Get The App

સિવિલ સર્વિસ કેડર એલોકેશન પ્રોસીજર

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
સિવિલ સર્વિસ કેડર એલોકેશન પ્રોસીજર 1 - image


- અધ્યયન-હિરેન દવે

- રોસ્ટર પ્રણાલીનો ઉદ્દેશ લાંબાગાળામાં ઉમેદવારોનો રેશિયો આઉટસાઇડર- ઇનસાઇડર અને તમામ કેટેગરી માટે એકઝેટ રેશિયો જાળવી રાખવાનો છે

ગ ત લેખાંકમાં આપણે ૨૦૧૭થી અમલમાં આવેલ કેડર પોલિસી શું છે તેની પર એક ચર્ચા કરી. 'ડિટેઇલ એપ્લીકેશન ફોર્મ'માં કેવી રીતે પ્રયોરિટી આપવાની હોય છે તેની પધ્ધતિ જોઈ. આ ફોર્મ તો પ્રત્યેક કેન્ડીડેટ જ્યારે સિવિલ સર્વિસ પ્રિલિમ કસોટી પાસ થાય છે ત્યારે ભરે છે. પરંતુ તેમાંથી મુખ્ય કસોટી અને ઇન્ટરવ્યુ બાદ જે લોકો ફાઇનલ સિલેક્ટ થાય છે તેમાંથી ઝોન અને રાજ્યોની ફાળવણી કરતી પ્રક્રિયા કેવી છે તેની પર એક નજર કરીએ.

અખિલ ભારતીય સેવાઓ હમેશા નેશનલ સ્પિરિટથી કામ કરે તે માટે ઘડેલ નીતિ અંતર્ગત કોઈપણ રાજ્યમાં કાર્ય કરતાં અધિકારીઓ સમગ્ર દેશને પ્રતિબિંબિત કરે તેમ રાજ્યના સચિવાલયમાં તમામ રાજ્યમાથી આવેલ અધિકારીઓ તેમાં કાર્યરત હોવા જોઇએ. પ્રત્યેક રાજ્ય માટે અખિલ ભારતીય સેવાઓના સેવકો માટે ૩૩% હોમ કેડરના પસંદ કરી શકાય અને ૬૭% અન્ય રાજયોના વતનીઓ હોવા જોઇએ. આ નીતિ મુજબ આઈ.એ.એસ. કે આઈ.પી.એસ.ને કેડર ફાળવવાનું કાર્ય 'ડિપાર્ટમેટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનીંગ' દ્વારા કરવામાં આવે છે. દરેક રાજ્ય સરકારે આ વર્ષેે તેમને કેટલા આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. અધિકારીઓની જરૂર છે તેનું રિક્વિઝિશન આગળના કેલેન્ડર વર્ષના અંત પહેલા આપવાનું હોય છે. માનો કે આ વર્ષે ગુજરાત રાજ્યને ૧૫ આઈ.એ.એસ. અધિકારીઓની જરૂરિયાત છે. તો ૫ હોમ કેડરના અને ૧૦ આઉટસાઇડર રહેશે. તેમાં પણ વિવિધ કેટેગરીને ન્યાય મળે તે મુજબ જનરલ, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વગેરે વચ્ચે બેઠકો ફાળવવાનું કાર્ય કરવાનું હોય છે. આ કાર્ય અસરકારક રીતે પરિપૂર્ણ કરવા માટે રોસ્ટર પ્રણાલી રચવામાં આવેલ છે. રોસ્ટર પ્રણાલીનો ઉદ્દેશ લાંબાગાળામાં ઉમેદવારોનો રેશિયો આઉટસાઇડર- ઇનસાઇડર અને તમામ કેટેગરી માટે એકઝેટ રેશિયો જાળવી રાખવાનો છે. આ સંકૂલ પ્રણાલી અંતર્ગત રાજ્યની બેઠકો પૈકી કેટલી બેઠકો ઔટ્સઇડર અને ઇનસાઇડરને મળશે તેનું એક રોસ્ટર બનાવવામાં આવે છે. ત્યારબાદ ૨૦૦ પોઈન્ટનું રોસ્ટર વિવિધ કેટેગરી વચ્ચે બેઠકો વહેંચવા માટે હોય છે. આ રોસ્ટર પ્રણાલી મુજબ જ્યારે કોઈ રાજ્ય રિક્વિઝિશન મોકલે છે ત્યારે એ સ્પષ્ટ કરે છે કે કુલ જગ્યાઓ પૈકી આઉટસાઇડર : ઇનસાઇડર તથા કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ હશે! આમ જો ગુજરાતની ૧૫ સીટો હશે તો તેમાથી આઉટસાઇડરની અને ઇનસાઇડરની કેટલી હશે? તથા બંનેમાં કેટલા જનરલ, એસ.સી., એસ.ટી. વગેરે.. પાસ-આઉટમાંથી રાજ્યોને ફાળવાણી નિમ્નલિખિત તબક્કામાં કરવામાં આવે છે.

સૌપ્રથમ હોમ કેડર ફાળવવામાં આવે છે. ટોપરેન્કથી લઈને દરેક ઉમેદવારની હોમકેડરની બેઠકો જોવામાં આવે છે અને જો તેના રાજયમાં તેની કેટેગરીમાં હોમ કેડર ઉપલબ્ધ હોય તો તેને ફાળવવામાં આવે છે.

દ્વિતીય તબક્કામાં એ ચેક કરવામાં આવે છે કે કોઈ એવું રાજ્ય બચ્યું છે કે જેમાં હોમ કેડરની બેઠકો ખાલી હોય પણ ઉમેદવાર એલોટ ન થયા હોય. જો ગુજરાતમાં આ વર્ષે હોમ કેડર માટે ૫ સીટો હોય જેમાં ૧ બેઠક એસ.ટી. વર્ગની હોય અને ઉમેદવાર ન મળતો હોય તો તેની ફાળવણી માટે એક્સચેન્જ સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવે છે.

 જેમાં તે રાજ્યમાથી પાસ થયેલ અન્ય કેટેગરીના લાયક ઉમેદવારોને તે સીટ આપવા હોમ કેડરની સીટની કેટેગરીમાં પરીવર્તન કરવામાં આવે છે. જો કોઇ અન્ય ઉમેદવાર તે વર્ષે તે કેડરમાં અન્ય કેટેગરીથી પાસ થયેલ હોય અને તેણે હોમ કેડરની માંગણી કરી હોય તો તેને ફાળવવામાં આવે છે. જો આવા કોઇ ઉમેદવાર ન મળે તો તે બેઠક આઉટસાઇડરમાં પરિવર્તિત થાય છે.

ત્યારબાદ આઉટસાઇડરની ફાળવણી કરવામાં આવે છે. જે કેન્ડીડેટને હોમ કેડર નથી મળી તેમની ઝોન-૨માં પ્રથમ પ્રયોરિટી ચેક કરવામાં આવે છે જો તેમાં જગ્યા ન હોય તો ઝોન-૩માં ત્યારબાદ ઝોન-૪માં પ્રથમ પ્રયોરિટી ચેક થાય છે. જો તમામ ઝોનમાં પ્રથમ પ્રયોરિટી ખાલી ન હોય તો પ્રત્યેક ઝોનમાં દ્વિતીય પ્રયરિટી ત્યારબાદ તૃતીય પ્રયોરિટી વગેરે ચેક કરવામાં આવે છે. આ પદ્ધતિમાં અડોશપાડોશના રાજ્યો મળવાની સંભાવના ઘટી જાય છે. દરેક ઉમેદવારે દૂરના રાજ્યોમાં જવા સજ્જ રહેવું પડે છે અને અખિલ ભારતીય સેવાઓ સાચા અર્થમાં અખિલ ભારતીય બંને છે. 


Google NewsGoogle News