શાંત પડેલી જ્વાળા
ધીણોધર (નખત્રાણા)
ભારતમાં આંદામાન-નિકોબારના બેરન ટાપુ પર એકમાત્ર સક્રિય જ્વાળામુખી આવેલો છે. પરંતુ દેશમાં જ્વાળામુખીની સંખ્યા સાત છે અને એમાં ધીણોધરનો પણ સમાવેશ થાય છે. કચ્છમાં નખત્રાણા પાસે આવેલો ધીણોધર ડુંગર હકીકતે તો ઠરેલો જ્વાળામુખી છે.
કોઈ એક વખત ધીણોધરના ઢોળાવ પર પથરાયેલા કાળા પથ્થર જુએ એટલે તુરંત સમજી જાય કે આ સામાન્ય ટેકરી નથી. ભલે ઊંચાઈ ખાસ ન હોય, પરંતુ ભૌગોલિક રીતે મહત્ત્વ અનેકગણુ છે.
મંદિરની આસપાસ જ પથ્થરીયુ જંગલ છે. યુરોપમાં આવું જંગલ છે એને પ્રવાસન જાહેર કરીને જગતભરમાં તેની પ્રસિદ્ધિ કરાઈ છે. અહીં કરોડો વર્ષ પહેલા જ્વાળામુખી હતો. આજે તો યુદ્ધવિરામ છે, એટલે જોઈને જ્વાળામુખી હોવાની ખબર પણ ન પડે.