શક્તિપીઠ શ્રદ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર ક્યાં ક્યાં છે?
દેવી પુરાણમાં ૫૧ શક્તિપીઠો હોવાનું કહેવાયું છે. એ સંખ્યા આપણે ત્યાં સ્વીકૃત ગણવામાં આવી છે
દેવી પુરાણ, દેવી ભાગવત, શિવપુરાણ, તંત્ર ચૂડામણિ જેવા શાસ્ત્રોમાં કથા છે એ પ્રમાણે માતા દુર્ગાએ સતી સ્વરૃપે દક્ષ પ્રજાપતિની પુત્રી તરીકે જન્મ લીધો હતો. એક વખત રાજા દક્ષ પ્રજાપતિએ વિશાળ યજ્ઞાનું આયોજન કર્યું. યજ્ઞામાં ભગવાન શિવને કે સતીને આમંત્રણ ન આપ્યું. ભગવાન શિવની ગેરહાજરીમાં સતી યજ્ઞામાં હાજરી આપવા ગયાં. દક્ષ પ્રજાપતિના યજ્ઞામાં ભગવાન શિવનું અપમાન થયું. પતિ શિવનું અપમાન સહન ન થતાં સતીએ યજ્ઞાકુંડમાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી.
સતીએ યજ્ઞામાં પ્રાણ છોડયા છે એ વાતની જાણ ભગવાન શિવને થઈ. શિવજી યજ્ઞાકુંડમાંથી સતીનું શરીર ખભે નાખીને પૃથ્વી ઉપર ઘૂમવા લાગ્યાં. તેમના રૃદ્ર રૃપથી હાહાકાર મચી ગયો. શિવજીએ તાંડવ શરૃ કર્યું. ખભા ઉપર સતીનો દેહ લઈને શિવજીને આમથી તેમ ભટકતા જોઈને ત્રણેયલોક વ્યાકુળ થયાં. દેવતાઓ મળીને ભગવાન વિષ્ણુને એમાંથી કંઈક માર્ગ કાઢવાની વિનંતી કરી.
ભગવાન વિષ્ણુએ શિવજીનો ક્રોધ અને પીડા શાંત કરવા માટે સુદર્શન ચક્રથી શિવજીને ખભે રહેલાં સતીના દેહનો એક પછી એક હિસ્સો અલગ કર્યો. શિવજી તાંડવ નૃત્યમાં પગ જમીન ઉપર પછાડતાં બરાબર એ જ સમયે ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્રથી સતીના દેહનો એક હિસ્સો અલગ કરીને જમીન ઉપર મૂકી દેતા હતા. આ રીતે સતીના દેહના હિસ્સા થયા. સતીના શરીરના ભાગ જ્યાં જ્યાં પડયા એ સ્થળોએ મહાશક્તિપીઠનો ઉદય થયો.
શક્તિપીઠની સંખ્યા વિશે શાસ્ત્રો એકમત નથી. દેવી પુરાણમાં ૫૧ શક્તિપીઠોની વાત કહેવાઈ છે. દેવી ભાગવતમાં ૧૦૮ શક્તિપીઠો હોવાનું કહેવાયું છે. એમાં દેવીના આભૂષણો જે સ્થળોએ પડયાં છે તેનો ય ઉલ્લેખ શક્તિપીઠ તરીકે કરાયો છે. તંત્ર ચૂડામણિમાં શક્તિપીઠોનો આંકડો ૫૨ ગણાયો છે. તો, દેવી ગીતામાં શક્તિપીઠો ૭૨ હોવાનું નોંધાયું છે. પણ આપણે ત્યાં દેવી પુરાણના ૫૧ શક્તિપીઠોના આંકડાંને સ્વીકૃત ગણવામાં આવ્યો છે.
આ શક્તિપીઠોના સ્થળ અંગે પણ એટલાં જ મતમતાંતરો છે.
૫૧ શક્તિપીઠો ક્યાં આવેલી છે?
ક્રમ |
નામ |
સ્થળ |
રાજ્ય/દેશ |
૧ |
કિરીટ શક્ટિપીઠ |
લાલબાગ કોટ |
પશ્વિમ બંગાળ |
૨ |
કાત્યાયની શક્તિપીઠ |
વૃંદાવન |
ઉત્તર પ્રદેશ |
૩ |
કરવીર શક્તિપીઠ |
કોલ્હાપુર |
મહારાષ્ટ્ર |
૪ |
શ્રી પર્વત શક્તિપીઠ |
લદાખ |
જમ્મુ-કાશ્મીર |
૫ |
વિશાલાક્ષી શક્તિપીઠ |
વારાણસી |
ઉત્તર પ્રદેશ |
૬ |
ગોદાવરી તટ શક્તિપીઠ |
કંબુર |
આંધ્રપ્રદેશ |
૭ |
શુચીંદ્રમ શક્તિપીઠ |
ત્રિસાગર |
તમિલનાડુ |
૮ |
પંચસાગર શક્તિપીઠ |
લોહાઘાટ |
ઉત્તરાખંડ |
૯ |
જ્વાલામુખી શક્તિપીઠ |
કાઁગડા |
હિમાચલ પ્રદેશ |
૧૦ |
હરસિદ્ધિ શક્તિપીઠ |
ભૈરવ પર્વત |
મધ્યપ્રદેશ |
૧૧ |
અટ્ટહાસ્ય શક્તિપીઠ |
લામપુર |
પશ્વિમ બંગાળ |
૧૨ |
જનસ્થાન શક્તિપીઠ |
પંચવટી |
મહારાષ્ટ્ર |
૧૩ |
હિમ શક્તિપીઠ |
અમરનાથ |
જમ્મુ-કાશ્મીર |
૧૪ |
નંદીપુર શક્તિપીઠ |
સેન્થિયા |
પશ્વિમ બંગાળ |
૧૫ |
શ્રીશૈલ શક્તિપીઠ |
કુર્નુલ |
આંધ્રપ્રદેશ |
૧૬ |
નલહાટી શક્તિપીઠ |
બોલપુર |
પશ્વિમ બંગાળ |
૧૭ |
મિથિલા શક્તિપીઠ |
જનકપુર |
નેપાળ |
૧૮ |
રત્નાવલી શક્તિપીઠ |
અજ્ઞાત |
તમિલનાડુ |
૧૯ |
અંબાજી શક્તિપીઠ |
અંબાજી |
ગુજરાત |
૨૦ |
જાલંધર શક્તિપીઠ |
જાલંધર |
પંજાબ |
૨૧ |
રામગીરી શક્તિપીઠ |
ચિત્રકૂટ |
મધ્યપ્રદેશ |
૨૨ |
હૃદયપીઠ |
ચિતાભૂમિ |
ઝારખંડ |
૨૩ |
વક્ત્રેશ્વર શક્તિપીઠ |
સૈન્થયા |
પશ્વિમ બંગાળ |
૨૪ |
કન્યાકુમારી શક્તિપીઠ |
કન્યાકુમારી |
તમિલનાડુ |
૨૫ |
બહુલા શક્તિપીઠ |
હાવડા |
પશ્વિમ બંગાળ |
૨૬ |
ઉજ્જૈની શક્તિપીઠ |
ઉજ્જૈન |
મધ્યપ્રદેશ |
૨૭ |
મણિવેદિકા શક્તિપીઠ |
પુષ્કર |
રાજસ્થાન |
૨૮ |
પ્રયાગ શક્તિપીઠ |
અલ્હાબાદ |
ઉત્તર પ્રદેશ |
૨૯ |
વિરજા શક્તિપીઠ |
પુરી |
ઓડિશા |
૩૦ |
કાંચી શક્તિપીઠ |
કાંચીપુરમ્ |
તમિલનાડુ |
૩૧ |
કાલ માધવ |
અજ્ઞાાત |
મધ્યપ્રદેશ |
૩૨ |
શોણ શક્તિપીઠ |
અમરકંટક |
મધ્યપ્રદેશ |
૩૩ |
કામાખ્યા શક્તિપીઠ |
કામગિરિ પર્વત |
આસામ |
૩૪ |
જયંતી શક્તિપીઠ |
જયંતિયા |
મેઘાલય |
૩૫ |
મગધ શક્તિપીઠ |
પટણા |
બિહાર |
૩૬ |
ત્રિસ્તોતા શક્તિપીઠ |
શાલવાડી |
પશ્વિમ બંગાળ |
૩૭ |
ત્રિપુર સુંદરી શક્તિપીઠ |
રાધાકિશોરપુર |
ત્રિપુરા |
૩૮ |
વિભાષ શક્તિપીઠ |
તમલુક |
પશ્વિમ બંગાળ |
૩૯ |
દેવીકૂપ શક્તિપીઠ |
કુરુક્ષેત્ર |
હરિયાણા |
૪૦ |
યુગાદ્યા શક્તિપીઠ |
મંગલકોટ |
પશ્વિમ બંગાળ |
૪૧ |
વિરાટ શક્તિપીઠ |
વિરાટ |
રાજસ્થાન |
૪૨ |
કાલીઘાટ શક્તિપીઠ |
કાલીઘાટ |
પશ્વિમ બંગાળ |
૪૩ |
માનસ શક્તિપીઠ |
માનસરોવર |
ચીન |
૪૪ |
ગંડકી શક્તિપીઠ |
ગંડકી |
નેપાળ |
૪૫ |
ગુહ્યેશ્વરી શક્તિપીઠ |
પશુપતિનાથ મંદિર |
નેપાળ |
૪૬ |
હિંગળાજ શક્તિપીઠ |
હિંગળાજ |
પાકિસ્તાન |
૪૭ |
સુગંધા શક્તિપીઠ |
શિકારપુર |
બાંગ્લાદેશ |
૪૮ |
કરતોયા ઘાટ શક્તિપીઠ |
બોગરા |
બાંગ્લાદેશ |
૪૯ |
લંકા શક્તિપીઠ |
અજ્ઞાાત |
શ્રીલંકા |
૫૦ |
ચટ્ટલ શક્તિપીઠ |
ચટગાઁવ |
બાંગ્લાદેશ |
૫૧ |
યશોર શક્તિપીઠ |
જૈસોર |
બાગ્લાદેશ |