જ્યાં તમે અભ્યાસ કરો છો એ સ્ટડી ટેબલ સામે કે તમારા રૂમની દિવાલ પર યાદ રાખવા જેવી વિગતો કાગળ પર લખી ચોંટાડી દો. બને તો ચાર્ટ/ડાયાગ્રામ દ્વારા ચિત્રાત્મક પ્રેઝેંટેશન કરો. દિવસમાં અનેક વખત એક્સ્પોઝરને લીધે યાદ રહી જશે અને જો પરફેક્ટલી યાદ ન પણ હોય તો પણ ઓપ્શનમાંથી તમે સારી રીતે શોધી શકશો.
જ્ઞાાન વહેંચવાથી વધે છે. બીજાને શિખવાડવું એ યાદ રાખવાની શ્રેષ્ઠ કળા છે. તમારા ગુ્રપમાં એકબીજા સાથે ડિસ્કસ કરો. તમને જે આવડે છે તે તમારા ગુ્રપમાં બીજાને શિખવાડો તો તમને સારી રીતે રિવાઈઝ પણ થશે અને યાદ રહી જશે.
ન્યુમોનિક્સ બનાવી જે તે ફેક્ટને ઝડપથી રાઈટ સિક્વંસમા યાદ રાખી શકાય. જેમકે મેઘધનુષના રંગો માટે 'વિબ્ગ્યોર' કે જાનીવાલીપિનારા બધાને ખ્યાલ હોય છે તેમ તમારે જે વિગતો યાદ રાખવી હોય તેના માટે કોઈ ન્યુમોનિક્સ બનાવવું. મગજ એ લોજીકલ કરતા ઈન-લોજીકલ બાબતોને વિશેષ યાદ રાખી શકે છે. કોઈ રિધમ મળે તેવા રાયમિંગ ન્યુમોનિક્સ તૈયાર કરવા તો એક લઢણમાં તેને સહેલાઈથી યાદ રાખી શકાય.
ચંકીંગ : મગજ લાંબી વિગતોને યાદ રાખી શકતું નથી. એકસાથે ૭ (ઓછામાં ઓછા ૫ અને વધુમાં વધુ ૯) વિગતોને યાદ રાખી શકે છે.
આથી લાંબી વિગતો યાદ રાખવા માટે તેને નાના ટુકડા કે ચન્કમા ડિવાઈડ કરો. જેમકે મોબાઈલ નંબર કે બેંક એકાઉન્ટ નંબર કે પાસવર્ડ ૧૦ કે તેથી વધુ આંકડાના હોય અને ઝડપથી યાદ ન રહે આથી ૨-૩ આંકડાના ચંક બનાવી તેની સિક્વંસ બનાવી યાદ રાખો. જોકે જે માહિતીને આપણે પર્સનલી મહત્વની માનીએ છીએ તે ઝડપથી યાદ રહે છે જેમકે પરિવારજનોના મોબાઈલ નંબર વગેરે ઓછી મહેનતથી યાદ રહે છે.
મેમરી પેલેસ અથવા મેથડ ઓફ લોકાઈ : તરીકે ઓળખાતી ટેકનિક પણ યાદ રાખવા માટે અકસીર છે. તેને સમજવા માટે ઓનલાઈન સર્ચ કરીને વધુ માહિતી મેળવી શકો.
આ ઉપરાંત ફુડહેબીટ્સ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જંકફુડથી દૂર રહો બદામ, આંબળા વગેરે યાદશક્તિ માટે અકસીર છે. જેટલા વધુ ખુશ હશો સ્વસ્થ હશો તેટલું વધુ અને ઝડપી યાદ રાખી શકશો. ઓલ ધી બેસ્ટ !