બુધનું કુંભ ગોચર : તમારા જીવન પર શું અસર થશે?
- ગ્રહ ગતિ-દેવજ્ઞા
બુ ધ ગ્રહ નવ ગ્રહોમાં તટસ્થ ગ્રહ મનાય છે. સમાન્ય રીતે ગ્રહો બે ટુકડીમાં વહેચાયેલા છે. સૂર્ય, મંગળ, ગુરુ, ચંદ્રની એક ટુકડી છે અને શુક્ર, શનિ, રાહુ, કેતુની એક ટુકડી છે. બુધ ગ્રહ એવો છે જેને બંને ટુકડી સાથે જામે છે. બુધને ચંદ્ર સાથે બનતું નથી. બાકીના તમામ પક્ષો સાથે તેને જામે છે. એટલે જ બુધ મીડિયાનો કારક છે. બુધ લેખન, કોમ્યુનિકેશન, વાણી અને ગણિતનો પણ કારક છે. ચંદ્ર મન છે અને બુધ બુદ્ધિ. બુધને ચંદ્ર સાથે ફાવતું નથી. અર્થાત્ બુદ્ધિને મન સાથે ફાવતું નથી. અર્થાત્ બુદ્ધિ મનને પોતાના વશમાં લઈ લે છે. મન અને બુદ્ધિ ક્યારેય સાથે ચાલી શકતા નથી. બુદ્ધિનું ચાલે ત્યાં મનનું ન ચાલે. મનનું ચાલે ત્યાં બુદ્ધિનું ન ચાલે.
આવા બુધ મહારાજનો ૧૮મી ફેબુ્રઆરીએ સવારે ૦૫.૪૯ વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ થયો છે. અહીં તે ત્રીજી માર્ચ સુધી ગોચર કરશે. આ દરમિયાન તેની યુતિ સૂર્ય અને શનિ સાથે થશે. હાલ શનિ પણ અસ્ત છે અને બુધ પણ અસ્ત છે. તો પોઝિટીવ ફળ ઓછું મળશે અને નેગેટીવ વધારે. બુધ, શનિ અને સૂર્યની યુતિ શેરબજાર માટે ખરાબ રહેશે. બુદ્ધિની કસોટી થાય તેવા કાર્યો કરવામાં મુશ્કેલી થાય. નોકર અને માલિક વચ્ચેના રાજા અને પ્રજા વચ્ચેના વિવાદો વધે. લોકોના વ્યક્તિગત જીવન પર શું અસર થશે તે રાશિ પ્રમાણે જોઈએ.
(૧) મેષઃ તમારી કુંડળીમાં બુધ ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક બને છે. તે ૧૧મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આરોગ્ય સાચવવાનું રહે. નાના ભાઈ-બહેન અને સંતાનોની કાળજી લેવી. આ દરમિયાન તમે વધુને વધુ સામાજિક બનશો.
(૨) વૃષભઃ તમારી કુંડળીમાં બુધ બીજા અને પાંચમા સ્થાનનો માલિક બને છે. તે ૧૦મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. કારકિર્દીમાં સંઘર્ષ રહે. પ્રમોશનના યોગ બનતા-બનતા ટળી જાય. પિતા અને પરિવાર સાથે અણબનાવ રહ્યા કરે.
(૩) મિથુનઃ તમારી કુંડળીમાં બુધ પહેલા અને ચોથા સ્થાનનો માલિક બને છે. તે નવમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. પિતાની કાળજી લેવી. ટ્રાવેલિંગ દરમિયાન ધ્યાન રાખવું. જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે. ભાગ્ય સાથ ન આપતું હોય એવું લાગે.
(૪) કર્કઃ તમારી કુંડળીમાં બુધ ત્રીજા અને બારમા સ્થાનનો માલિક બને છે. તે આઠમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું જરૂરી છે. નાની-નાની બીમારીઓ સતાવી શકે છે. તમે ભાગીદારીનું નવું સાહસ કરી શકો છો.
(૫) સિંહઃ તમારી કુંડળીમાં બુધ બીજા અને ૧૧મા સ્થાનનો માલિક બને છે. તે સાતમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ભાગીદારીના ધંધામાં વિવાદ થઈ શકે છે. જોકે તેમાં તમે તમારા ભાગીદાર પર પ્રભાવી રહેશો. પરિવારમાં અશાંતિ વધી શકે છે.
(૬) કન્યાઃ તમારી કુંડળીમાં બુધ પહેલા અને ૧૦મા સ્થાનનો માલિક બને છે. તે છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આરોગ્ય સાચવવું. ગેસ, સાંધાના દુઃખાવા, અપચો કે ચામડીને લગતી સમસ્યા સતાવી શકે છે. જીવનસાથી કે ભાગીદાર જોડે વિવાદ ટાળવો.
(૭) તુલાઃ તમારી કુંડળીમાં બુધ નવમા અને બારમા સ્થાનનો માલિક બને છે. તે પાંચમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. શેરબજારથી દૂર રહેજો. નુકસાની થઈ શકે. ટ્રાવેલિંગમાં કાળજી રાખજો. મિલકત સંબંધિત નિર્ણયો કરવામાં પણ કાળજી લેશો.
(૮) વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં બુધ આઠમા અને ૧૧મા સ્થાનનો માલિક બને છે. તે ચોથા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. માતાના આરોગ્યની કાળજી લેવી. મિલકત સંબંધિત પ્રશ્નો ઊભા થઈ શકે. વતનથી દૂર જવાનું થાય. જીવનમાં ઉતાર-ચડાવ આવે.
(૯) ધનઃ તમારી કુંડળીમાં બુધ સાતમા અને ૧૦મા સ્થાનનો માલિક બને છે. તે ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. કારકિર્દીમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે. જોબ ટ્રાન્સફર થઈ શકે છે. ભાગીદારીમાં પૈસાનો પ્રશ્ન ઊભો થાય. ટ્રાવેલિંગમાં ધ્યાન રાખવું.
(૧૦) મકરઃ તમારી કુંડળીમાં બુધ છઠ્ઠા અને નવમા સ્થાનનો માલિક બને છે. તે બીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. પરિવાર અને પિતાની ચિંતા રહે. ટ્રાવેલિંગ કરવાનું ટાળવું. આરોગ્યના પ્રશ્નો સતાવે. વાદ-વિવાદમાં ધારણાથી વિપરીત પરિણામ આવે.
(૧૧) કુંભઃ તમારી કુંડળીમાં બુધ પાંચમા અને આઠમા સ્થાનનો માલિક બને છે. તે પ્રથમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. શેર માર્કેટથી દૂર રહેવું. જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. પારિવારિક સંઘર્ષ થાય. બચત વેડફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું.
(૧૨) મીનઃ તમારી કુંડળીમાં બુધ ચોથા અને સાતમા સ્થાનનો માલિક બને છે. વ્યય સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. માતા અથવા પત્નીથી વિયોગ થઈ શકે છે. ભાગીદારી છૂટી પડી શકે છે. ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે. આવેલા પૈસા હાથમાંથી જતા રહે.