Get The App

ઇન્ટરવ્યુ (વ્યક્તિત્વ કસોટી) માટેની તૈયારી કેવી રીતે શરૂ કરશો?

Updated: Apr 6th, 2021


Google NewsGoogle News
ઇન્ટરવ્યુ (વ્યક્તિત્વ કસોટી) માટેની તૈયારી કેવી રીતે શરૂ કરશો? 1 - image


- અધ્યયન-હિરેન દવે

સ્પ ર્ધાત્મક પરીક્ષાના અંતિમ સોપાન ઇંટરવ્યુ સુધી જ્યારે પહોચીયે ત્યારે અચૂક એવી મૂંઝવણ અનુભવાય કે કેવી રીતે અંતિમ સોપાન સર કરી લક્ષ્યવેધ કરવો?પ્રિલિમ અને મેઇન્સ માટે બજારમા વિપુલ સાહિત્ય/સામગ્રી ઉપલબ્ધ છે પણ વ્યક્તિત્વ કસોટી માટે શુ કરવુ તેનુ માર્ગદર્શન આપતી સામગ્રીનો દુકાળ છે.વ્યક્તિત્વ કસોટી (ઇન્ટરવ્યુ) માટે તૈયારી કરવા માટે નીચે મુજબના અનેક સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિત્વ કસોટી પાસ કરવી અસંભવ નથી.

વર્તમાનપત્ર : જયારે પણ વ્યક્તિત્વ કસોટી (ઇન્ટરવ્યુ) નિકટમાં હોય ત્યારે રોજબરોજની ઘટનાઓનું ઊંડાણપૂર્વક વાંચન કરવું જોઈએ. ધ હિંદુ, ઇંડિયન એક્સપ્રેસ, રાજ્યસભા ટીવી જેવા સ્ત્રોેતોમાથી એડિટોરિયલનો તલસ્પર્શી અભ્યાસ કરવો જોઇયે. આ સમયે વાંચનમાં વિગતલક્ષી/ફેક્ચ્યુઅલ વાંચનને સ્થાને વિશ્લેષણ/એનાલીસીસ પર વધુ ધ્યાન આપવું જોઈએ. સિલેક્ટીવ ઇંન્ટેન્સીવ રિડિંગ માટે ફ્રંંટલાઇન જેવી જર્નલનો લાભ લઇ શકાય.આજકાલ વિવિધ મેગેઝીન, ઈન્ટરનેટ, ટેલિગ્રામ/યુટયુબ ચેનલોનો દબદબો વધ્યો છે પણ તેમા મળતી ઘણીખરી માહિતી કે ડિશ્કશન ક્વોલિટેટિવ કરતા ક્વોંટિટેટિવ કક્ષાના વધુ હોય છે. 

સફળ ઉમેદવારોને મળવું : પૂર્વ પરીક્ષાઓમાં જેમણે ભાગ લીધો છે અને સારા માર્ક મેળવેલ છે તેવા ઉમેદવારોને મળીને તેમના અનુભવો જાણવા જોઈએ. તેમનું માર્ગદર્શન સૌથી મહત્વનો તૈયારીનો સ્ત્રોત બની શકે! પોતાની તૈયારીની બાબતોની નિખાલસતાપૂર્ણ ચર્ચા કરવી જોઈએ. યુટયુબ પર ભુતપુર્વ ટોપર્સના મોક ઇંટર્વ્યુ જોવા જોઇયે. તેઓ કેવી રીતે ઇંટર્વ્યુ આપે છે વિવિધ સોશિયલ/સામ્પ્રત મુદ્દાઓ પર કેવા સ્ટેંડ લે છે એવી બાબતોનો એનાલિસીસ કરીને ઘણુ શીખી શકાય. તેઓ કેવી ભુલો કરે છે તે પણ શોધીને તેના કરતા ઇમ્પ્રુવ કરવુ જોઇયે. ઇન્ટરવ્યુ બોર્ડમાં કયા સભ્યો બેસે છે તે જો જાહેર કરવામાં આવેલ હોય તો તેમનો બાયો-ડેટા, રસના વિષયો, ઉમેદવારો પ્રત્યે અભિગમ વગેરે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આત્મ વિશ્લેષણ : પોતાનું વિશ્લેષણ કરવું જોઈએ. પોતે ક્યાં અભિવ્યક્તિ સુધારવાની જરૂર છે તે જોવું જોઈએ. પ્રિલિમની તૈયારી વાંચીને થાય, મેઇન્સની તૈયારી લખીને થાય અને ઇંટરવ્યુની તૈયારી ઇંટરેક્શનથી થાય. જો મેઇન્સ આપનાર એસ્પીરંટ ભેગા થઇ ગુ્રપ બનાવે અને તેમા ઓરલ ચર્ચા કરે તો ઇંટર્વ્યુમા વધુ લાભ થઇ શકે! એકબીજામાથી ઘણુ શીખી શકાય. આ માટે ક્યારેક અરીસાની સમક્ષ પોતે ઇન્ટરવ્યુ આપતા હો એવો પ્રયત્ન કરી શકાય! અથવા કેમેરા સમક્ષ મોક ઇન્ટરવ્યુ આપીને તેનું રેકોર્ડીંગ કરી શકાય. અને તે મુજબ પોતે બોડી લેંગ્વેજ,  સંવાદનો પ્રકાર, વાક્ય રચના, શબ્દોની પસંદગી વગેરેમાં જરૂરી સુધારા વધારા કરી શકાય.શુ કોઇ ચર્ચામા પોતે સમતા ગુુમાવી બેઠા હતા? આવી પરિસ્થિતિને શુ વધુ સારી રીતે હેંડલ કરી શકાઇ હોત?

સ્ટ્રેસ મેનેજમેન્ટ : આ તબક્કો સિલેકશન અને રીજેકશન વચ્ચેનો અંતિમ તબક્કો હોવાથી હમેશા તનાવ બનેલ રહે છે. આવા સંજોગોમાં હકારાત્મકતા કેળવવી અત્યંત જરૂરી છે. હકારાત્મક અભિગમ કેળવવા માટે આ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. તથા એવા જ લોકોના સંપર્કમાં રહેવું જોઈએ કે જેમાં હકારાત્મક અભિગમ જોવા મળે! ફેમિલી અને ફ્રેંડ્ઝનો સપોર્ટ ક્રુશીયલ હોય છે. એવા મિત્રો કે પ્રતિસ્પર્ધીઓ સોશિયલ મિડિયા ગુ્રપ્સ કે જે આવા સમયે નકારાત્મક વાતાવરણનો પ્રસાર કરે છે અફવા બજાર ગરમ કરે છે તેને ટાળવા જોઈએ.

મોક ઇન્ટરવ્યુ :'પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ' વાસ્તવિક વ્યક્તિત્વ કસોટી પહેલા બને તેટલા મોક ઇન્ટરવ્યુ આપવા જોઈએ જેથી ઇન્ટરવ્યુનો વાસ્તવિક અનુભવ મળે. દરેક ઇંટરવ્યુ બાદ પોતે શુ ભુલો કરી ક્યા ભુલો સુધારી શકાય તેમ છે તેની નોંધ બનાવી નેક્સ્ટ ઇંટર્વ્યુમા ઇમ્પ્રુવ કરવુ જોઇયે.

આમ, વ્યક્તિત્વ કસોટીની તૈયારી અત્યંત વ્યાપક વિષય છે અને તેના માટે ઉમેદવારે પુરતી તૈયારી કરવી અત્યંત આવશ્યક છે! આ કસોટી એ માત્ર જ્ઞાાનની કસોટી નથી પરંતુ સમગ્ર પ્રતિભા ચકાસણીની એક વ્યાપક કસોટી છે આમ જો તેમા મેઇન્સ પુરી થયા બાદ જો તરત આ સ્ટેજની તૈયારીમા લાગી ન ગયા તો સફળતાનો તાજ ખુબજ હાથવેંતમાથી સરી જાય છે.


Google NewsGoogle News