ઇન્ટરવ્યુ માટેના આદર્શ ડ્રેસકોડ .
- અધ્યયન-હિરેન દવે
- જેવા છો તેવા બોર્ડ સમક્ષ રજુ થાવ. તમારો આત્મવિશ્વાસ એ જ તમારું શ્રેષ્ઠ આભુષણ છે.
જયા રે પણ તમે વ્યક્તિત્વ કસોટી માટે બોર્ડ સમક્ષ રજુ થાવ છો ત્યારે ડ્રેસકોડ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિત્વ કસોટી માટે એવું કહી શકાય કે 'ફર્સ્ટ ઇમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન'. જયારે ઉમેદવાર બોર્ડ સમક્ષ પ્રસ્તુત થાય છે ત્યારે તેના ડ્રેસકોડ સમક્ષ બોર્ડની નજર પડે છે અને પ્રથમ પરિચયમાં એક પ્રકારની ભૂમિકા બંધાય છે. બોર્ડના સભ્યો ડ્રેસકોડ થકી ઉમેદવારને ચકાસવાનું કે મુલાવવાનું શરૂ કરે છે. ડ્રેસકોડ માટે ભારતીય લશ્કરને આદર્શ ગણવામાં આવે છે. ભારતીય લશ્કર દ્વારા સ્વિકૃત્ત ડ્રેસકોડના વિવિધ આયામોની આપણે અહિ ચર્ચા કરીશું. તેના સંદર્ભે આપણે અહી ચર્ચા કરીશું. ડ્રેસકોડ માટે સામાન્યત: ઉમેદવારો માત્ર કપડા વિષે સજ્જતા દાખવે છે પરંતુ ડ્રેસકોડ એક વ્યાપક ખ્યાલ છે તેમાં નીચેના પાસાઓનો સમાવેશ થાય છે :
હેરસ્ટાઇલ : માથાના વાળને એક અધિકારીના જોવા મળે તે પ્રકારે પસંદ કરવા જોઈએ. વાળ સારી રીતે ઓળેલા હોવા જોઈએ. તેમાં સાધારણ તેલ નાખી શકાય. પરંતુ વધુપડતું તેલ ન નાખવું જોઈએ. મહિલા ઉમેદવારોએ વાળને ખાસ બાંધેલા રાખવા જોઈએ. ખુલ્લા વાળ ન હોવા જોઈએ. પુરષ ઉમેદવારોએ વાળની સાથે દાઢીમુછ પણ યોગ્ય રીતે પસંદ કરવા જોઈએ. ક્લીનશેવ રાખી શકાય, જો દાઢી કે મુછ રાખતા હોય તો યોગ્ય ટ્રીમ કરેલી કે ઓળેલી હોવી જોઈએ.
ચહેરા પરનો મેકઅપ : ચહેરા પર બને ત્યાં સુધી કોઈ મેકઅપ ન કરો. ગોગલ્સ ચશ્માં પહેરવાની ભૂલ ન કરવી. જેવા છો તેવા બોર્ડ સમક્ષ રજુ થાવ. તમારો આત્મવિશ્વાસ એ જ તમારું શ્રેષ્ઠ આભુષણ છે. મહિલા ઉમેદવાર કપાળ પર બિંદી અને જો પરણિતા હોય તો માથેસિંદુરનો ઉપયોગ કરી શકે.
વસ્ત્ર પરિધાન : સૌથી વધુ મહત્વનું પાસું વસ્ત્રની પસંદગી છે. વસ્ત્ર હમેશા ઔપચારિક હોવા જોઈએ. જીન્સ-ટીશર્ટ પહેરવાની ભૂલ ન કરવી. પુરુષ ઉમેદવાર માટે લાઈટ રંગનો શર્ટ અને ડાર્ક રંગનું પેન્ટ આદર્શ છે. જોકે બને ત્યાં સુધી સફેદ શર્ટ અને કાળું પેન્ટ ન પહેરવું જોઈએ. કારણકે તે વકીલનો ડ્રેસકોડ છે. આ સિવાયના કોઈપણ આચ્છા રંગના શર્ટ (પીળો, વાદળી વગેરે) પહેરી શકાય. પેન્ટ પર બેલ્ટ ચળકતા બક્કલનો ન હોવો જોઈએ. આ ઉપરાંત ટાઇ અને બ્લેઝરનો પણ ઉપયોગ કરી શકાય.'હળવું' પરફ્યુમ કે બોડી સ્પ્રેે ઉપયોગમાં લઇ શકાય.મહિલા ઉમેદવારો માટે કોટનની સાડી ઉત્તમ ડ્રેસકોડ ગણવામાં આવે છે. પણ જો સાડી પહેરવાનો અનુભવ ન હોય તો સલવાર સુટ પહેરી શકાય. પરંતુ બહુ ભડક રંગોના કે એવી ડીઝાઇનવાળા કપડા ન પહેરવા જોઈએ.અલબત્ત વસ્ત્રો ઈસ્ત્રી કરેલ અને યોગ્ય ફીટીંગવાળા હોવા જોઈએ. અને પ્રથમ વખત જ પહેરેલ ન હોવા જોઈએ જેમાં ઉમેદવાર કમ્ફર્ટેબલ ફિલ ન કરે.
શુઝ કે ચંપલ : ઇન્ટરવ્યુ બોર્ડના સભ્યો પોતાની 'લેઝર જેવી શાર્પ'નજર માટે જાણીતા છે. તેઓ માત્ર વસ્ત્રોથી અંજાઈ જતા નથી, પણ જે બાબતને ઉમેદવારો વધુ નજરઅંદાજ કરે છે તેમની પર તેની નજર હોય છે, મીલીટરી ડ્રેસકોડ મુજબ જયારે પણ તમે શૂઝની પસંદગી કરો ત્યારે તેનો આગળનો ભાગ અણીદાર ન હોવો જોઈએ પરંતુ આગળથી થોડો સપાટ હોવો જોઈએ. સામાન્યત: ઘેરા રંગના દોરીવાળા બુટ પહેરવા જોઈએ.ઓક્સફર્ડ કે ડર્બી શૂઝ પહેરી શકો.અલબત્ત, શુઝ યોગ્યરીતે પોલીશ કરેલા હોવા જોઈએ અને
ચાલતી વખતે અવાજ થાય તેવા ન હોવા જોઈએ. મહિલા ઉમેદવારો હિલ વાળા ચંપલ ન પહેરવા જોઈએ. વળી બહુ હેવી લુક આપે તેવા પણ ન હોવા જોઈએ. પ્રમાણમાંઔપચારિક રીતે શોભા આપે તેવા હોવા જોઈએ.
ઘરેણા : વ્યક્તિત્વ કસોટીના ઉમેદવારે બને ત્યાં સુધી કોઈ આભુષણનો પ્રયોગ ન કરવો જોઈએ. 'સિમ્પલ લુક' વધુ પ્રભાવશાળી હોય છે. મહિલા ઉમેદવાર જો લગ્ન થઇ ગયા હોય તો મંગળસૂત્ર કે વિવાહિત હોય તો તેની વીંટી પહેરી શકે. નખ કાપેલા હોવા જોઈએ પણ નેઈલપોલિશ કરવી ન જોઈએ. ખિસ્સામાં પેન રાખી શકાય. પરંતુ ખિસ્સામાં બિનજરૂરી ચીજવસ્તુઓ ન રાખવી જોઈએ જેનાથી ખિસ્સા બહુ ભારે લાગે અને વસ્ત્રોની શોભા ખરાબ થાય. પરંતુસોના-ચાંદીના ઘરેણા વિવિધ નંગોની વીંટીઓ વ્યક્તિત્વ કસોટી માટે સારી ગણવામાં આવતી નથી. ટેટુ બને ત્યા સુધી ન કરાવવુ અને જો કરાવેલ હોય તો જો તેને ઢાંકી શકાય તેમ હોય તો ઢાંકવુ જોઇયે.
આ ડ્રેસકોડની ટિપ્સ સાથે સૌથી મહત્વની ટિપ્સ : ચહેરા પરનું સ્મિત અને આંખોમા કોન્ફિડન્સ એ ઉત્તમ ઉત્તમ આભુષણ છે.