Get The App

શરીરની બાયોરીધમને આધારે ત્વરિત સ્વાસ્થ્ય પ્રાપ્તિ કરાવતી ક્રોનોબાયોલોજી

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
શરીરની બાયોરીધમને આધારે ત્વરિત સ્વાસ્થ્ય પ્રાપ્તિ કરાવતી ક્રોનોબાયોલોજી 1 - image


- ગોચર-અગોચર - દેવેશ મહેતા

- દરેક વ્યક્તિએ પોતાના જીવનને સ્વસ્થ અને સુખમય રાખવા પોતાની બાયો-રીધમને બરાબર સમજીને તે પ્રમાણે અનુસરવું જોઇએ.

'ક્રોનોબોયોલોજી' જીવવિજ્ઞાાનનું એ ક્ષેત્ર છે જે આપણા રોજિંદા જીવન પર પડતી જૈવિક ચક્રાવાઓની અસરોનો અભ્યાસ કરે છે. આ શબ્દ પ્રાચીન ગ્રીક  શબ્દ ક્રોનોસ અને બાયોલોજીના સમન્વયથી બન્યો છે. ક્રોનસનો અર્થ થાય છે સમય અને બાયોલોજી એટલે જીવનનું અધ્યયન કે વિજ્ઞાાન યુનિવર્સિટી ઓફ નિનેસોટાના શરીર વિજ્ઞાાની ફ્રાન્ઝ હેલબર્ગ (ખચિહડ લ્લચનમીયિ) જેમણે સર્કેડિયન (ભૈબિચગૈચહ) શબ્દ રચ્યો તેમને અમેરિકન ક્રોનોબાયોલોજીના જનક માનવામાં આવે છે. તેમણે આ વિષય પર ખૂબ રીસર્ચ કરી અદ્ભુત તારણો રજૂ કર્યા છે. તાજેતરમાં વિજ્ઞાાનીઓએ પ્રાણીઓના જૈવિક લય (મ્ર્ૈ-રિઆરસ) વિશે મહત્વપૂર્ણ સંશોધનો કરેલા છે. બધા પ્રાણીઓ આ બાયો-રીધમને અનુસરીને જ પોતાનો જીવન વ્યવહાર ટકાવે છે. ૨૦૧૭નું નોબલ પ્રાઇઝ ઇન ફિઝિયોલોજી ઓર મેડિસિન જેમને પ્રદાન કરાયું હતું તે ત્રણ વિજ્ઞાાનીઓ જેફરી સી. હૉલ, માઇકલ રોસબારા અને માઇકલ ડબ્લ્યુ યંગ દ્વારા આ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. સર્કેડિયન રીધમ તરીકે ઓળખાતા જૈવિક લય-તાલ પર જે નિયંત્રણ લાવે છે તેવા મોલિક્યુલર મિકેનિઝમ પર અદ્યતન રીસર્ચ કરવા તેમને નોબલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું. માનવ શરીરની બાયોલોજિકલ ક્લોક મસ્તિષ્કના હાઈપોથેલમસથી સંચાલિત થાય છે. આ ક્ષેત્રને સુપ્રાચિએસ્મેટિક ન્યુક્લિયસ (જીભશ થ જીેૅચિબરૈચજસચૌબ શીેબનીેજ) નામથી ઓળખવામાં આવે છે. પ્રાણીઓના શરીરની આંતરિક જૈવિક ઘડિયાળ આખા શરીરની વ્યવસ્થા જાળવે છે.

જીવ વિજ્ઞાાનીઓએ કરેલા સંશોધનો જણાવે છે કે, દરેક વ્યક્તિએ પોતાના જીવનને સ્વસ્થ અને સુખમય રાખવા પોતાની બાયો-રીધમને બરાબર સમજીને તે પ્રમાણે અનુસરવું જોઇએ. કેટલાક વિશદ પ્રકારના જીવશાસ્ત્રીય લય (ઇરઆરસ) અને સરખા અવધિ પછી આવતા ઘટનાક્રમના ચક્રાવા (ભઅબનીજ) થકી સંતુલિત રહે છે. આપણા જીવનમાં નિર્ભારતા, રાહત, વિશ્રાંતિ, શાંતિ અને સુખ આવે તો સમજવું કે આપણે કુદરત અને શરીરના લયને બરાબર અનુસરી તેની સાથે સંવાદી સંબંધ સ્થાપી રાખ્યો છે. જો જીવનમાં ભારેખમપણું, ઉદ્વેગ, અશાંતિ, શોક, દુઃખ અનુભવાતા હોય તો સમજવું કે બાયોરીધમ ખોરવાઈ ગઈ છે. આ બાયોરીધમ લાંબો સમય ખોરવાયેલી રહે તો તે બીમારીઓ પણ ઉત્પન્ન કરી દે છે.

ડૉ. ફ્રાન્ઝ હેલબર્ગ દર્શાવે છે કે આપણા શરીરમાં એક આંતરિક સંગીત વાગી રહ્યું છે જેને આપણે બરાબર ટયુન કરી લઇએ તો શારીરિક સ્વાસ્થ્ય સારું પ્રાપ્ત કરી શખીએ છીએ. દરેકનું શારીરિક તાપમાન એક ચોક્કસ ચક્રાવો ધરાવે છે. નલિકારહિત ગ્રંથિઓના રસસ્ત્રાવો (હોર્મોન્સ) પણ દૈનિક, માસિક અને ઋતુકાલીન ચક્રાવાઓની પરસ્પરાવલંબી અસરોથી કાર્યાન્વિત થાય છે. વૃદ્ધિનું હોર્મોન દૈનિક ચક્રાવો રજૂ કરે છે તો સ્ત્રીના રજોદર્શનનું હોર્મોન માસિક ચક્રાવો ધરાવે છે. સંધિવા (રૂમેટોઇડ આર્થ્રોઇટિસ)ની તકલીફ સવારના સમયે વધારે ઉગ્ર હોય છે કે કેમ તે સમયે શરીરના પ્રાકૃતિક પ્રક્ષોભક પ્રતિનિધિઓ (ૈહકનચસર્ચાિઅ ચયીહાજ) સૌથી ઓછા હોય છે. એસ્પિરીન કે પેઇન કિલર દવા લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. બ્લડપ્રેશર અને એડ્રિનાલિનની ઊંચી સપાટી સવારે આવે છે. આ કારણથી જ હાર્ટએટેક, કાર્ડિયાક એરેસ્ટ સવારના નવ વાગ્યાની આસપાસના સમયમાં વધારે પ્રમાણમાં આવે છે. જ્યારે અસ્થમા (દમ)ના રોગના હુમલાઓ સાંજના સમયે વધારે આવતા હોય છે. કારણ કે તે સમયે શ્વાસનલિકાઓ વધારે સંકુચિત થઇ જતી હોય છે. આ રોગના દર્દીઓ તે સમયે આ રોગની દવા લે તો તે વધારે અસરકાર નિવડે. એટલે જો વ્યક્તિની બાયોરીધમનો વ્યવસ્થિત અભ્યાસ કરી એને અનુરૂપ સારવાર કરાય તો તેના હઠીલા રોગોને પણ અચૂકપણે અને જલદીથી મટાડી શકાય.

બાયો-રીધમના નિષ્ણાત તબીબો બાળકોના બ્લડપ્રેશરના ચક્રાવાઓ પરથી જ કહી છે કે તે બાળકો કેટલા વર્ષો પછી હાઈબ્લડપ્રેશરના દર્દીઓ બની જશે. એ જ રીતે બાયોરીધમના કુશળ શરીર વિજ્ઞાાનીઓ સ્ત્રીઓના સ્તનોમાં ઉષ્ણતાની વધઘટ રહેતી હોય તો જાણી લે છે કે તેવી સ્ત્રીઓ બ્રેસ્ટ ટયુમર થવાની સંભાવના વધારે રહે છે.

ન્યૂયોર્કના 'આલ્બની મેડિકલ સેન્ટર' ખાતે થયેલા કેટલાક અભ્યાસ-સંશોધનોને આધારે ડૉ. ફ્રાન્ઝ હેલબર્ગ તારણો આપે છે કે દર્દીની સર્જરી અને કેમોથેરાપીનો સમયગાળો સર્જિકલ ઓપરેશનની સફળતા અંગે બહુ મહત્વપૂર્ણ કામગીરી બજાવે છે. જે સ્ત્રીઓએ એમના રજોદર્શન એટલે માસિક ધર્મના પિરિયડના સાતેક દિવસ પહેલાં કે એની બાયપાસના સમયે બ્રેસ્ટ કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું તેમને તે સ્ત્રીઓ કે જેમણે તેમના માસિક ધર્મના પિરિયડના સમય પછી ૭ થી ૨૦ દિવસની વચ્ચેના ગાળામાં ઓપરેશન કરાવ્યું હતું તેમના કરતાં કેન્સર ફરી થવાની અને તેને કારણે થોડા સમય પછી મરણ પામવાની શક્યતા ચાર ગણી વધારે રહી હતી.  આનું કારણ એવું હોઈ શકે કે સ્ત્રીઓના માસિક ધર્મ દરમિયાન છૂટા પડતા હોર્મોન્સ તેમની રોગ પ્રતિકાર શક્તિને દબાવી દેતા હોય. જ્યારે માસિક ધર્મના ચક્રાવાના મધ્ય ભાગમાં રોગગ્રસ્ત બગાડને સાફ કરતા રોગ પ્રતિકારક કોષો વધારે શક્તિશાળી હોય અને સર્જરી દરમિયાન છૂટી ગયેલા કેન્સરગ્રસ્ત (સચનૈયહચહા) કોષોનો નાશ કરી નાંખતા હોય. આથી જ માસિક ધર્મ શરૂ થયાના ૭ થી ૨૦ દિવસ દરમિયાન (મેન્સ્ટ્રુઅલ સાઇકલના મધ્ય ભાગમાં) જે સ્ત્રીઓએ બ્રેસ્ટ કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું તેમને ફરીથી બીજી ગાંઠ થાય એવું બિલકુલ બનવા પામ્યું નહોતું. એટલે એ ગાળા દરમિયાન થયેલ ઓપરેશનોને મોટા પ્રમાણમાં સફળતા મળી હતી.

એ જ રીતે હ્યુસ્ટન ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધક શરીર વિજ્ઞાાનીઓ પણ દર્શાવે છે કે મૂત્રાશય, કોલોરેક્ટલ, સ્વાદુપિંડ અને ઓવરીનું કેન્સર ધરાવતા દર્દીઓને પણ તેમની બાયો રીધમ અને કેમોથેરેપીનો સમયગાળો 'મેચ' કરવાથી લાભ થયો હતો. કેન્સરના કોષોની કાર્ય કરવાની પ્રણાલી સામાન્ય કોષોની પ્રણાલી કરતાં જુદી છે તેથી કેન્સરના કોષો સક્રિય હોય અને બીજા કોષો નિષ્ક્રિય હોય તેવા સમયે દવા આપવી જેથી દર્દીને ઓછા ડોઝ આપવા પડે અને તેની ટોક્ષિક અસરો ઘટાડી શકાય. આત્મ-સૂચન, ધ્યાન, યોગ, બાયોફીડબેક વગેરે પ્રક્રિયાથી બ્લડપ્રેશર, હૃદયના ધબકારા વગેરેમાં ઘટાડો-વધારો કરી શકાય છે. જો આવી નાની રીધમને બદલી શકાતી હોય તો ઉંમર વધવા જેવી મોટી રીધમને પણ કેમ ન બદલી શકાય ?



Google NewsGoogle News