Get The App

D.Y.S.O., C.C.E., અને G.P.S.C., મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો?

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
D.Y.S.O., C.C.E., અને G.P.S.C., મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો? 1 - image


- અધ્યયન-હિરેન દવે

- મુખ્ય કસોટીમાં જે જવાબ લખવાનો છે તેમાં વર્ડ લિમિટ, સ્પેસ લિમિટ અને ટાઈમ લિમિટમાં ઉત્તર આપવાનો હોય છે

જો પ્રથમ મેઈન પરીક્ષામાં સફળતા મેળવવી હોય તો આન્સર-રાઈટિંગ પ્રેક્ટિસ અત્યારથી જ શરૂ કરો. કારણ કે મુખ્ય કસોટીમાં જે જવાબ લખવાનો છે તેમાં વર્ડ લિમિટ, સ્પેસ લિમિટ અને ટાઈમ લિમિટમાં ઉત્તર આપવાનો હોય છે. દરેક પ્રશ્નમાં નિર્ધારિત શબ્દ-મર્યાદા આપવામાં આવેલ છે જેની અંદર ઉમેદવારે વિષયના તમામ પરિણામો સમાવીને ઈન્ટ્રો, બોડી પાર્ટ અને ઉપસંહાર સમાવવાના હોય છે. પ્રશ્નપત્રમાં જ ચોક્કસ જગ્યા (સ્પેસ લિમિટ) ઉત્તર લખવા આપેલ હોય છે આથી જો એકાદ-બે વાક્ય લખ્યા બાદ તેની પર કેન્સલ કરવાનું થાય તો પાછળથી જગ્યા ખૂટતા કોઈ ને કોઈ વિગતો જવાબમાં જ લખી શકતા માર્ક કપાય છે. વળી ૧૦-૧૨ મિનિટમાં સમયમાં (ટાઈમ લિમિટ) પ્રશ્ન વાંચી જવાબ લખવા સુધી મળતી હોવાથી સહેજ પણ જો સમય બગાડે તો પાછળ પેપર છૂટી જાય છે. આમ ત્રણેય લિમિટ સાચવીને જવાબ લખવાનો હોય છે. આથી દરરોજ એક પ્રશ્ન લખવાની ટેવ પાડવી આવશ્યક છે.

જનરલ સ્ટડીઝના પ્રિલિમના જે વિષયો પર સારી પકડ હોય તે વિષયના જીપીએસસીના (પી.વાય.ક્યૂ.) પ્રિવિયસ યર ક્વેશચનથી લેખનની શરૂઆત કરવી. સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રમાં જવાબ નિબંધ સ્વરૂપના હોવા જોઈએ. આથી નિબંધનું સ્વરૂપ સમજી લેવું જરૂરી છે.

નિબંધના વિષયવસ્તુને ત્રણ ભાગમાં બાંધવાનું હોય છે. સૌપ્રથમ ફકરામાં 'પરિચય' હોય છે જેમાં જેતે વિષયવસ્તુનો ટૂંકો પરિચય આપો. વચ્ચેનો ભાગ 'બોડીપાર્ટ' તરીકે ઓળખવામાં આવે છે જે સૌથી લાંબો ભાગ છે ! અંતે તો 'સારલેખન' કે કનક્લુઝન હોય છે !

પ્રથમ એક ફકરામાં વિષયવસ્તુમાં ટૂંકમાં પ્રવેશવાનું હોય છે ! તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિણામોની ચર્ચા આવે. અહી સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો! ટોપિકને લગતાસર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો! ખાસ કરીને વિષયનો ઈતિહાસ, ક્રમિક વિકાસ, તેના સામાજિક અને આર્થિક પાસા, ભારતના સંવિધાનમાં કે કોઈ મહત્વના કાયદામાં તેના વિષે જો કોઈ જોગવાઈ કરેલ હોય તો તેના વિશેનો ઉલ્લેખ, વિષયની સમસામયિક મહત્વ, હાલમાં ચાલતા વિવાદો અને તેનું વિશ્લેષણ, આંતરરાષ્ટ્રીય પરિણામો - અન્ય રાષ્ટ્રોમાં આવા મુદ્દે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેનો પરિચય વગેરે કેટલાક પાસાઓને બોડીપાર્ટમાં સમાવી શકાય. આ પાસાઓ નક્કી કર્યા બાદ તેને કયા ક્રમમાં લખવા તે નક્કી કરવું. તેનું કાચું માળખું બને તો દોરીને તૈયાર કરવું. ત્યારબાદ આ વિષયને સારીરીતે સજાવવા માટે તેમાં કયા સુવાક્યોને ટાંકી શકાય તે શોધવું. નિબંધનું સ્વરૂપ ફકરાનું રાખવું જોઈએ. પોઈન્ટમાં ઉત્તર લખવા નહિ. આ ઉપરાંત્ત ઉત્તર લખતી વખતે શક્ય હોય તેટલી વધુ આકૃતિઓ દોરવી જોઈએ. જ્યાં બને ત્યાં સુધી ચાર્ટ, નકશા વગેરે ઈંફોગ્રાફિક્સ દ્વારા દર્શાવવું જોઈએ. લખતી વખતે ચર્ચાની ભાષા પ્રયોજીને વિષયના વિવિધ પાસાઓ તર્કસંગત રીતે ચર્ચવા જોઈએ.

નિબંધનો અંતિમ ભાગ લેખકના પોતાના વિચારો દર્શાવવા માટે ઉત્તમ છે!


Google NewsGoogle News