Get The App

કેવા-કેવા ગ્રહયોગ લગ્ન વિચ્છેદ કરાવે છે?

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
કેવા-કેવા ગ્રહયોગ લગ્ન વિચ્છેદ કરાવે છે? 1 - image


- ગ્રહ ગતિ-દેવજ્ઞ

- અભિષેક બચ્ચનની કુંડળીમાં સિદ્ધાંત નંબર પાંચ સદંતર સાચો પડે છે. તેમની કુંડળી મેષ લગ્નની છે

વિ વાહની ઝંખના દરેક યુવક-યુવતીને હોય છે, પણ વાર્તા માત્ર વિવાહ થવાથી પૂરી થઈ જતી નથી. ત્યાર પછી દામ્પત્ય જીવન નામનું એક નવું પ્રકરણ શરૂ થાય છે. દામ્પત્ય સુખદ નીવડે તો વિવાહ ચૂરમાના લાડુ જેવા લાગે છે, અન્યથા લાકડાના લાડુ જેવા. 

સુખદ દામ્પત્ય જીવન દૈવયોગ વિના પ્રાપ્ત થતું નથી. જન્મ કુંડળી માનવ જીવનના નક્શાનું કામ કરે છે ત્યારે તે એ પણ દર્શાવી દે છે કે જાતકનું લગ્ન જીવન સારું રહેશે કે ખરાબ અને એ પણ દર્શાવી દે છે કે બંને સાથે રહી શકશે કે છૂટાછેડા લઈ લેશે.

કેવા-કેવા યોગ હોય ત્યારે વિવાહ વિચ્છેદ થાય છે તે જોઈએ.

૧. જન્મ કુંડળીમાં સપ્તમ સ્થાનનો માલિક છઠ્ઠે બેઠો હોય ત્યારે પતિ-પત્ની અલગ થઈ જાય છે.

૨. સપ્તમ સ્થાનનો માલિક અથવા શુક્ર વિશાખા નક્ષત્રમાં બેઠો હોય ત્યારે

૩. સપ્તમ સ્થાનનો માલિક કે શુક્ર અશુભ ગ્રહોથી પીડિત હોય ત્યારે

૪. સપ્તમ સ્થાનનો માલિક વ્યય સ્થાનમાં બેઠો હોય ત્યારે

૫. સાતમા સ્થાન અને છઠ્ઠા સ્થાનના માલિકની યુતિ થતી હોય ત્યારે

મહાન શબ્દ પણ નાનો પડે એવા ગાયક કલાકાર કિશોર કુમારની ચંદ્ર કુંડળી જુઓ. સિદ્ધાંત નંબર ૧ તેમાં બિલકુલ લાગુ પડે છે. સપ્તમ સ્થાનનો માલિક શનિ બને છે, જે છઠ્ઠા સ્થાનમાં બેઠો છે. તેમની લગ્ન કુંડળી જોઈએ તો સપ્તમ સ્થાનનો માલિક અષ્ટમ સ્થાનમાં બેઠો છે. સપ્તમ સ્થાન વિવાહનું છે અને અષ્ટમ વિસ્તારનું. સપ્તમેષ અષ્ટમમાં બેઠો હોવાથી વિવાહનો વિસ્તાર થાય છે. તેમણે ચાર વિવાહ કર્યા હતા. 

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની જન્મ કુંડળીમાં પણ કિશોર કુમારની જેમ સપ્તમેશ અષ્ટમ સ્થાનમાં બેઠો છે. આથી તેણે પણ ત્રણ વિવાહ કર્યા છે. ઇમરાનની કુંડળી કન્યા લગ્નની છે. સપ્તમેષ સ્થાનમાં બેઠો છે.

ઐશ્વર્યા રાય બચ્ચનની ચંદ્ર કુંડળી જોઈ લો. સિદ્ધાંત નંબર ૪ તેમાં બિલકુલ લાગુ પડે છે. તેમની કુંડળીમાં સપ્તમ સ્થાનનો માલિક બુધ બને છે, જે બારમા એટલે કે વ્યય સ્થાનમાં બેઠો છે. વ્યય સ્થાનને સેપરેશન, અલગાવનું સ્થાન પણ કહેવામાં આવે છે.

અભિષેક બચ્ચનની કુંડળીમાં સિદ્ધાંત નંબર પાંચ સદંતર સાચો પડે છે. તેમની કુંડળી મેષ લગ્નની છે. સપ્તમ સ્થાન અને છઠ્ઠા સ્થાનના માલિકની યુતિ નવમા સ્થાનમાં થાય છે. તેમની ચંદ્ર કુંડળી જોઈએ તો સપ્તમેષ બુધ બને છે જે ઉત્તરાષાઢા નક્ષત્રમાં બેઠો છે. ૨૭ નક્ષત્રમાંથી ૨૬ નક્ષત્રોની જોડી છે. ઉત્તરાષાઢા નક્ષત્ર અજોડ છે. જે જાતકનો સપ્તમેષ કે શુક્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં બેઠો હોય તેઓ વિવાહ પછી પણ એકલવાયા રહે છે. 

ભૂતપૂર્વ ટેનિસ તારિકા સાનિયા મિર્ઝાની કુંડળી તુલા લગ્નની છે. ચંદ્ર મેષ રાશિમાં બેઠો છે. ચંદ્ર કુંડળી જોવો તો સાતમા સ્થાન અને છઠ્ઠા સ્થાનના માલિકની યુતિ થાય છે. સિદ્ધાંત નંબર પાંચ ત્યાં બિલકુલ સાચો પડે છે. તેનો સપ્તમેષ ધનિષ્ઠામાં બેઠો છે. સપ્તમેશ કે શુક્ર જ્યારે ધનિષ્ઠા નક્ષત્રમાં બેઠો હોય ત્યારે જાતક કાં તો કુવારો રહે છે અથવા વૈવાહિક જીવન કલહપૂર્ણ બની જાય છે.


Google NewsGoogle News